-
ટીવીના પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (taarak mehta ka ulta chashma) એ કેટલાએ કલાકારો (Actors) ને નામના કમાવી આપી છે. આ કલાકારો એટલા પ્રખ્યાત થઈ ગયા કે, લોકો તેમણે શોમાં નિભાવેલ કિરદારના નામથી ઓળખવા લાગ્યા છે. શોના કેટલાક એક્ટર્સે અચાનકથી ખુદને તારક મહેતાથી અલગ કરી દીધા છે. તો જોઈએ આ સુપરહિટ શોથી અલગ થયા બાદ આ એક્ટર્સ શું કરી રહ્યા છે.
-
એક્ટ્રેસ નેહા મહેતા (Neha Mehta) 12 વર્ષ સુધી તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલી રહ્યા હતા. અચાનક આ શોમાંથી એક્ઝિટ કર્યા બાદ હાલ તેઓ ગુજરાત ફિલ્મોમાં એક્ટિવ થઇ ગઇ છે.
-
આ સિરિયલની ટપ્પુ સેનાના લિડર એવા ભવ્ય ગાંધી (Bhavya Gandhi) હાલના દિવસોમાં ગુજરાત ફિલ્મોમાં વ્યસ્ત થઇ ગયા છે.
-
શૈલેષ લોઢા (Shailesh Lodha) પણ આ લોકપ્રિય સિરિયલથી અલગ થયા બાદ મુશાયરા- મહેફૂલીની દુનિયામાં પરત ફર્યા છે.
-
સોનૂ ભિડેના પાત્રથી લોકપ્રિય થનાર નિધિ ભાનુશાલી (Nidhi Bhanushali) આ સિરિયલથી છુટાં પડ્યા બાદ પોતાની બીએ ગ્રેજ્યુશનની સ્ટડી પૂરી કરી રહી છે
-
ગુરચરણ સિંહ (Guruchran singh) જે આ સિરિયલમાં સોઢીનું પાત્ર ભજવી રહ્યા છે તેઓ હાલ પંજાબમાં પોતાના બિમાર પિતાની સારસંભાળ કરી રહ્યા છે.
-
દિલકુશ રિપોર્ટર એ 2016માં આ સિરિયલને અલવિદા કહ્યુ હતુ અને ત્યારબાદથી તેઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે.
-
આ સિરિયલમાં બાવરીનું પાત્ર ભજવનાર કલાકાર મોનિકા ભદૌરિયા (Monika Bhadoria) હાલ ટ્રાવેલિંગ એક્સપીરિયન્સ લઇ રહી છે.
-
એક્ટ્રેસ ઝીલ મહેતા (Zil Mehta) આ સિરિયલમાંથી બહાર નીકળ્યા બાદ હવે એડ (જાહેરાત) ઇન્ડસ્ટ્રીઝમાં એક્ટિવ છે.
