mysterious shakti peeth: નવરાત્રી (navratri) એટલે આદ્યશક્તિ જગજનની માતાજીની પૂજા-આરાધનાનું પર્વ. ભારતમાં સતી માતાના 51 શક્તિપીઠ (51 shakti peeth) આવેલા છે અને દરેક શક્તિપીઠનું પોતાનું આગવું મહત્વ છે. કેટલાંક શક્તિપીઠ ભારતમાં અને કેટલાંક પડોશી દેશ શક્તિપીઠ નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકામાં આવેલા છે. આ 51માંથી કેટલાંક શક્તિપીઠ (mysterious shakti peeth) તેમની મહત્તા અને ચમત્કારોના લીધે દુનિયાભરમાં પ્રખ્યાત છે અને દર વર્ષે લાખો ભક્તો શ્રદ્ધા-ભક્તિ અને જિજ્ઞાસા સાથે દર્શન કરવા આવે છે. આ મંદિરોના ચમત્કારોની સામે વિજ્ઞાન પણ હાર માની ચૂક્યુ છે. તો ચાલો જાણીયે આવા શક્તિપીઠો વિશે
-
જ્વાલા દેવી, કાંગડા હિમાચલ પ્રદેશ
51 શક્તિપીઠોમાં જ્વાલા દેવી (jwala devi)નું મંદિર સૌથી અનોખું અને મહત્વપૂર્ણ છે. આ મંદિરમાં માતાજી કોઇ મૂર્તિ સ્વરૂપે નહીં પણ જ્યોતિ એટલે કે અગ્નિ સ્વરૂપે બિરાજમાન છે. અહીં માતાજીની સાત જ્યોતિ હજારો વર્ષોથી તેલ કે ઘી વગર પ્રગટી રહી છે. -
આ સાતેય જ્યોતિના નામ – મહાકાલી, અન્નપૂર્ણા, ચંડી, હિંગલાજ, વિંધ્યવાસની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજદેવી છે. અહીં માતા સતીની જીભ પડી હતી, આથી તેને શક્તિપીઠ માનવામાં આવે છે. જ્વાલા માતાના ચમત્કાર સામે હાર માની અકબર રાજા એ માતાજીને સોનાનું છત્ર અર્પણ કર્યુ હતુ.
-
કામાખ્યા મંદિર, ગુવાહાટી, અસમ
અસમમાં ગુવાહાટી ખાતે આવેલુ કામાખ્યા દેવીનું (kamakhya devi) મંદિર મંત્ર-તંત્રની સાધના માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીંઆ સ્થળે સતી માતાના શરીરનો ગુપ્તભાગ એટલે કે યોનીપ્રદેશનો પડ્યો હતો અને અહી તેની જ પૂજા કરવામાં આવે છે. -
આ સ્થળે
દૂર-દૂરથી લોકો તંત્ર-મંત્રની સાધના કરવા અને શિખવા માટે આવે છે. આ મંદિરની સૌથી વિશેષ વાત એ છે કે, અહીંયા માતાજી રાજસ્વાલા એટલે કે માસિકધર્મમાં આવે છે અને આ જ બાબતના લીધે તે દુનિયાભરમાં અનેરું ધ્યાન ધરાવે છે. -
મૈહર મંદિર (શારદા દેવી) મધ્યપ્રદેશ
મૈહર દેવીનું (maihar devi) મંદિર પણ તેના ચમત્કારના લીધે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર કહ્યુ છે. આ મંદિર મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ત્રિકુટા પર્વત આવેલુ છે, આ મંદિરના માતાજી શારદા દેવી તરીકે પણ ઓળખાય છે. અહીં માતા સતીનો હાર પડ્યો હોવાનું કહેવાય છે. મૈહરનો અર્થ માતાનો હાર થાય છે. -
એવું કહેવાય છે કે મંદિરમાં દેવી શારદાની પ્રથમ પૂજા પૂજારી દ્વારા નહીં પરંતુ તેના પરમ ભક્ત ‘અલ્હા-ઉદલ’ કરે છે. રાત્રે આરતી થયા બાદ મંદિરના દરવાજા બંધ થઇ જાય છે પરંતુ જ્યારે સવારમાં મંદિર ખુલે છે ત્યારે દરરોજ દેવી માતાની મૂર્તિ પાસે તાજા ફૂલો જોવા મળે છે. મંદિરના દરવાજા બંધ હોય છે તેમ છતાં માતાજીના ચરણોમાં કોણ ફૂલ ચઢાવી જાય છે એ રહસ્ય આજ સુધી જાણી શકાયુ નથી.