-
shravan 2023 Upay : શ્રાવણ મહિનાનો દરેક દિવસ ભગવાન શિવને સમર્પિત હોય છે. શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પૂજા કરવાથી સુખ, સૌભાગ્ય, ધન- સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ ભોળાનાથ પોતાના ભક્તોને દરેક કષ્ટમાંથી બચાવે છે.
-
આ વર્ષે શ્રાવણ મહિનો ખુબ જ ખાસ છે કારણ કે 19 વર્ષ બાદ શ્રાવણ અને અધિકમાસ પણ આવે છે. હવે શ્રાવણ માસ એક નહીં બે માસનો છે. આ માટે હવે ભોલેનાથની પૂજા કરવા માટે બે મહિના મળ્યા છે. શ્રાવણ મહિનામાં ભગવાન શંકરની પૂજા કરવાની સાથે સાથે જ્યોતિષ ઉપાયો કરી શકાય. જેનાથી સુખ-સમૃદ્ધિ અને ધન સંપદાની પ્રાપ્તિ થાય છે.
-
રોકાયેલા કાર્યો માટે : જો તમે શ્રાવણના સોમવારનું વ્રત ન રાખો તો તમારે ભોલેનાથની વિધિવત પૂજા કરવાની સાથે સાથે બિલીપત્ર અર્પણ કરવા જોઇએ. બિલીપત્ર અર્પણ કરતા સમયે ત્રણેય પત્તા પર સફેદ ચંદન લગાવો. આવું કરવાથી ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે. અને સુખ સમૃદ્ધિના આશિર્વાદ આપે છે.
-
ભાગ્ય ચમકાવવા માટે : જો તમારી કિસ્મત બિલ્કુલ પણ સાથ ન આપતી હોય તો શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથને જળ અર્પણ કરો. સાથે જ મંદિર જતા સમયે નંદીના પાછળના પગે સ્પર્શ કરો. આવું કરવાથી ભાગ્યનો પુરો સાથ મળી શકે છે.
-
નોકરી માટે : જો તમારે નોકરીમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવી રહી છે અથવા લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છો તો સફળતા નથી મળી રહી તો એક ધતૂરો લો તેને હળદળના લેપમાં લપેટો. ત્યારબાદ ભોળાનાથને ચઢાવો.. આવું કરવાથી સફળતા ચોક્કસ પ્રાપ્ત થશે.
-
ડિસક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી જાણકારીની સટીકતા અથવા વિશ્વસનીયતાની કોઇ ગેરન્ટી નથી. વિવિધ માધ્યમો જેવા કે જ્યોતિષિયો,પંચાંગ, માન્યતાઓ અથવા ધર્મગ્રંથોથી સંગ્રહિત કરીને આ જાણકારીઓ તમારા સુધી પહોંચાડી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. આને સાચી અને સિદ્ધ હોવાનું પ્રામાણિકતા આપી શકીએ નહીં. કોઇપણ પ્રકારના ઉપાયો કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ ચોક્કસ લો..