-
2024 TVS Jupiter 110cc Launched: 2024 ટીવીએસ જ્યુપિટર 110 સીસી લોન્ચ
ટીવીએસ જ્યુપિટર 110સીસી લોન્ચ કરવામાં આવી છે. ટીવીએસ મોટર્સ કંપનીએ તેના બેસ્ટ સેલિંગ જ્યુપિટર સ્કૂટરને 11 વર્ષના લાંબા અંતર બાદ નવા અપડેટ સાથે લોન્ચ કર્યું છે. કંપનીએ આ સ્કૂટરને નવા એન્જિન, વધુ ટેક્નોલોજી, નવી સ્ટાઇલિંગ અને એક્સ્ટ્રા પ્રેક્ટિકલ ચેન્જીસ સાથે રજૂ કર્યું છે. (Photo: Social Media) -
2024 TVS Jupiter 110 Price : કિંમત
અગાઉ ટીવીએસ જ્યુપિટર 110 ની ડિઝાઇન એકદમ સરળ હતી, પરંતુ 2024નું નવુ વર્ઝન સંપૂર્ણપણે નવા ટ્રેક પર ચાલી રહ્યું હોય તેવું લાગે છે. હવે આ સ્કૂટરમાં ફ્રન્ટ અને રિયર બંને સાઇડ પર મોટી એલઇડી ડીઆરએલ લગાવવામાં આવી છે, જેમાં ટર્ન સિગ્નલ ઇન્ટિગ્રેટેડ હોય છે. 2024 જ્યુપિટર 110ની બોડી પેનલ્સ પણ હવે ઘણી શાર્પ છે અને એકંદરે, તે 110 સીસી ફેમિલી સ્કૂટર કેટેગરીમાં સૌથી શાર્પ ડિઝાઇન પૈકીની એક છે. 2024 ટીવીએસ જ્યુપિટર 110ની કિંમત 73700 રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી)થી શરૂ થાય છે. (Photo: Social Media) -
New TVS Jupiter 110cc : ઈમરજન્સી ઈિન્ડકેટર ઇન્ડિકેટર બ્લિન્કર
ટુ-વ્હીલર ક્ષેત્રે જે ટેકનોલોજીનો ઝડપથી ઉપયોગ થઇ રહ્યો છે તે ઇમરજન્સી પરિસ્થિતિમાં બ્રેક લગાવવા પર ઝડપથી બ્લિંક થનાર ઇન્ટિકેટર છે, જે હવે ટીવીએસ જ્યુપિટર 110માં મળશે. સુરક્ષાની દ્રષ્ટિએ ઇમરજન્સી બ્રેકિંગ ઇિન્ડકેટર ખૂબ જ ઉપયોગી ફીચર્સ છે, જે 100 મીટર અથવા 20 સેકન્ડના ટર્નિંગ બાદ આપમેળે બંધ થઇ જશે. (Photo: Social Media) -
2024 TVS Jupiter 110 : નવું પાવરફુલ એન્જિન
નવા ટીવીએસ જ્યુપિટર 110માં કંપનીએ નવું 113 સીસી એન્જિન પણ જ્યુપિટર 125માંથી લીધું છે, જે 8 એચપી પાવર અને 9.8 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. ઉપરાંત આ સેગમેન્ટ-ફર્સ્ટ આઇજીઓ આસિસ્ટ માઇક્રો-હાઇબ્રિડ ટેકનોલોજી સાથેનું સ્કૂટર પણ બની ગયું છે. આ સિસ્ટમમાં વધુ પાવરફુલ બેટરીનો સમાવેશ થાય છે (ડાઉન થાય ત્યારે એન્જિન દ્વારા રિચાર્જ કરવામાં આવે છે) જે આસિસ્ટન્ટ ISG મોટરને પાવર પૂરો પાડે છે અને જ્યારે જરૂર પડે ત્યારે થોડો વધારાનો પાવર પૂરો પાડે છે. (Photo: Social Media) -
2024 TVS Jupiter 110: બ્રેકિંગ સિસ્ટમ
ટીવીએસ જ્યુપિટર 110 સેગમેન્ટમાં એકમાત્ર એવું સ્કૂટર છે જે 12 ઇંચના ટાયર સાથે આવે છે અને બંને બાજુ 90/90-12 ટાયર્સ લાગેલા છે. તેના ટોપ વેરિયન્ટમાં 220 મીમીના ફ્રન્ટ ડિસ્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના તમામ વેરિયન્ટમાં 130 મીમી રીઅર ડ્રમ બ્રેક્સ આપવામાં આવ્યા છે. (Photo: tvsmotor.com) -
2024 TVS Jupiter 110 : ટીવીએસ જ્યુપિટર 110સીસી ફીચર્સ
નવા ટીવીએસ જ્યુપિટર 110ના ટોપ વેરિઅન્ટમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કોલ અને નોટિફિકેશન એલર્ટ તેમજ વોઇસ આસિસ્ટ સાથે નવી બ્લૂટૂથ કનેક્ટેડ ડિજિટલ ડિસ્પ્લે મળે છે. ટીવીએસ સ્માર્ટએક્સકનેક્ટ એપ્લિકેશનમાં ઘણા ફીચર્સ છે જે તમારા સ્માર્ટફોનથી ડેશને કનેક્ટ કરીને એક્સેસ કરી શકાય છે. (Photo: Social Media) -
2024 જ્યુપિટર 110 : ફ્યુઅલ એફિશિયન્ટ
2024 જ્યુપિટર 110 માં સ્ટાર્ટ/સ્ટોપ ટેકનોલોજી પણ આવે છે, જે ઇંધણની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરશે. (Photo: Social Media) -
New TVS Jupiter 110cc: વેરિયન્ટ્સ
2024 ટીવીએસ જ્યુપિટર 110 ને કંપની દ્વારા 4 વેરિઅન્ટ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ ડ્રમ, બીજા ડ્રમ એલોય, ત્રીજા ડ્રમ સ્માર્ટએક્સોનેક્ટ અને ચોથા વેરિઅન્ટ ડિસ્ક સ્માર્ટએક્સોનેક્ટનો સમાવેશ થાય છે. આ તમામ વેરિએન્ટ સાથે કંપની 6 કલર વિકલ્પમાં New TVS Jupiter 110cc ઓફર કરે છે. (Photo: tvsmotor.com) -
2024 TVS Jupiter 110 : બે હેલ્મેટ રાખી શકાય તેટલી જગ્યા
નવા ટીવીએસ જ્યુપિટર 110સીસી માં 5.1-લિટરની ફ્યુઅલ ટેન્ક મળે છે જે ફ્લોરબોર્ડની નીચે ફીટ કરવામાં આવી છે. નવા ટીવીએસ જ્યુપિટરના ફ્રેન્ટમાં એપ્રન પર એક ઓપનિંગ છે, જે વધારાની સુવિધા માટે છે. જ્યુપિટરમાં હવે મોટી 33 લીટર મોટો અન્ડરસીટ સ્ટોરેજ એરિયા છે, જેમાં બે હાફ ફેસ હેલમેટ રાખી શકાય છે. (Photo: Social Media) -
New TVS Jupiter 110: હરિફ હોન્ડા એક્ટિવાને ટક્કર આપશે
2024 ટીવીએસ જ્યુપિટર 110 આ સેગમેન્ટમાં હોન્ડા એક્ટિવા સાથે સીધી સ્પર્ધા કરે છે, જેને 76 હજારથી 82 હજાર રૂપિયાની પ્રારંભિક કિંમત (એક્સ-શોરૂમ) સાથે ખરીદી શકાય છે. (Photo: Social Media)