-
Aaj Nu Havaman, Ahmedabad Rain Forecast Update: ગુજરાતમાં શનિવાર રાતથી જ વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ રવિવારથી જ વરસાદ ચાલું છે. ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે આજે સોમવારે સવારથી જ અમદાવાદમાં મેઘ મહેર ચાલું છે. આજે સોમવારે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં 0.28 ઈંચ વરસાદ પડ્યો હતો. આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. (Express photo)
-
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડ પ્રમાણે 27 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી 28 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાના 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 2.40 ઈંચ વરસાદ નોંધાયો હતો. (Express photo)
-
રવિવાર આખો દિવસ અને સોમવારે સવારથી વરસતા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે રહિશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. (Express photo)
-
હવામાન વિભાગે આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સોમવારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં વરસાદનું રેડ એલર્ડ આપ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.(Express photo)
-
હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે આજે અમદાવાદના આકાશમાં 99 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. જ્યારે આજે પવનની ગતિ 17 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. હવાની ગુણવત્તા પણ સારી છે. (Express photo)
-
અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 24 કલાકમાં અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં 10.35 ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ સાણંદમાં 4.96 ઈંચ, બાવળામાં 4.49 ઈંચ, ધોળકામાં 4.17 ઈંચ વિરમગામમાં 1.65 ઈંચ, માંડલમાં 1.06 ઈંચ, ધોલેરામાં 0.39 ઈંચ, દેત્રોજ-રાપુરામાં 0.12 ઈંચ વરસાદ નોંધાયો હતો.(Express photo)
