World Emoji Day 2024 History And Importance: આજના ડિજિટલ મીડિયા જગતમાં લોકો ફોન પર વાત કરવાને બદલે ચેટિંગ કરવાનું વધારે પસંદ કરે છે. સાથે જ લોકો હવે ચેટિંગ માટે શબ્દ કરતા ઇમોજીનો વધુ ઉપયોગ કરે છે. ઇમોજી તમારી લાગણીઓને વધુ સારી રીતે સમજાવવાની એક સરળ રીત છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનું પ્રથમ ઇમોજી કોણે બનાવ્યું? તેને ઇમોજી શા માટે કહેવામાં આવે છે? જો નહીં, તો અહીં અમે આ પ્રશ્નોના જવાબ આપવા જઈ રહ્યા છીએ, સાથે જ વર્લ્ડ ઇમોજી ડેનો ઇતિહાસ પણ જણાવીશું
દુનિયાનું પ્રથમ ઇમોજી કોણે બનાવ્યું હતું?
વર્ષ 1999માં જાપાનીઝ મોબાઈલ ઓપરેટિંગ કંપની શિગેતાકા કુરિતા નામના એક જાપાની પ્રોગ્રામરે પ્રથમ ઇમોજી બનાવ્યું હતું. તે સમયે શિગેતાકાએ મોબાઇલ ઇન્ટીગ્રેટેડ સર્વિસ આઇ-મોડને રિલીઝ કરવા માટે 176 અલગ અલગ ઇમોજીસ બનાવ્યા હતા, ત્યારબાદ ફરી વર્ષ 2010માં યૂનિકોઇ એ ઇમોજીના ઉપયોગને માન્યતા આપી હતી.

વર્લ્ડ ઇમોજી ડે ઇતિહાસ (World Emoji Day History)
વિશ્વ ઇમોજી દિવસના ઇતિહાસ ની વાત કરીયે તો વર્લ્ડ ઇમોજી ડે ઉજવવાની શરૂઆત વર્ષ 2017માં થઇ છે . વર્ષ 2017માં એપલના એન્જિનિયર જેરેમી બર્જેએ 17 જુલાઈની તારીખ સાથે એક કેલેન્ડર ઈમોજી ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ બાદ ટ્વેમોજીના કો-ફાઉન્ડર મેટ ડેનિયલ્સે 17 જુલાઇને વર્લ્ડ ઇમોજી ડે તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ત્યારથી દર વર્ષે 17 જુલાઇએ વર્લ્ડ ઇમોજી ડે ઉજવવામાં આવે છે.
ઇમોજી કેમ કહેવામાં આવે છે?
હકીકતમાં ઇમોજી શબ્દમાં ઇ (E) નો અર્થ પિક્ચર અને મોજી નો અર્થ કેરેક્ટર થાય છે. એટલે કે પિક્ચર કેરેક્ટરને શોર્ટ ફોર્મમાં ઇમોજી કહેવામાં આવે છે.