-
Bigg Boss 18 Contestants Name List 2024
બિગ બોસ ઓટીટી 3 સીઝન તાજેતરમાં જ સમાપ્ત થયા બાદ હવે ટીવીનો સૌથી મોટો રિયાલિટી શો કહેવાતો બિગ બોસ 18 પણ શરૂ થવા જઈ રહ્યો છે. બિગ બોસ 18 સીઝનના સ્પર્ધકોને લઇ ઘણા નામ સામે આવી રહ્યા છે ત્યારે તમને જણાવી દઇયે કે, આ વખતે બિગ બોસના ઘરમાં યૂટ્યૂબર્સ અને એક્ટર્સ વચ્ચે ટક્કર થવાની છે. (Photo: Social Media) -
બિગ બોસ 18 ક્યારે થી શરૂ થશે
બિગ બોસ 18 જોવા માટે દર્શકો આતુર થયા છે. બિગ બોસ 18 સીઝન આગામી 18 ઓક્ટોબર કલર્સ ચેનલ પર પ્રસારિત થવાની છે. બિગ બોસ શો સાથે જોડાયેલા સમાચાર આપતા ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વખતના સ્પર્ધકોને લઇને સમાચાર શેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ સિઝનમાં કોણ ભાગ લેવા જઈ રહ્યું છે. (Photo: Social Media) -
બિગ બોસ 18 સીઝન માટે પ્રથમ સ્પર્ધકનું નામ કન્ફર્મ (Shoaib Ibrahim)
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા કક્કરનો પતિ અને એક્ટર શોએબ ઇબ્રાહિમ આ શોમાં ભાગ લેવા જઈ રહ્યો છે. શોના પ્રથમ કન્ફર્મ કન્ટેસ્ટન્ટ તરીકે શોએબ ઇબ્રાહિમનું નામ સામે આવી ચૂક્યું છે.
આ ઉપરાંત ફિલ્મ અભિનેત્રી સમીરા રેડ્ડી, સ્પ્લિટ્સવિલા 15 ફેમ કશિશ કપૂર, ટીવી અભિનેત્રી પૂજા શર્મા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝૈન સૈફી, ચા બનાવવાના પોતાના ટેલેન્ટ માટે ફેમસ ડોલી ચાયવાલા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મિસ્ટર ફૈઝુ, બિગ બોસ ઓટીટી 2 ના રનર અપ અભિષેક મલ્હાન, શીઝાન ખાન પણ બિગ બોસ 18 સીઝનમાં જોવા મળી શકે છે. તેમજ પોતાના બીજા લગ્નને કારણે સમસ્યાનો સામનો કરનાર દલજીત કૌરનું નામ પણ ચર્ચામાં છે. જો કે તે બિગ બોસ 13 સીઝનમાં પણ જોવા મળી ચૂકી છે. (Photo: @shoaib2087) -
બિગ બોસ 18 સીઝન સંભવિત સ્પર્ધકના નામ
બંગાળી અભિનેત્રી અને રાજકારણી નુસરત જહાં, અભિનેત્રી એલિસ કૌશિક, યુટ્યુબર અને અભિનેતા હર્ષ બેનીવાલ, ટીવી અભિનેત્રી સુરભી જ્યોતિ, કરણ પટેલ અને સોમી અલી કન્ફર્મ સ્પર્ધક માનવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સોમી અલી શોના હોસ્ટ સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે અને તેના પર રોજ આરોપ લગાવતી રહે છે. -
નુસરત જહાં (Nusrat Jahan)
નુસરત જહાં બંગાળની જાણીતી ટીવી એક્ટ્રેસ અને ટીએમસીની પૂર્વ સાંસદ પણ રહી ચૂકી છે. તેમજ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી ચૂકી છે. (Photo: @nusratchirps) -
શીઝાન ખાન (Sheezan Khan)
શીઝાન ખાન બિગ બોસ 17 માં IX ફલક નાઝનો ભાઈ છે અને તેના પર ટીવી અભિનેત્રી તુનીષા શર્માને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો, જેના માટે તેને જેલમાં રહેવું પડ્યું હતું. ઉપરાંત તે ખતરોં કે ખિલાડી માં પણ દેખાયો હતો. (PHoto: @sheezan9) -
દલજીત કૌર (Dalljiet Kaur)
દલજીત કૌર બિગ બોસ 13 સીઝનમાં જોવા મળી ચૂકી છે અને તે બિગ બોસની 16મી સીઝનમાં આવેલી શાલિન ભનોટની એક્સ વાઇફ છે. હાલ તે પોતાના બીજા લગ્નમાં આવેલી સમસ્યાઓને કારણે હેડલાઇન્સમાં છે. (Photo: @kaurdalljiet) -
હર્ષ બેનીવાલ (Harsh Beniwal Youtuber)
ફેમસ યૂટ્યૂબર અને કોમેડિયન હર્ષ બેનીવાલ કહેવામાં આવી રહ્યું છે કે તે બિગ બોસ 18માં જોવા મળી શકે છે. (Photo: @harshbeniwal) -
સોમી અલી (Somy Ali)
સલમાન ખાન એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સોમી અલી પણ આ બિગ બોસ 18 સીઝનમાં જોવા મળી શકે છે. જો કે હજુ સુધી તેના નામને લઇને કોઇ પુષ્ટી થઇ નથી. (Photo: @realsomyali) -
એલિસ કૌશિક (Aice Kaushik)
પંડ્યા સ્ટોર માં રવિ પંડ્યાની ભૂમિકા ભજવનાર એલિસ કૌશિકને બિગ બોસ 18 સીઝન માટે પણ અપ્રોચ કરવામાં આવ્યો છે. (Photo: @licekaushikofficial) -
ફૈઝલ શેખ (મિ. ફૈજુ) (Fisal Shaikh)
બિગ બોસ ઓટીટી 3 ગેસ્ટ તરીકે આવેલા ફૈઝલ ઉર્ફ મિસ્ટર ફૈઝુ વિશેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે બિગ બોસ 18 માં સ્પર્ધક તરીકે જોવા મળી શકે છે. (Photo: @mr_faisu_07) -
દીપિકા આર્ય (Depika Arya)
યૂટ્યૂબર તહેલકાની પત્ની દીપિકા આર્યા સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. આવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે સલમાન ખાનના આ રિયાલિટી શોનો ભાગ બની શકે છે. (Photo: @epika_aryaa) -
પૂજા શર્મા (Pooja Sharma)
નવા મહાભારત માં દ્રૌપદીનું પાત્ર ભજવ્યા બાદ ખ્યાતિ મેળવનાર અભિનેત્રી પૂજા શર્મા બિગ બોસ 18 સીઝનમાં ભાગ લે તેવી શક્યતા છે. તે મહાકાળી – અંત હીં આરંભ સિરિયલમાં દેવી પાર્વતીના રોલમાં પણ જોવા મળી ચૂકી છે.(Photo: @poojabsharma) -
દિગ્વિજય સિંહ રાઠી (Dgvijay Singh Rathee)
રિયાલિટી શો સ્પ્લિટ્સવિલા એક્સ5 જોવા મળેલ દિગ્વિજય સિંહ રાઠીનું નામ પણ સામે આવી રહ્યું છે. (Photo: @digvijay_rathee) -
સુરભી જ્યોતિ (Srbhi Jyoti)
કુબૂલ હૈ અને નાગિન જેવી ટીવી સિરિયલમાં જોવા મળેલી અભિનેત્રી સુરભી જ્યોતિ પણ સલમાન ખાનના આ રિયાલિટી શોમાં ભાગ લઈ શકે તેવી ચર્ચા છે. (Photo: @surbhijyoti) -
ડોલી ચાયવાલા (Dlly Chaiwala)
ડોલી ચાયવાલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તે પોતાની ચા બનાવવાની યુનિક સ્ટાઇલ માટે જાણીતો છે. મોટા મોટા સેલેબ્સે તેની ચા પીવા આવે છે. બિગ બોસ ઓટીટી 3 માં તે આવશે તેવી અટકળો થવા લાગી હતી, જો કે કોઇ કારણસર તે આ શોમાં ભાગ લઇ શક્યો નહોતો. (Photo: @dolly_ki_tapri_nagpur) -
સમિરા રેડ્ડી (Sameera Reddy)
સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગથી લોકપ્રિય થયેલી એક્ટ્રેસ સમીરા રેડ્ડીને લઇ એવી ચર્ચા છે કે તે બિગ બોસ 18માં જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી છેલ્લા 11 વર્ષથી મોટા પડદાથી દૂર છે. (PHoto: @reddysameera) -
કરણ પટેલ (Karan Patel)
યે હૈ મોહબ્બતેં ફેમ એક્ટર કરણ પટેલનું નામ ચર્ચામાં છે કે તે સલમાન ખાનના શો બિગ બોસ 18માં જોવા મળી શકે છે. (Photo: @karan9198) -
ઝૈન સૈફી (Zayn Saifi)
સોશિયલ મીડિયા સ્ટાર ઝૈન સૈફની ઇન્સ્ટાગ્રામ પર સારી ફેન ફોલોઇંગ છે. તેના 90 લાખ ફોલોઅર્સ છે. તે પોતાના કોમેડી વીડિયો માટે જાણીતો છે. (Photo: @zayn.saifi2)
જો કે બિગ બોસ 18 સીઝનના સ્પર્ધકોની આ સત્તાવાર યાદી નથી, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર આ નામોની ચર્ચા વધી રહી છે. બિગ બોસ ઓટીટી 3 સીઝન સલમાન ખાન નહીં પણ અનિલ કપૂરે હોસ્ટ કરી હતી, તેથી ચાહકો એ વાતને લઇ ચિંતિંત છે કે આ વખતે તેમનો ફેવરિટ હોસ્ટ સલમાન ખાન આ શોમાં દેખાવાનો છે કે નહીં.