-
વિકેન્ડ પર બહાર જવાનને બદલે ઘરે જ ભાવનગરના ફેમસ ભૂંગળા બટાકા બનાવો, બાળકોથી લઈને બધાને ભાવશે આ ડીશ,ખાતા રહી જશો, જાણો રેસીપી
-
સામગ્રી : 1 કિલો બાફેલા બટાકા, 7-8 લસણની કળીઓ, 3-4 સૂકા લાલ મરચા, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, 1/2 ચમચી હળદર પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, 1 લીંબુનો રસ, કોથમીર
-
ભૂંગળા બટાટા રેસીપી : સૌ પ્રથમ 1 કિલો બટાકા પ્રેશર કુકરમાં 3-4 સીટી થાય ત્યાં સુધી બાફી લો. ત્યાં સુધી બટાકાની સ્પેશિયલ ચટણી તૈયાર કરો.
-
ચટણી માટે સામગ્રી : એક મિક્સર ગ્રાઈન્ડરમાં 7-8 લસણની કળીઓ, 3-4 સૂકા લાલ મરચા, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, 1/2 ચમચી હળદર પાઉડર, સ્વાદ અનુસાર મીઠું નાખીને ગ્રાઈન્ડ કરી લો.
-
હવે એ પેસ્ટને સાઈડમાં રાખો અને બટાકા બફાઈ જાય એટલે એની છાલ કાઢી લો. હવે એક મોટા પાત્રમાં 2 ચમચી તેલ 1/2 ચમચી લાલ મરચું પાઉડર, સ્વાદ અનુસાર મીઠું અને ધાણા જીરું પાઉડર નાખીને સારી રીતે મિક્ષ કરો.
-
હવે તેને 5-10 મિનિટ માટે મેરિનેટ થવા દો, હવે એક મોટી કડાઈમાં 1 ચમચી તેલ નાખો, બનાવેલ લસણ અને લાલ મરચાની પેસ્ટ ઉમેરો અને સારી રીતે મિક્ષ કરો.હવે એમાં મેરિનેટ કરેલ બટાકા નાખી સારી રીતે મિક્ષ કરો. હવે એમાં લીંબુનો રસ અને કોથમીર નાખી દો..એક મોટી કડાઈમાં તેલ ગરમ કરો એમાં પીળા મોટા ભૂંગળા તળી લો. થઇ જાય એટલે ગરમ ગરમ ફેમસ ભાવનગરી ભૂંગળા બટાકા સર્વ કરો.