-
હાલમાં સોશિયલ મીડિયા પર એક ફેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રશ્મિકા મંદાના બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. આ વીડિયો જોયા પછી કોઈપણ વ્યક્તિ છેતરાઈ શકે છે. આ વીડિયો જોયા બાદ અમિતાભ બચ્ચન સહિત અનેક બોલિવૂડ સેલેબ્સે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
-
આ સિવાય ખુદ રશ્મિકા મંદન્નાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘તે દુઃખી છે કે લોકો ટેક્નોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે જેના કારણે આપણે બધા કેટલા સુરક્ષિત છીએ.’
-
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ઝારા પટેલ નામની એક છોકરી છે, જેના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે અને તેના પર રશ્મિકા મંદાનાનો ચહેરાને સુપર ઈમ્પોઝ કરવામાં આવ્યો છે.
-
ઝારા પટેલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાં જણાવ્યું કે, તે બ્રિટિશ-ભારતીય મૂળની છે.
-
ઝારાએ પોતાને ફુલ ટાઈમ ડેટા એન્જિનિયર ગણાવી છે.
-
ઝારાના ઈન્સ્ટાગ્રામ પર 4 લાખ 36 હજારથી વધુ ફોલોઅર્સ છે.
-
ઝારા અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ પર ચાહકો માટે તેના હોટ વીડિયો અને ફોટા શેર કરે છે.
-
ઝારાએ વીડિયોનું ઓરિજિનલ વર્ઝન શેર કર્યું છે જે 9 ઑક્ટોબરે એડિટ અને શેર કરવામાં આવ્યું હતું.
-
ઝારાનો આ વીડિયો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની મદદથી એડિટ કરવામાં આવ્યો હતો અને રશ્મિકાનો ચહેરો સુપર ઈમ્પોઝ કરવામાં આવ્યો હતો.