scorecardresearch
Premium

World Savings Day 2024 : વિશ્વ બચત દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ

World Savings Day 2024 : વિશ્વ બચત દિવસ દર વર્ષે 30 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે તેને વર્લ્ડ સેવિંગ્સ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. જાણો ભારતમાં એક દિવસ પહેલા કેમ ઉજવણી કરવામાં આવે છે

World Savings Day 2024, World Savings Day
World Savings Day 2024 : વિશ્વ બચત દિવસ દર વર્ષે 30 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે (Pics : Canva)

World Savings Day 2024 : વિશ્વ બચત દિવસ દર વર્ષે 30 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસ બચતના મહત્વને પ્રોત્સાહન આપવાનો છે. તેને વર્લ્ડ સેવિંગ્સ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને આર્થિક સ્થિરતા, રોકાણના મહત્વ અને નાણાકીય આત્મનિર્ભરતાના સંદેશને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.

વિશ્વ બચત દિવસનો ઈતિહાસ

વિશ્વ બચત દિવસની શરૂઆત 31 ઓક્ટોબર 1924ના રોજ ઈટાલીના મિલાનમાં ઈન્ટરનેશનલ સેવિંગ્સ બેંક કોંગ્રેસ દરમિયાન થઈ હતી. તેનો ઉદ્દેશ્ય લોકોને બચતના મહત્વને સમજવા અને નાણાકીય સુરક્ષા તરફ પ્રેરિત કરવાનો હતો. જોકે ભારતમાં વિશ્વ બચત દિવસ એક દિવસ પહેલા એટલે કે 30 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવ્યું હતું કારણ કે 31 ઓક્ટોબર 1984ના રોજ તત્કાલીન ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. ત્યારથી ભારતમાં 30 ઓક્ટોબરે વિશ્વ બચત દિવસ ઉજવવામાં આવે છે

વિશ્વ બચત દિવસનું મહત્વ

ભારતમાં આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને નિયમિત બચત માટે જાગૃત કરવાનો અને નાણાકીય આયોજનના મહત્વને સમજવાનો છે. વધતા જતા ઉપભોક્તાવાદ અને જીવનશૈલીમાં બદલાવના કારણે બચત કરવાની ટેવ ધીમે ધીમે ઘટી રહી છે. આવી સ્થિતિમાં વિશ્વ બચત દિવસ આપણને યાદ અપાવે છે કે બચત માત્ર આર્થિક કટોકટીનો સામનો કરવામાં મદદરૂપ નથી, પરંતુ તે ભવિષ્યને સુરક્ષિત કરવાનો માર્ગ પણ મોકળો કરે છે.

આ પણ વાંચો – આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ કેમ મનાવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ

વિશ્વ બચત દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?

વિશ્વ બચત દિવસ પર વિવિધ નાણાકીય સંસ્થાઓ, બેંકો અને શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. તેમાં નાણાકીય સાક્ષરતા સેમિનાર, વર્કશોપ અને જાગૃતિ અભિયાનનો સમાવેશ થાય છે. બેંકો ગ્રાહકોને વિશેષ યોજનાઓ અને બચત ખાતાના લાભો વિશે પણ માહિતી આપે છે.

Web Title: World savings day 2024 date history and significance ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×