scorecardresearch
Premium

World Human Rights Day : કેમ મનાવવામાં આવે છે વિશ્વ માનવ અધિકાર દિવસ, જાણો ઇતિહાસ અને મહત્વ

World Human Rights Day 2024 : વિશ્વ માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરે ઉજવાય આવે છે. માનવ અધિકાર એટલે વિશ્વમાં રહેતા દરેક માનવી મળેલા કેટલાક વિશેષ અધિકારો

World human rights day, World human rights day 2024, human rights day
World Human Rights Day 2024 : વિશ્વ માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરે ઉજવાય આવે છે (Photo – Freepik)

World Human Rights Day 2024 : વિશ્વ માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરે ઉજવાય આવે છે. માનવ અધિકાર એટલે વિશ્વમાં રહેતા દરેક માનવી મળેલા કેટલાક વિશેષ અધિકારો, જે વિશ્વને એક તાંતણે બાંધે છે. દરેક મનુષ્યનું રક્ષણ કરે છે અને તેને વિશ્વમાં મુક્તપણે જીવવા દે છે. કોઈ પણ માનવી સાથે કોઈપણ કિંમતે કોઈ ભેદભાવ ના હોય, સમસ્યાઓ ન હોય, બધા સુખ શાંતિથી પોતાનું જીવન જીવી શકે તેથી માનવ અધિકારો બનાવવામાં આવ્યા હતા . તેમાં દેશની પ્રગતિને ધ્યાનમાં રાખીને તેમાં શિક્ષણના અધિકાર જેવા અનેક સામાજિક અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વિશ્વ માનવ અધિકાર દિવસ ઇતિહાસ

વિશ્વ માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરે ઉજવાય આવે છે. આ મહત્વપૂર્ણ દિવસનો પાયો વિશ્વ યુદ્ધની ભયાનકતાથી પીડિત લોકોની પીડાને સમજીને અને અનુભવીને નંખાયો હતો. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 10 ડિસેમ્બર, 1948ના રોજ માનવ અધિકારની સાર્વત્રિક ઘોષણાને સત્તાવાર માન્યતા આપી હતી. આ પછી વર્ષ 1950માં સંયુક્ત રાષ્ટ્ર સંઘે દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ ‘વિશ્વ માનવ અધિકાર દિવસ’ ઉજવવાનું નક્કી કર્યું હતું. કોઈપણ માનવીને જીવન, સ્વતંત્રતા, સમાનતા અને આદરનો અધિકાર છે માનવ અધિકાર. ‘ભારતીય બંધારણ’ માત્ર આ અધિકારની બાંયધરી આપતું નથી, પરંતુ જે કોઈ તેનું ઉલ્લંઘન કરે છે તેને અદાલત સજા પણ કરી શકે છે.

ભારતના લોકશાહી બંધારણમાં માનવ અધિકારને વિશેષ સ્થાન આપવામાં આવ્યુ છે. ભારતમાં માનવ અધિકાર અધિનિયમ 28 સપ્ટેમ્બર, 1993થી અમલમાં આવ્યો છે. 12 ઓક્ટોબર, 1993ના રોજ સરકારે ‘રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ’ની રચના કરી હતી. કમિશનના આદેશમાં નાગરિક અને રાજકીય તેમજ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – કેમ મનાવવામાં આવે છે વિશ્વ માટી દિવસ, જાણો ઇતિહાસ અને મહત્વ

માનવ અધિકાર શું છે?

માનવ અધિકારનો અર્થ એ છે કે મનુષ્યને તે તમામ અધિકારો આપવા, જે વ્યક્તિના જીવન, સ્વતંત્રતા, સમાનતા અને ગૌરવ સાથે સંબંધિત છે. આ તમામ અધિકારો ભારતીય બંધારણના ભાગ-3માં મૂળભૂત અધિકારોના નામે મોજૂદ છે અને આ અધિકારોનો ભંગ કરનારને કોર્ટ દ્વારા સજા કરવામાં આવે છે.

માનવ અધિકારોનું મહત્વ

આ દુનિયાના તમામ લોકો અધિકારોની દ્રષ્ટિએ સમાન છે. જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ, રાજકીય અથવા અન્ય અભિપ્રાય, રાષ્ટ્રીયતા અથવા સામાજિક મૂળ, મિલકત, જન્મ વગેરેના આધારે દેશમાં લોકોમાં કોઈ ભેદભાવ હોઈ શકતો નથી તેથી માનવ અધિકારોની રચના કરવામાં આવી હતી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંજોગોમાં કોઈને ગુલામ બનાવી શકે નહીં. આપણે બધા ઈશ્વરના સંતાન છીએ, કોઈ સરકાર કે સંસ્થા કોઈની સાથે ભેદભાવ કરી શકે નહીં.

Web Title: World human rights day 2024 date history theme and significance ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×