-
સ્પેશિયલ ઓપ્સ સીઝન 1 વર્ષ 2020 માં રિલીઝ થઇ હતી, હવે સ્પેશિયલ ઓપ્સ ની નવી સીઝન આજે 18 જુલાઈએ ઓટીટી પર રિલીઝ થાય છે, દર્શકો લાંબા સમયથી આ સ્પાય થ્રિલર સિરીઝની રાહ જોઈ રહ્યા હતા. કે કે મેનન અભિનીત આ વેબ સિરીઝના ચાહકો માટે સારા સમાચાર છે. અહીં જાણો સ્પેશિયલ ઓપ્સ સીઝન 2 (Special Ops Season 2) વિશે બધું જ.
-
સ્પેશિયલ ઓપ્સ સીઝન 2 રિલીઝ ડેટ : સ્પેશિયલ ઓપ્સ સીઝન 2 આજે 18 જુલાઈ, 2025 ના રોજ JioHotstar પર સ્ટ્રીમ થશે. અગાઉ આ સિરીઝ 11 જુલાઈના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ અમુક કારણોસર તેને 18 જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવી છે. સારી વાત એ છે કે, આ વખતે બધા એપિસોડ એકસાથે રિલીઝ થશે, જેથી દર્શકો તેને એકસાથે જોઈ શકશે.
-
સ્પેશિયલ ઓપ્સ સીઝન 2 સ્ટોરી : સ્પેશિયલ ઓપ્સ સીઝન 2 માં હિમ્મત સિંહ (કે કે મેનન) અને તેની ટીમ સાયબર-આતંકવાદ સામે લડશે. આ વખતે ખતરો માત્ર ગોળીઓ અને બોમ્બથી નથી, પરંતુ કમ્પ્યુટર સ્ક્રીનથી છે. ભારતની ડિજિટલ સિસ્ટમ્સ, UPI ફ્રેમવર્ક અને મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવતા એક મોટા સાયબર-હુમલાની સ્ટોરી છે.
-
એક ટોપ વૈજ્ઞાનિકના અપહરણ અને એક RAW એજન્ટની હત્યા સાથે સ્ટોરી શરૂ થાય છે. હિમ્મત સિંહ અને તેની ટીમ આ રહસ્યને ઉકેલવા અને દેશને મોટા ખતરાથી બચાવવા માટે નવી અને પડકારજનક મિશન પર નીકળી પડશે. આ સિઝન AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ના જોખમો અને ડિજિટલ વોર પર પણ પ્રકાશ પાડશે. હિમ્મત સિંહના અંગત જીવન, ખાસ કરીને તેની પુત્રી સાથેના સંબંધોને પણ ભાવનાત્મક ઊંડાણ સાથે દર્શાવવામાં આવશે.
-
સ્પેશિયલ ઓપ્સ 2 : આ સિરીઝનું નિર્માણ નીરજ પાંડે અને શિવમ નાયરે કર્યું છે. નીરજ પાંડે “ફ્રાઈડે સ્ટોરીટેલર્સ” બેનર હેઠળ આ શોનું નિર્માણ પણ કરી રહ્યા છે. આ વેબ સિરીઝનું સત્તાવાર ટ્રેલર 16 જૂન, 2025 ના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલરમાં સાયબર-આતંકવાદના જોખમ સામે હિમ્મત સિંહ અને તેની ટીમને લડતા દર્શાવવામાં આવ્યા છે, જે દર્શકોને ઉત્સાહિત કરશે.
