-
રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર
રક્ષાબંધન તહેવાર ભાઈ બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ભાઈને રાખડી બાંધતી વખતે નાની ભૂલો તેના જીવન પર નકારાત્મક અસર કરે છે.
(Photo: Freepik) -
રક્ષાબંધન પર કેવી રાખડી પસંદ કરવી
આમાંથી એક બાબત છે યોગ્ય રાખડીની પસંદગી ન કરવી. રાખડી પસંદ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી આ તહેવાર સંપૂર્ણ રીતે શુભ અને મંગલમય રહે. આવો જાણીએ રક્ષાબંધન પર ભાઈને કેવી રાખડી ન બાંધવી જોઈએ.
(Photo: Freepik) -
તૂટેલી રાખડી
બહેને ભાઈને ક્યારેય તૂટેલી અને ભગ્ન રાખડી ન બાંધવી જોઈએ, કારણ કે તે શુભ નથી હોતી. તેથી રાખડી ખરીદતી વખતે તે તુટેલી કે ભાંગેલી નથી તે ધ્યાનથી જુઓ.
(Photo Source: Bing AI Image Creator) -
રાખડી નો રંગ
બહેને ભાઈને કાળા કે વાદળી રંગની રાખડી ન બાંધવી જોઈએ. આ બંને રંગો જીવન પર નકારાત્મક અસર કરે છે. લાલ, પીળા કે ગુલાબી રંગની રાખડી શુભ માનવામાં આવે છે.
(Photo: Social Media) -
પ્લાસ્ટિકની રાખડી ન બાંધવી
ભાઈના કાંડા પર પ્લાસ્ટિકની રાખડી ન બાંધો. પ્લાસ્ટિક અશુદ્ધ વસ્તુ માંથી બનેલું છે, તેથી તેને અશુભ માનવામાં આવે છે.
((Photo: Social Media) -
અશુભ ચિહ્ન અને કાર્ટુન વાળી રાખડી ન બાંધવી
રાખડી ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેના પર કોઈ અશુભ ચિન્હ ન હોય, જેમ કે – ક્રોસવાળી રાખડી, અડધું વર્તુળ. આ સાથે કાર્ટૂનવાળી રાખડીની પણ બાળકો પર ખરાબ અસર પડે છે. બાળકોને કાર્ટૂન ગમે છે, પરંતુ તેમને તેમના હાથ પર બાંધશો નહીં.
(Photo: Social Media) -
દેવી દેવતાઓના ફોટા વાળી રાખડી
ઘણી બહેનો ભાઈની સલામતી અને ભગવાનના આશીર્વાદ મળે તેવી ઇચ્છા સાથે દેવી દેવતાઓ – ભગવાનના ફોટા અને ધાર્મિક પ્રતીકોના ચિત્રો વાળા રાખડી બાંધે છે. પરંતુ માન્યતા મુજબ ભાઈને આવી રાખડી ન બાંધવી જોઈએ, કારણ કે દેવી-દેવતાઓની રાખડી અશુદ્ધ થઈ જાય તો તેને ભગવાનનું અપમાન માનવામાં આવે છે.
(Photo: Social Media) -
રક્ષાબંધન પર ભાઇને વૈદિક રાખડી બાંધો
ભારતની વૈદિક સંસ્કૃતિમાં રક્ષાબંધન પર ભાઈને વૈદિક રાખડી બાંધવાની પરંપરા છે. વૈદિક રાખડી દુર્વા ઘાસ, અક્ષત (ચોખા), ચંદન, કેસર, સરસવના દાણા અને નાડાછડી માંથી બને છે. વૈદિક રાખડી એક પ્રકારનું રક્ષાસૂત્ર છે, જે ભાઈની રક્ષા કરે છે.
(Photo Source: Bing AI Image Creator)
