-
Places to visit in Diwali: ઘણા લોકો માટે વેકેશન પ્લાન કરવા માટે દિવાળીની રજાઓ શ્રેષ્ઠ સમય હોય છે. આ દરમિયાન લોકો ઘણીવાર તેમની રજાઓમાં શનિવાર અને રવિવારનો સમાવેશ કરે છે અને પાંચથી સાત દિવસની ટૂર પર જાય છે. જો તમે પણ આ વેકેશન દરમિયાન ભારતની અંદર ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે કેટલીક બેસ્ટ જગ્યાઓની યાદી લાવ્યા છીએ જ્યાં તમે દિવાળીની મજા માણી શકો છો અને રજાઓ પણ ઉજવી શકો છો.
-
Ayodhya: ભગવાન શ્રી રામનું જન્મસ્થળ હોવાના કારણે દિવાળી પર આ સ્થળની ભવ્યતા અને ચમક જોવા જેવી છે. ગત વખતે દિવાળીના દિવસે અહીં એકસાથે ત્રણ લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા અને આ પ્રસંગને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.
-
Amritsar: અમૃતસર મુખ્યત્વે સુવર્ણ મંદિર માટે જાણીતું છે. અહીં દિવાળી ખૂબ જ અલગ અંદાજમાં ઉજવવામાં આવે છે. જો તમે આ સમયે અમૃતસર જાવ તો અહીં ફટાકડાની મજા માણી શકો છો. આ સાથે જ અહીં સળગતા દીવા અને લાઈટો વાતાવરણને ખૂબ જ સુંદર બનાવે છે.
-
Varanasi: હિન્દુઓ માટે આ સ્થળનું વિશેષ મહત્ત્વ છે. જો તમે દિવાળી દરમિયાન અહીં આવો છો તો તમે આખી રાત ફટાકડાની મજા માણી શકો છો. અહીં દિવાળી પર યોજાતી ગંગા આરતીની સાથે, જ્યારે ઘાટ પર સેંકડો દીવા અને મીણબત્તીઓ પ્રગટાવવામાં આવે છે (જેને પછી નદીમાં વિસર્જિત કરાય છે), ત્યારે તે જોવાલાયક નજારો હોય છે.
-
Udaipur: દિવાળીની ઉજવણી માટે સૌથી લોકપ્રિય સ્થળો પૈકીનું એક ઉદયપુર છે. દિવાળી દરમિયાન આ સ્થાનને લાઇટ અને ફટાકડાથી શણગારવામાં આવે છે અને પ્રકાશિત કરવામાં આવે છે જે પિચોલા નામના તળાવ પર પ્રતિબિંબિત થાય છે. અહીંનું બીજું આકર્ષણ ઉદયપુર લાઇટ ફેસ્ટિવલ છે જેનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. ત્યાં જ દિવાળી દરમિયાન ભારતમાં જે અન્ય સ્થળોની મુલાકાત લઈ શકાય છે તે છે જયપુર, ગોવા, દિલ્હી, અમદાવાદ, કોલકાતા, મદુરાઈ, પુષ્કર, ગુજરાત, મૈસુર અને મુંબઈ વગેરે.