-
રામનવમીની અયોધ્યા સહિત દેશભરમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. આથી રામ લલ્લાના દર્શન કરવા મોટી સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા પહોંચ્યા છે. રામનવમી પર અયોધ્યા મંદિરમાં બિરાજમાન રામલલ્લાના કપાળ પર બપોરે સૂર્ય તિલકના દર્શન કરી ભક્તો ભાવવિભોર થઇ ગયા છે. તેમજ રામ લલ્લાની મૂર્તિ ખાસ શ્રૃંગાર કરવામાં આવ્યો છે. તેમજ રામનવમીના દિવસે પ્રભુ રામના મસ્તક ઉપર જે સૂર્વણ હીરાજડિત મુગટનો ગુજરાત ખાસ પણ ખાસ કનેક્શન છે. (Photo – @ShriRamTeerth)
-
અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામનવમી છે. પ્રભુ રામના દર્શન કરવા અયોધ્યાના રામ મંદિરમાં સવારથી જ ભક્તોની લાંબી લાઇનો લાગી હતી. (Photo – @ShriRamTeerth)
-
બાલક રામ ઉપરાંત પ્રભુ રામ અને તેમના ત્રણ ભાઈની મૂર્તિની પણ સ્નાન અને શ્રૃંગાર વિધિ કરવામાં આવ્યા હતા. (Photo – @ShriRamTeerth)
-
રામનવમી નિમિત્તે પ્રભુ રામની વિશેષ પૂજા કરવામાં આવી હતી. અયોધ્યામાં નવ નિમિર્તિ મંદિરમાં બિરાજમાન પ્રભુ રામની મૂર્તિને પંચામૃત સ્નાન કરાયુ હતુ. પ્રભુ રામની આ મૂર્તિને બાલક રામ કહેવામાં આવે છે. (Photo – @ShriRamTeerth)
-
અયોધ્યામાં બિરાજમાન પ્રભુ રામની આ સુંદર પ્રતિમા શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે. આ મૂર્તિમાં રામ પ્રભુનું સ્વરૂપ 5 વર્ષના બાળકનું છે. રામ લલ્લાની આ મૂર્તિ ઉંચાઇ 51 ઈંચ છે. (Photo – @ShriRamTeerth)
-
આ મૂર્તિમાં ભગવાન રામના મસ્તક પાસે સૂર્ય, સ્વસ્તિક, ઓમ, ગદા અને ચક્ર કોતરેલા છે. તેમજ રામ લલ્લાની મૂર્તિમાં ભગવાન વિષ્ણુના 10 અવતાર – મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ પણ જોવા મળશે. આ સંપૂર્ણ પ્રતિમા એક જ પથ્થરમાંથી કોતરવામાં આવી છે. (Photo – @ShriRamTeerth)
-
રામનવમી પર અયોધ્યા મંદિરમાં બિરાજમાન રામ લલ્લાની મૂર્તિ પર સૂર્ય તિલક થયુ હતુ. બપોર 12 કલાક રામજીની મૂર્તિ પર 3 મિનિટ સુધી સૂર્ય તિલકનો અલૌકિક દ્રશ્ય જોવા મળ્યો છે. (Photo – @ShriRamTeerth)
-
રામનવમી પર પ્રભુ રામજીની દિવ્ય મૂર્તિને હીરા – મોતીથી જડીત કિંમત આભૂષણોનો શ્રૃંગાર કરવામં આવ્યો હતો. બાલક રામનું આ અલૌકિક સ્વરૂપ જઇ ભક્તો ભાવવિભોર થયા છે. (Photo – @ShriRamTeerth)
-
રામનવમી નિમિત્તે ભગવાન રામની મૂર્તિે જે સુવર્ણ જડિત મુગટ પહેરાવવામાં આવ્યો હતો તેનુ ગુજરાત સાથે ખાસ કનેક્શન છે. આ મુગટ ગુજરાતના સુરતના હીરાના વેપારી મુકેશ પટેલે પ્રભુ રામના ચરણમાં અર્પણ કર્યો છે. (Photo – @ShriRamTeerth)
-
રામ લલ્લાના આ મુગટનું કુલ વજન 6 કિલો છે જેમાં 4 કિલો સોનું છે. ઉપરાંત તેમાં નાના – મોટા કદના હીરા, માણેક અને પન્ના જેવા રત્નો જડવામાં આવ્યા છે. આ હીરા જડિત સુવર્ણ મુગટની કિંમત 11 કરોડ રૂપિયા છે. (Photo – @ShriRamTeerth)
-
તમને જણાવી દઇયે કે 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેશ અને વિદેશમાંથી જાણીતિ હસ્તીઓ સહિત ઘણા સાધુ – સંતોને આમંત્રણ આપવામાં આવ્યું હતુ. (Photo – @ShriRamTeerth)