-
Best Tourist Places to Visit in India: જ્યારે પણ આપણે વરસાદનું ટીપું જોઈએ છીએ ત્યારે આપણને તેની સાથે રહેવાનું મન થાય છે. એવું લાગે છે કે આપણે બધા કામ છોડીને આ વરસાદમાં ખોવાઈ જઈએ. જો વાત મુસાફરીની હોય તો મજા આવી જાય છે. જીવનસાથીનો હાથ પકડીને ચોમાસાનો આનંદ માણવો બધાને પસંદ હોય છે.
-
જો તમે ચોમાસાની ઋતુમાં તમારા જીવનસાથી સાથે જવાનું વિચારી રહ્યા છો અને તમને સમજાતું નથી કે ક્યાં જવું, તો અમે તમને આમાં મદદ કરી શકીએ છીએ. ભારતમાં એવી સુંદર ખીણો છે. જ્યાં તમે બધું ભૂલી જશો. તમને ત્યાં રહેવાનું મન થશે. આ સ્થળોએ તમને માત્ર સુંદર હવામાન જ નહીં પરંતુ પાણી, હરિયાળી તમારું મન મોહિ લેશે. અહીં ઠંડા વરસાદમાં ભીંજાવવાની એક અલગ જ મજા આવશે. ભારતના શ્રેષ્ઠ ચોમાસાના સ્થળો વિશે જાણો.
-
આંદામાન અને નિકોબાર ટાપુઓ
દરેક ઋતુમાં તમે અહીં મુલાકાત લઈ શકો છે. આ આકર્ષક સ્થળની રાજધાની પોર્ટ બ્લેર છે. જ્યાં સમુદ્રનું પાણી વાદળી કાચ જેટલું ચમકતું હોય છે અને રેતી મોતી જેવી દેખાય છે. આ એક ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણ ધરાવતું સ્થળ છે જ્યાં તમે તમારા ચોમાસાના વેકેશનને યાદગાર બનાવી શકો છો. -
ગંગટોક, સિક્કિમ
સિક્કિમની રાજધાની અને સુંદર શહેર ગંગટોક પોતાના આકર્ષણના કારણે પ્રવાસીઓની પ્રથમ પસંદ રહી છે. અહીંના પ્રાચીન મંદિરો, મહેલ અને અદ્ભુત દ્રશ્યો તેને પર્યટણ સ્થળોમાં એક અલગ જ ઓળખ અપાવે છે. તમે ચોમાસાની આ સિઝનમાં ગંગટોકનો પ્રવાસ કરી શકો છો. જ્યાં તમે અનેકો આકર્ષત નજારઓ જોઈ શકો છો. સાથે જ કંચનજંઘાની ચોટીનો પણ મનમોહક નજારો જોઈ શકો છો. -
શિલાંગ, મેઘાલય
મેઘાલયની રાજધાની શિલાંગ એક ખુબ જ આકર્ષક સ્થળ છે. પહાડો પર વસેલું આ નાનકડું શહેર હંમેશાથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેનું પૂર્વનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. અહીં વરસાદમાં ફરવાની એક અલગ જ મજા આવે છે. આમ તો અહીં આખું વર્ષ મોસમ ખુબ જ સારો રહે છે પરંતુ અહીં વરસાદમાં ચાર ચાંદ લાગી જાય છે. -
દાર્જિંલિંગ, પશ્ચિમ બંગાળ
દાર્જિંલિંગ પશ્ચિમ બંગાળનું સ્વર્ગ છે. અહીં દર વર્ષે હજારોની સખ્યામાં પ્રવાસીઓની ભીડ રહે છે. આ શહેર ચાના બગીચા માટે પણ વિશ્વ પ્રસિદ્ધ છે. ચોમાસાની સિઝનમાં દાર્જિલિંગનો પ્રવાસ એક અનોખો અને યાદગાર ક્ષણ હશે. કારણ કે ચારેય તરફ ચાના બગીચા અને દાર્જિલિંગની હસિન વાદીઓ તમારૂં મન મોહી લેશે. -
મુન્નાર, કેરળ
મુન્નાર ભારતના પ્રખ્યાત હિલ સ્ટેશનોમાંનું એક છે કારણ કે તે તેના વિશાળ ચાના બગીચા અને વળાંકવાળા રસ્તાઓ ધરાવે છે. અહીં ભારતીય મસાલાઓની સુગંધ આવે છે કારણ કે અહીં મસાલા ઉગાડવામાં આવે છે. અહીં હાઉસબોટિંગ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. મુન્નારના પ્રખ્યાત પ્રવાસન કેન્દ્રો ચાના બગીચા, વંડરલા એમ્યુઝમેન્ટ પાર્ક, કોચી કિલ્લો, ગણપતિ મંદિર અને હાઉસબોટ છે. -
કુર્ગ, કર્ણાટક
પશ્ચિમ ઘાટમાં ફેલાયેલી, કુર્ગની ધુમ્મસવાળી ખીણની સુંદરતા જોવા લાયક છે. અહીં કોફી, ચા અને મસાલાના વૃક્ષો છે. કુર્ગને તેની સુંદરતા અને સુખદ હવામાનને કારણે ભારતનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે. અહીં કોફી અને મસાલાની ખેતી કરવામાં આવે છે. કુર્ગના પ્રખ્યાત પ્રવાસન કેન્દ્રોમાં મંડલપટ્ટી, તિબેટીયન મઠ, કાવેરી નદી, ઇરુપુ ધોધ, ઇગુથપ્પા મંદિર, ઓમકારેશ્વર મંદિર, મર્કરા ડાઉન ગોલ્ફ ક્લબ, બ્રહ્મગિરિ હિલ અને નાલકનાડ પેલેસનો સમાવેશ થાય છે. -
ગોવા
આ બીચ તેના ભવ્ય કુદરતી દૃશ્યોને કારણે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. અહીં પ્રકૃતિનો નજારો જોવા લાયક છે. દરિયા કિનારે ટેકવાયેલા ખજૂરના વૃક્ષો અને સફેદ ચમકતી રેતી આ બીચની સુંદરતામાં વધુ વધારો કરે છે. આ બીચને પહેલા હિપ્પીઝનો બીચ કહેવામાં આવતો હતો. જો તમે સોદાબાજીમાં સારા છો, જો તમને સોદાબાજી અને ખરીદીનો આનંદ આવે છે, તો અહીંનું બજાર પણ તમારા માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ બીચ પર ચાંદની રાત્રે હિપ્પી પાર્ટીઓ યોજાય છે જે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. -
કોડાઈકનાલ, તમિલનાડુ
તમિલનાડુનું રોમેન્ટિક હિલ સ્ટેશન કોડાઈકનાલ ખૂબ જ સુંદર સ્થળ છે. આ સ્થળની સુંદરતા આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓને અહીં આવવા માટે આકર્ષિત કરતી રહે છે. આ જગ્યાએ હરિયાળી અને સુંદર ફૂલો છે જેની સુગંધ તમારું હૃદય ચોરી લેશે. અહીંના તળાવો અને ઠંડી ખીણો તમને સ્વપ્ન જેવી લાગશે.