-
BMW Most Powerful Car: બીએમડબલ્યુએ ભારતમાં પોતાના પોર્ટફોલિયોની સૌથી શક્તિશાળી M મોડલ લોન્ચ કર્યું છે. xm લેબલ એડિશન નામની નવી બીમરની કિંમત 3.25 કરોડ રૂપિયા છે અને તે ભારતમાં પુરી રીતે આયાતિત કંપ્લીટલી બિલ્ટ યુનિટ (સીબીયુ) મોડલના રુપમાં આવે છે. રસપ્રદ વાત એ છે કે વૈશ્વિક સ્તરે એક્સએમ લેબલની માત્ર 500 યુનિટનું જ ઉત્પાદન કરવામાં આવશે અને ભારતીય બજાર માટે માત્ર એક જ યુનિટ અનામત રાખવામાં આવી છે. જર્મન બ્રાન્ડે હજુ સુધી ઇન્ડિયા-સ્પેક એક્સએમ લેબલના માલિકની ઓળખ જાહેર કરી નથી. આ મર્યાદિત એડિશન મોડેલમાં ઘણી બધી સુવિધાઓ છે જે તેને પ્રમાણભૂત એક્સએમથી બ્યૂટી અને મેકેનિકલ રીતે અલગ પાડે છે.
-
BMW XM label સ્પોર્ટી એક્સટીરિયર અને ઇંટીરિયર : MW XM લેબલને ફ્રોજન કાર્બન બ્લેક મેટેલિક બાહ્ય એક્સટીરિયર પેંટ સ્કીમમાં રેપ કરવામાં આવી છે, જે ઘણી જગ્યાએ લાલ રંગના દ્વારા એક્સેંટ દ્વારા પૂરક બનાવવામાં આવી છે. લાલ હાઇલાઇટ બ્લેક-આઉટ કિડની ગ્રિલ, રિયર ડિફ્યુઝર અને વિન્ડો લાઇનની આસપાસ જોઇ શકાય છે. તે 22 ઇંચના એમ લાઇટ એલોય વ્હીલ્સ પર ચાલે છે, જેને રેડ બ્રેક કેલિપર્સ દ્વારા પણ હાઇલાઇટ કરવામાં આવ્યા છે.
-
એક્સએમ લેબલની અંદર પગ મૂકશો ત્યારે તમે એક આકર્ષક, સ્પોર્ટી માહોલમાં ખોવાઈ જશો. ઇન્ટિરિયરમાં આકર્ષક લાલ સિલાઇ સાથે શાનદાર બ્લેક અપહોલ્સ્ટ્રી, વિશિષ્ટ 2 ટોન સીટ, બોલ્ડ રેડ અને સ્લીક બ્લેક રંગોનું સંયોજન છે. ટેક્નોલોજીની વાત કરીએ તો તેમાં બીએમડબલ્યુના સિગ્નેચર કર્વ્ડ ડિસ્પ્લેનો લાભ મળે છે, જેમાં 14.9 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 12.3 ઇંચના ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે.
-
ઓફર કરવામાં આવનારી વધારાની પ્રીમિયમ સુવિધાઓમાં સરળ નેવિગેશન માટે હેડ-અપ ડિસ્પ્લે, 20-સ્પીકર બોવર્સ અને વિલ્કીન્સ ડાયમંડ સાઉન્ડ સિસ્ટમ, અને સટીક હેન્ડલિંગ અને રાઇડ કમ્ફર્ટ માટે એડેપ્ટિવ એમ સસ્પેન્શન પ્રોફેશનલનો સમાવેશ થાય છે.
-
BMW XM label શાનદાર પ્રદર્શન : એક્સએમ લેબલની સૌથી મોટી ખાસિયત તેના બોનેટની નીચે છે. ફ્લેગશિપ બીએમડબલ્યુમાં પ્લગ-ઇન હાઇબ્રિડ પાવરટ્રેન છે, જેમાં 4.4 લિટર વી8 ટ્વીન-ટર્બો પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટર છે. આઇસી એન્જિન પોતે જ 580 બીએચપી અને 720 એનએમનો પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. બીજી તરફ ઇલેક્ટ્રિક મોટર 25.7 કિલોવોટ લિથિયમ-આયન બેટરીમાંથી ઊર્જા પ્રાપ્ત કરે છે છે જે 45 કિલોવોટ (185 બીએચપી) અને 280 એનએમ આઉટપુટ આપે છે.
-
આખી સિસ્ટમનું સંયુક્ત પીક આઉટપુટ 740 બીએચપી અને 1000 એનએમ ટોર્ક છે. બેટરી એટલી પાવરફુલ છે કે તે 76થી 82 કિમી સુધીની પ્યોર-ઇલેક્ટ્રિક ડ્રાઇવિંગ રેન્જ આપે છે. 8-સ્પીડ એમ સ્ટેપટ્રોનિક ઓટોમેટિક ટ્રાન્સમિશન મારફતે ચારેય પૈડાંમાં પાવર ટ્રાન્સફર થાય છે. તેમાં ત્રણ ડ્રાઇવ મોડ્સ છે જે સેન્ટર કન્સોલ પર એમ હાઇબ્રિડ બટનનો ઉપયોગ કરીને પસંદ કરી શકાય છે.
-
BMW XM label ટોપ સ્પીડ : પરફોર્મન્સ માટે બીએમડબલ્યુ એક્સએમ ઇલેક્ટ્રોનિક રુપથી સિમિત 250 કિમી પ્રતિ કલાકની ગતિ પકડી શકે છે. એમ ડ્રાઇવર પેકેજ પસંદ કરીને આ આંકડો 290 કિમી પ્રતિ કલાક સુધી વધારી શકાય છે. સુપર એસયુવી 3.8 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. બીએમડબલ્યુ સ્ટાન્ડર્ડ તરીકે કોમ્પ્લિમેન્ટરી વોલબોક્સ ચાર્જર પણ આપી રહી છે.