Google Trends: ‘લોકો નોકરી છોડીને નથી જતા, બોસને છોડીને જાય છે’ – People don’t quit jobs they quit bosses- આ લાઈન તમે વાંચી હશે? હાલમાં જ સોશિયલ મીડિયાની ચર્ચાઓનો એક મહત્ત્વનો વિષય છે. જેની શરૂઆત થઈ એક પોસ્ટથી, જેમાં એક કંપનીના બોસનો સ્ક્રિન શોટ શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા હેન્ડલ @quitbytext તરફથી પોસ્ટ કરવામાં આવેલ થ્રેડ્સમાં લખ્યું છે કે આ મેલ કંપનીના કર્મચારીઓને કરવામાં આવ્યો હતો.
મેલમાં બોસે રાજીનામું આપનારા ત્રણ કર્મચારીઓ પર ગંભીર ન થવાનો આરોપ લગાવતા લખ્યું કે એમ્પલોઈ આ પ્રકારે કંપનીને છોડીને ન જઈ શકે.
બોસે લખ્યું કે, ખુબ જ જલ્દી એક નવો નિયમ લાગુ કરવામાં આવશે, જે અંતર્ગત કર્મચારીઓને રાજીનામું આપતા પહેલા ત્રણ મહિનાની નોટીસ આપવાની રહેશે અને તે જરૂરી રહેશે. કારણ કે તેઓ જ્યારે કંપની સાથે જોડાયા હતા ત્યારે તેમને ત્રણ મહિનાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદ, મહેસાણા, વડોદારા, અંકલેશ્વર ONGCમાં બમ્પર નોકરીઓ
તે ત્યાં જ ન રોકાયો, બોસે લખ્યું કે નવા નિયમો અંતર્ગત નોટીસ સર્વ કરનારા કર્મચારીઓ પાસે દરરોજ દર કલાકના હિસાબે 6 ડોલર કાપવામાં આવશે. તેમને નવા કર્મચારીઓને પણ ટ્રેનિંગ આપવાની રહેશે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેણે નવા નિયમો અંતર્ગત લખ્યું કે કર્મચારીઓને આ દરમિયાન 30 કલાક વધુ કામ કરવાનું રહેશે. જ્યાં સુધી નવા કર્મચારીઓ સંપૂર્ણ રીતે ટ્રેન ન થઈ જાય.
લોકો પોતાના અનુભવો શેર કરી રહ્યા છે
આ પોસ્ટના સામે આવ્યા બાદ ઘણા લોકોએ પોતાના અનુભવો શેર કર્યા છે. એક યૂઝરે લખ્યું,”લોકો નોકરી નથી છોડતા, તેઓ બોસને છોડે છે. આ માણસ નથી જોઈ રહ્યો કે તે શું કરી રહ્યો છે. મેં મારી પાછલી નોકરી દોઢ અઠવાડિયાની નોટીસમાં છોડી દીધી હતી, તેમણે મને કહ્યું હતું કે હું તે દિવસે નોકરી છોડી દઉ. આ લોકો ક્યારેય તમને સપોર્ટ કરશે નહીં.” આ પ્રકારની ઘણા અનુભવો લોકો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે.