-
પ્રયાગરાજના મહાકુંભ મેળામાં દેશભરમાંથી જ નહીં પરંતુ દુનિયાભરમાંથી ભક્તો પવિત્ર સંગમમાં સ્નાન કરવા માટે પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં કરોડો લોકોએ પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું છે. (તસવીર: Mahakumbh/X)
-
મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો છે. 26 જાન્યુઆરી 2025 સુધીમાં 13.21 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી છે. (તસવીર: Mahakumbh/X)
-
મહાકુંભમાં સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સની પત્ની લૌરીન પોવેલ જોબ્સ ઉપરાંત ઘણા અન્ય વિદેશી ભક્તોની ખૂબ ચર્ચા થઈ હતી. (તસવીર: Mahakumbh/X)
-
મહાકુંભની ઘણી તસવીરો આખી દુનિયામાં વાયરલ થઈ છે. હવે નાસાના એક અવકાશયાત્રીએ મહાકુંભની તસવીરો પણ જાહેર કરી છે. (તસવીર: Mahakumbh/X)
-
આ ફોટા અંતરિક્ષમાંથી લેવામાં આવી હતી અને અવકાશયાત્રી ડોન પેટિટે તેમના ટ્વિટર એકાઉન્ટ (હવે X) પર શેર કર્યા હતા. (તસવીર: Mahakumbh/X)
-
ડોન પેટિટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પરથી મહાકુંભની આ તસવીરો લીધી છે. (તસવીર: Don Pettit/X)
-
આ તસવીરોમાં પ્રયાગરાજનું સંગમ શહેર પ્રકાશથી ઝગમગતું દેખાય છે. આ તસવીરો રાત્રે અવકાશમાંથી લેવામાં આવી હતી. (તસવીર: Don Pettit/X)
