scorecardresearch
Premium

પરમાણુ હુમલા બાદ પણ વંદાઓ કેમ મરતા નથી, જાણો તેની પાછળનું કારણ?

વૈજ્ઞાનિકોએ જ્યારે વંદાઓ પર રિચર્ચ કર્યુ ત્યારે જાણવા મળ્યું કે, વંદાઓનુ શરિર રેડિએશનને ખમી શકે છે અને એજ કારણ હતુ કે, હિરોસિમા અને નાગાસાકી પર થયેલા હુમલામાં વંદાઓ પોતાને બચાવામા સફળ રહ્યાં હતા.

cockroaches, nuclear attack, survive, nuclear,
હિરોસિમા અને નાગાસાકી પર થયેલા હુમલામાં વંદાઓ પોતાને બચાવામા સફળ રહ્યાં હતા. (તસવીર: Freepik)

દુનિયા જેમ-જેમ આગળ વધી રહી છે તેમ-તેમ તણાવ, સંઘર્ષ અને યુદ્ધના વાદળો પણ ઘેરાઈ રહ્યા છે, સાથે જ પરમાણુ હથીયારોનો ખતરો વધતો જાય છે. છેલ્લી વાર પરમાણુ બોમનો ઉપયોગ જાપાનના હિરોસિમા અને નાગાસાકિ પર થયો હતો. જેમા આખા શહેનો વિનાશ થયો હતો અને લાખો લાકો મૃત્યું પામ્યાં હતા.

જોકે, બિજા વિશ્વ યુદ્ધ પછી પરમાણુ હથીયારોના રિપોર્ટ આવ્યાં ત્યારે આખી દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો હતો. રિપોર્ટમાં જાણવા મળ્યું હતુ કે, પરમાણુ બોમ્બથી નિકળતા રેડિએશનથી જ્યાં જીવન પુરી રિતે ખત્મ થઈ ગયુ હતુ, ત્યા વંદાઓ જીવતા નિકળી આવ્યાં હતા. જીવોની આ પ્રજાતિ પોતાને પરમાણુ હુમલામાં પણ સુરક્ષિત રાખવામાં સફળ રહી હતી.

બિજા વિશ્વ યુદ્ધના આ રિપોર્ટ ખુબ જ આશ્ચર્ય પમાડે એવા હતા, કારણ કે પરમાણુ હુમલામાં એકબાજુ એક આખુ શહેરની સભ્યતા નાશ પામી હતી, ત્યા આ વંદાઓ કેવી રિતે સુરક્ષિત રહ્યાં હતા? ઘણા વૈજ્ઞાનિકોએ આના પર રિસર્ચ પણ શરુ કર્યુ, જેમાં એવી વાત સામે આવી જે ખુબજ વિચિત્ર હતી. તો આવો જાણીયે કે, વંદાઓ વિષે એવુ તે શુ જાણવા મળ્યુ.

માણસોથી વધારે ઘણુ રેડિએશન ખમી શકે છે?

વૈજ્ઞાનિકોએ જ્યારે વંદાઓ પર રિચર્ચ કર્યુ ત્યારે જાણવા મળ્યું કે, વંદાઓનુ શરિર રેડિએશનને ખમી શકે છે અને એજ કારણ હતુ કે, હિરોસિમા અને નાગાસાકી પર થયેલા હુમલામાં વંદાઓ પોતાને બચાવામા સફળ રહ્યાં હતા. ફક્ત એજ વંદાઓ મૃત્યુ પામ્યાં હતા જે વિસ્ફોટ પછી સીધી આ ગરમી અને ઉર્જાના સંપર્કમાં આવ્યા હતા.

આ પણ વાંચો: PM મોદીના ભાષણની 10 મોટી વાતો, પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં આપી દીધી ચેતવણી

કેટલુ રેડીએશન ખમી શકે છે વંદાઓ?

રિસર્ચમા સામે આવ્યું હતુ કે, વંદાઓનુ શરીર 10000 રૈડને ખમી લેવામાં સક્ષમ છે, ત્યા માણસોનું મૃત્યું 800 રૈડ સુધી થઈ શકે છે. રિપોર્ટમાં સામે આવ્યું કે, જાપાનમા થયેલા પરમાણુ હુમલામાં 10,300 રૈડની ગામા રેંજ નિકળી હતી, જે માણસોને મોતની ઉંઘમાં સુવડાવા માટે કાફી હતું. પરંતુ વંદાઓનું શરીર આને ખમી શકતુ હતુ. આનુ એક કારણ બીજુ પણ હતુ કે આપણા માનવ શરીરમાં કોશિકાઓ ખુબજ ઝડપી વિભાજીત થતી હોય છે, જેટલુ જલદી કોશિકાઓનુ વિભાજન થાય, એટલુજ રેડિએશનો ખતરો વધી જાય. તેમજ વંદાઓમાં આ પ્રકિયા ખુબજ ધીમી જોવા મળે છે. ત્યાં જ વંદાઓમાં અઠવાડિયામાં એક જ વાર કોશિકાઓનુ વિભાજન થતુ હોય છે, જેના કારણે તેમના પર રેડિએશની અસર થતી નથી, જેટલી કે આપણા માણસોમાં જોવા મળે છે.

Web Title: Why do cockroaches not die even after a nuclear attack know what is the reason rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×