-
બોલીવૂડ (Bollywood) ના ઘણા એવા કલાકારો (Actors) છે જેમની પાસે આજે પૈસા અને પ્રસિદ્ધિની કોઈ કમી નથી. જો કે, આ કલાકારોએ તેમના જીવનમાં ઘણો ખરાબ સમય (Actors bad times) પણ જોયો છે. ખરાબ સમયમાં કેટલાક કલાકારોને તેમની પત્ની (wife) તરફથી આર્થિક મદદ મળી હતી. ચાલો આવા કેટલાક લોકપ્રિય નામો પર એક નજર કરીએ :
-
પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) : પંકજ ત્રિપાઠી આજે પોતાની કારકિર્દીની ઉંચાઈ પર છે. પરંતુ ક્યારેક એક રોલ મેળવવા માટે તેમને ઘરે-ઘરે ભટકવું પડતું હતું. એ ખરાબ સમયમાં તેમની પત્ની મૃદુલાએ તેમનો ઘણો સાથ આપ્યો.
-
તે દિવસોમાં પંકજ ત્રિપાઠીની પત્ની શિક્ષિકા હતી. પંકજ ત્રિપાઠી પર કોઈ બોજ ન પડે તે માટે તેમણે ઘર ચલાવવાની જવાબદારી સંભળાવી અને જવાબદારી ઉપાડી લીધી.
-
બોબી દેઓલ (Bobby Deol) ના કરિયરમાં એક સમય એવો આવ્યો જ્યારે તેની પાસે કોઈ કામ નહોતું. તે નશાનો આદતી બની ગયો ગયો. ત્યારબાદ તેની પત્ની તાન્યાએ આર્થિક મોરચે ઘર સંભાળ્યું.
-
મનીષ પૉલ (manish paul) : એક્ટર મનીષ પૉલે પણ પોતાના કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. મનીષે પોતે નેશનલ ટીવી પર ઘણી વખત કહ્યું છે કે, તે ઘણા સમયથી બેરોજગાર હતો. આવા સમયે તેમની પત્નીએ હંમેશા આર્થિક જવાબદારી પોતાના માથે લીધી.
-
આયુષ્માન ખુરાના (ayushmann khurrana) – આયુષ્માન ખુરાનાના સંઘર્ષના દિવસોમાં તેની પત્ની તાહિરાએ તેને ક્યારેય પૈસાની સમસ્યાનો અનુભવ થવા દીધો નથી.
-
પરમીત સેઠી (parmeet sethi) – પરમીત સેઠીના ખરાબ સમયમાં પણ તેમની પત્ની અર્ચના પુરણ સિંહે તેમને પૂરો સાથ આપ્યો હતો.
-
શાહરૂખ ખાન (Shahrukh Khan) – શાહરૂખ ખાને આજે તે જ્યાં છે ત્યાં સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. સંઘર્ષના એ દિવસોમાં ગૌરી ખાન કમાણી કરતી અને ઘર ચલાવતી હતી.
-
તસવીરોઃ સોશિયલ મીડિયા