-
આદિપુરુષ અભિનેત્રી કૃતિ સેનન એ તાજેતરમાં પોતાનું પ્રોડકશન હાઉસ શરૂ કર્યું છે. જેની જાણકારી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આપી છે. કૃતિ સેનને પોતાના પ્રોડકશન હાઉસનું નામ બ્લ્યુ બટરફ્લાય ફિલ્મ્સ રાખ્યું છે. (Photos – kritisanon Instagram)
-
કૃતિ સેનને શરુ કરેલ પ્રોડકશન હાઉસને લઇને ઇન્ડસ્ટ્રીના સૌ કોઇ તેણીને શુભેચ્છા સંદેશ આપી રહ્યા છે. કૃતિ સેનનના ફેન્સને લાગી રહ્યું છે કે ક્રિતી સેનનના આ પ્રોડકશન હાઉસ સાથે સુશાંત સિંહ રાજપૂતનું કનેકશન છે. ફેન્સનું કહેવું છે કે, તે આ કરીને સુશાંત સિંહને ટ્રીબ્યૂટ આપી રહી છે. (Photos – ટ્વિટર પ્રીસા ઐયર)
-
કૃતિ સેનને પોતાના પ્રોડકશન હાઉસ અંગે જાણકારી આપતાં લખ્યું છે કે, આ 9 વર્ષોમાં તેણીએ ઇન્ડસ્ટ્રીમાં રહીને ઘણું શીખ્યું છે. હવે વધુ કંઇક નવું શીખવાનો સમય છે. તેણીએ ખુશી વ્યક્ત કરતાં પોતાની બહેનને પણ અહીં ટેગ કરી છે. (Photos – kritisanon Instagram)
-
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનના ફેન્સને લાગી રહ્યું છે કે, તેણીએ આ પ્રોડકશન હાઉસ દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને સમર્પિત છે. (Photos – ટ્વિટર ફેનપેજ સુનીલ કુમાર)
-
કૃતિ સેનને પોતાના પ્રોડકશન હાઉસની જાહેરાત કરી તો બીજી તરફ એમના પ્રશંસકોએ સુશાંત સિંહ રાજપૂત સાથેની એમની જુની ચેટ શોધી લીધી. ((Photos – ટ્વિટર NRPEnter)
-
એક પ્રશંસકે રેડિટનો સ્ક્રિનશોટ શેર કર્યો છે. જેમાં કૃતિ સેનન સુશાંત સિંહ સાથે છે અને પુછી રહી છે કે તે બ્લ્યુ બટરફ્લાયનો ઉપયોગ કેમ કરે છે. કૃતિ એ વખતે સુશાંત સિંહ સાથે ડેટ કરી રહી હતી. જવાબમાં સુશાંત સિંહ કહે છે કે, તેને બ્લ્યુ બટરફ્લાય ગમે છે. (Photos – NRMedia)
-
સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનને રાબતા ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંનેની જોડીના ખૂબ વખાણ થયા હતા. બંનેના અફેરની પણ ચર્ચાઓ ઉઠી હતી. જોકે બંનેમાંથી કોઇએ પણ આ અંગે કંઇ ખુલાસો કર્યો ન હતો. સુશાંત સિંહના મોત બાદ કૃતિ ઘણી દુ:ખી થઇ હતી. તે અંતિમ સંસ્કારમાં પણ જોડાઇ હતી. (Photos – Sushantsingrajput)