scorecardresearch
Premium

Year Ender 2024: વર્ષ 2024માં બનેલી આ ઘટનાઓએ આખી દુનિયાને પ્રભાવિત કરી, જેની અસર લાંબા સમય સુધી જોવા મળશે

Year Ender 2024, World: વર્ષ 2024ની વિદાયમાં થોડાક જ દિવસો બાકી છે અને દુનિયા નવા વર્ષની ઉજવણી માટે તૈયાર છે. વર્ષ 2024 સમાપ્ત થવામાં હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ સમયે અમે તમને આ વર્ષની કેટલીક ઘટનાઓ વિશે જણાવીશું જેને આખી દુનિયાને પ્રભાવિત કરી છે.

Year Ender 2024, World Year Ender 2024, 2024 big events
Year Ender 2024 | વર્ષ 2024માં દુનિયાએ ગંભીર સંકટોનો સામનો કર્યો છે. (તસવીર: Express File Photo)

Year Ender 2024, World: વર્ષ 2024ની વિદાયમાં થોડાક જ દિવસો બાકી છે અને દુનિયા નવા વર્ષની ઉજવણી માટે તૈયાર છે. વર્ષ 2024 સમાપ્ત થવામાં હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ સમયે અમે તમને આ વર્ષની કેટલીક ઘટનાઓ વિશે જણાવીશું જેને આખી દુનિયાને પ્રભાવિત કરી છે. વર્ષ 2024માં દુનિયાએ ગંભીર સંકટોનો સામનો કર્યો છે. વિશ્વ આખામાં ઘણી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ અને દુર્ઘટનાઓ બની છે જે ન માત્ર પ્રભાવિત કરનારી રહી પરંતુ તેની અસર લાંબા સમય સુધી જોવા પણ મળી.

પ્રાકૃતિક આપદાઓ

વર્ષ 2024 માં ઘણી જગ્યાએ કુદરતનો કહેર જોવા મળ્યો હતો. જાન્યુઆરીમાં ટોક્યોમાં 7.8ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપે આખા શહેરને બાનમાં લીધુ અને ઘણી ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ. હજારો લોકો બેઘર થઈ ગયા અને સેંકડો લોકોના મોત નિપજ્યા હતા. ભૂકંપ બાદ આવનારા આફ્ટરશોક્સની સ્થિતિએ વધુ ગંભીર બનાવી દીધા. માત્ર જાપાન જ નહીં પરંતુ અમેરિકાથી લઈ અફઘાનિસ્તાન સુધી દુનિયાના તમામ ભાગોમાં ભૂકંપે લોકોમાં દહેશત પેદા કરી દીધી હતી.

યુદ્ધ અને સંઘર્ષ

2024 big events, new year, Tsunami, earthquake, war
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. (Express Photo)

વર્ષ 2024 માં ઘણા દેશોમાં યુદ્ધો અને સંઘર્ષો ચાલુ રહ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચેના સંઘર્ષમાં હજારો લોકો માર્યા ગયા છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે. ત્યાં જ મધ્ય પૂર્વમાં સીરિયા અને યમન અગ્રણી સાથે સંઘર્ષ ચાલુ રહ્યો છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. એક સમય એવો આવ્યો જ્યારે દુનિયાને લાગ્યું કે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વધી શકે છે.

રોગચાળાનો ફેલાવો

Tsunami, earthquake, war, ebola virus,
વર્ષ 2024માં આફ્રિકાના ઘણા ભાગોમાં ઇબોલા અને અન્ય ચેપી રોગોનો પ્રકોપ ચાલુ રહ્યો હતો.

COVID-19 ના નવા વેરિયન્ટ સાથે 2024 માં અન્ય એક જીવલેણ રોગચાળાએ દસ્તક આપી હતી. આ રોગચાળો આફ્રિકા અને એશિયાના ઘણા ભાગોમાં ફેલાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, 12 જૂન, 2024 સુધીમાં વિશ્વભરમાં મંકીપોક્સના 97,281 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં મંકીપોક્સના કારણે દુનિયામાં 208 લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ તેને મહામારી જાહેર કરી હતી.

આ પણ વાંચો: વર્ષ 2025 માં પ્રથમ સૂર્ય ગ્રહણ ક્યારે છે? અત્યારે જ નોંધી લો તારીખ અને સમય

આરોગ્ય સંકટ

આફ્રિકાના ઘણા ભાગોમાં ઇબોલા અને અન્ય ચેપી રોગોનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. જેની હજારો લોકોને અસર થઈ હતી. આફ્રિકા બાદ ફિલિપાઈન્સમાં પણ એક કેસ જોવા મળ્યો હતો. આ રોગ ગિનીના દૂરના વિસ્તાર ડેજેરેકોરમાં થયો હતો પરંતુ લાખો લોકોને તેની અસર થઈ છે.

પર્યાવરણ સંબંધિત પડકારો

Year Ender 2024, World Year Ender 2024, 2024 big events,
આબોહવા પરિવર્તનને કારણે હિમનદીઓ પીગળી રહી છે. (Express Photo)

2024માં વિશ્વભરમાં પ્રદૂષણનું સ્તર વધતુ ગયું. ચીન, ભારત અને અન્ય વિકાસશીલ દેશોમાં પ્રદૂષણને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી છે. યુનિસેફ અને ‘હેલ્થ ઇફેક્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ’ (HEI) દ્વારા જાહેર કરાયેલ સંયુક્ત રિપોર્ટ ‘સ્ટેટ ઑફ ધ ગ્લોબલ એર-2024’માં જણાવવામાં આવ્યું હતું કે 2021માં સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદૂષણને કારણે કુલ 81 લાખ લોકોના મોત થયા હતા અને તે સૌથી આઘાતજનક છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે પ્રદૂષિત હવાના કારણે આ 81 લાખ લોકોમાંથી 7.09 લાખ બાળકો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હતા.

આબોહવા પરિવર્તન

આબોહવા પરિવર્તનને કારણે હિમનદીઓ પીગળી રહી છે. દરિયાની સપાટીમાં વધારો થયો છે અને વધુ ને વધુ કુદરતી આફતો આવી છે. ક્લાઈમેટ ચેન્જ પરના નવા વિશ્લેષણાત્મક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જો ગ્લોબલ વોર્મિંગનું સ્તર 2 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ પહોંચશે તો આગામી સદીમાં એક અબજ લોકો મૃત્યુ પામશે.

Web Title: Year ender 2024 events that happened in 2024 affected world the effect will be visible long time rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×