-
બોલિવૂડમાં ઘણી એવી જોડીઓ છે જેઓ પહેલીવાર સ્ક્રીન પર દેખાયા ત્યારે લોકોના દિલ જીતી લીધા હતા. આ કપલ્સની કેમેસ્ટ્રી અને એક્ટિંગ એટલી અદભૂત હતી કે દર્શકોને તેમને સાથે જોવાનું પસંદ આવ્યું. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘એનિમલ’ માં બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની રશ્મિકા મંદાનાની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મમાં બંને વચ્ચેની કેમેસ્ટ્રીને તેમના ચાહકોએ ખૂબ વખાણી છે. રણબીર અને રશ્મિકાએ પહેલીવાર સાથે કામ કર્યું છે. રણબીર અને રશ્મિકા પહેલા ઘણા એવી જોડીઓ હતી જેને લોકોએ પસંદ કર્યા હતા. ચાલો જાણીએ આવી જોડી વિશે. (Still From Film)
-
શ્રદ્ધા કપૂર-રણબીર કપૂર
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની જોડી પહેલીવાર ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’માં જોવા મળી હતી. લોકોએ આ જોડીને ઘણો પ્રેમ આપ્યો. (Still From Film) -
આદિત્ય રોય કપૂર-શ્રદ્ધા કપૂર
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફિલ્મ ‘આશિકી 2’ માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બંનેએ પોતાની એક્ટિંગ અને કેમેસ્ટ્રીથી લોકોને દિવાના બનાવી દીધા હતા. (Still From Film) -
કાર્તિક આર્યન-કિયારા અડવાણી
કિયારા અડવાણી અને કાર્તિક આર્યન પહેલીવાર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’માં સાથે જોવા મળ્યા હતા. ફિલ્મમાં આ બંનેની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. (Still From Film) -
કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની જોડી પહેલીવાર ફિલ્મ ‘શેરશાહ’ માં સાથે જોવા મળી હતી. ફિલ્મમાં બંને વચ્ચેની કેમેસ્ટ્રી લોકોને પસંદ પડી હતી. (Still From Film) -
રણવીર સિંહ-દીપિકા પાદુકોણ
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી પહેલીવાર ફિલ્મ ‘રામ લીલા’માં સાથે જોવા મળી હતી. ફિલ્મની સાથે સાથે તેમની જોડી પણ લોકોને પસંદ આવી હતી. (Still From Film) -
રાજકુમાર રાવ-ભૂમિ પેડનેકર
ફિલ્મ ‘બધાઈ દો’ માં રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની જોડીને પસંદ કરવામાં આવી હતી. (Still From Film)