-
શાહરૂખ ખાન આજે 2 નવેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ પ્રસંગ પર ચાહકોને ભેટ મળી છે. તેની આગામી ફિલ્મ ડંકીનું ટીઝર રિલીઝ કરી દેવાયું છે. ડંકીનું ટીઝર ખૂબ જ રોમાંચક છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.
-
રાજકુમાર હિરાણના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ ડંકી 22મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. પ્રભાસની સાલર પણ તે જ દિવસે રિલીઝ થશે.
-
રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત ડિંકી, શાહરૂખ ખાન અને તાપસી પન્નુ મુખ્ય ભૂમિકામાં છે.
-
આ ફિલ્મમાં વિકી કૌશલ અને ધર્મેન્દ્ર પણ છે. ટીઝરમાં વિકી કૌશલનું પાત્ર ખૂબ જ રસપ્રદ લાગી રહ્યું છે.
-
બોમન ઈરાની અને સતીશ શાહ જેવા અનુભવી કલાકારો પણ આ ફિલ્મમાં પોતાની પ્રતિભા દર્શાવતા નજર આવી રહ્યા છે.
-
ઘણી વેબ સિરીઝમાં જોવા મળી ચૂકેલા વિક્રમ કોચર પણ ફિલ્મ ડંકીમાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.
-
ટીવી સિરિયલ ભાભી જી ઘર પર હૈમાં મનમોહન તિવારીના રોલથી લોકપ્રિય બનેલા એક્ટર રોહિતેશ ગૌર પણ ડંકીમાં જોવા મળશે.
-
આ તસવીરમાં ફિલ્મની સમગ્ર કાસ્ટની નામ સહિત એક ઝલક જોવા મળી રહી છે.
-
તમને જણાવી દઈએ કે પઠાણ અને જવાન પછી વર્ષ 2023માં રિલીઝ થનારી શાહરૂખ ખાનની આ ત્રીજી ફિલ્મ છે.