-
Happy Dhanteras 2024 Wishes Message : ધનતેરસ શુભેકામના સંદેશ
દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. ધનતેરસ થી શરૂ થતો 5 દિવસનો દિવાળી તહેવાર ભાઈબીજ પર સમાપ્ત થયા છે. આસો વદ તેરસને ધનતેરસ કહેવાય છે. આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત કુબેર દેવ અને દેવોના વૈદ્ય ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે.
Happy Dhanteras 2024
(Photo: Freepik) -
ધનતેરસની હાર્દિક શુભકામના
આજના ડિજિટલ યુગમાં સમય સાથે તહેવારોની ઉજવણીની રીત પણ બદલાઇ છે. હવે લોકો ઓનલાઇન વોટ્સઅપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા ડિજિટલ માધ્યમો વડે પોતાના પરિવારજન, પ્રિયજન અને મિત્રોને તહેવારની શુભકામના પાઠવે છે. અહીં ધનતેરસની શુભકામના પાઠવવા માટે અમુક ખાસ પોસ્ટર ઈમેજ તમારી સમક્ષ રજૂ કવામાં આવ્યા છે, જે તમારા મિત્રો અને પ્રિયજનોને મોકલી ધનતેરસ તહેવારની શુભેચ્છા પાઠવી શકો છો.
Happy Dhanteras 2024
(Photo: Freepik) -
ધનતેરસ પર માતા લક્ષ્મી સાથે ભગવાન કુબેરની પૂજા કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન ઘરમાં ધન સંપત્તિ અને પૈસા આવતા રહે છે. ધનતેરસની રાત્રી ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ઘરની બહાર દીપક પ્રગટાવવામાં આવે છે અને રંગબેરંગી લાઈટ અને રંગોળીથી સુશોભન કરવામાં આવે છે.
Happy Dhanteras 2024
(Photo: Freepik) -
સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને આરોગ્યના પાવન પર્વ ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. તમારું હૃદય હંમેશા પ્રેમ, સદ્ભાવના અને સંવાદિતાની સંપત્તિથી ભરેલું રહે તેવી કામના કરું છું.
ધનતેરસની હાર્દિક શુભકામના
Happy Dhanteras 2024
(Photo: Freepik) -
માતા મહાલક્ષ્મી અને ધન અધિપતિ કુબેરની પૂજા અર્ચનાના મંગલમય પર્વ ધનતેરસની આપને હાર્દિક શુભકામનાઓ. આવનારું મંગલ વર્ષ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન અને શાંતિ લાવનારું બની રહે એજ પ્રાર્થના.
ધનતેરસની શુભેચ્છા
Happy Dhanteras 2024
(Photo: Freepik)