-
Ambaji Bhadarvi Poonam Melo 2024, અંબાજી ભાદરવી પૂનમ મેળો: અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો આજથી શરૂ થઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે મહામેળાનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે બનાસકાંઠા એસપી અક્ષયરાજ પણ હાજર રહ્યા હતા.(તસવીર – @CollectorBK)
-
માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા-અર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવોએ રથને થોડેક સુધી ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. (તસવીર – @CollectorBK)
-
બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા અંબાજી આવતા ભક્તો અને પદયાત્રીઓ નો જરૂરી તમામ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, (તસવીર – @TempleAmbaji)
-
અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન આરતીનો સમય આ પ્રમાણે રહેશે. (તસવીર – @TempleAmbaji)
-
સેવા કેમ્પમાં આરામ માટે ડોમ, શૌચાલય, સુરક્ષા વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરા, પાર્કિંગ તથા મફત ભોજનની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. (તસવીર – @TempleAmbaji)
-
રોડ રસ્તાઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે. (તસવીર – @TempleAmbaji)
-
અંબાજી મોટી સંખ્યામાં પગપાળા સંઘો આવતા જોવા મળી રહ્યા છે. સેવાભાવી સંસ્થાઓ અને ઘણા દાતા દ્વારા પર ઠેર-ઠેર સેવા કેમ્પો ગોઠવવામાં આવ્યા છે. (તસવીર – @TempleAmbaji)
-
અંબાજીના મેળા દરમિયાન મા અંબેના મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. (તસવીર – @TempleAmbaji)
