scorecardresearch
Premium

પાણીપુરી અને ગોબી મંચુરિયન વેચનારાઓ સામે કેમ સતત કાર્યવાહી થઈ રહી છે?

Action Against Artificial Food Colouring User in Karnataka : ખાદ્ય વસ્તુઓમાં કૃત્રિમ ફૂડ કલરનો ઉપયોગ કરનાર પાણીપુરી, ગોબી મન્ચુરિયન, કોટન કેન્ડી, ચિકન કબાબ સહિતના વેપારીઓ સામે કર્ણાટકમાં ફૂડ વિભાગની કાર્યવાહી.

Action Against Artificial Food Colouring User in Karnataka
કર્ણાટકમાં ફૂડ કલરનો ઉપયો

Food Safety and Standards Authority Of India, સનથ પ્રસાદ : કર્ણાટકના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે ગોબી મંચુરિયન અને પાણીપુરી જેવા સ્ટ્રીટ ફૂડ વેચનારાઓ સામે જબરદસ્ત કાર્યવાહી શરૂ કરી છે. ફૂડ બિઝનેસ ઓપરેટરો (FBOs) દ્વારા કૃત્રિમ ફૂડ કલર્સ અને અન્ય કેન્સર પેદા કરતા ઘટકોના ઉપયોગ સામે રાજ્યભરમાં કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા પાંચ મહિનામાં, ફૂડ સેફ્ટી વિભાગે FBOs ની અસ્વચ્છ પ્રથાઓને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓના અહેવાલો પછી પરીક્ષણ માટે 4,000 ખાદ્ય નમૂનાઓ એકત્રિત કર્યા છે.

ફરિયાદો પછી કાર્યવાહી

કર્ણાટક ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ કમિશનના કમિશનર શ્રીનિવાસ કેએ જણાવ્યું હતું કે, અમુક ખાદ્ય ચીજોનું સેવન કર્યા પછી તેમને ઉલ્ટી, ઝાડા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓની ફરિયાદો મળી છે.

પરિણામે, વિભાગે કૃત્રિમ કલરિંગ એજન્ટોના ઉપયોગ સામે પગલાં લેવાનું નક્કી કર્યું. માર્ચથી, ફૂડ વિભાગે ગોબી મંચુરિયન, કોટન કેન્ડી અને ચિકન કબાબ જેવી ખાદ્ય વસ્તુઓમાં આવા ખાદ્ય કલરના ઘટકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા ત્રણ આદેશો જાહેર કર્યા છે.

પાણીપુરી અને શવર્માના નમૂનાઓમાં કાર્સિનોજેન્સ (જે સંભવિત રીતે કેન્સરનું કારણ બની શકે છે) અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક બેક્ટેરિયા મળી આવ્યા બાદ જુલાઈની શરૂઆતમાં નવીનતમ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

હાનિકારક કલરિંગ એજન્ટો

ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા પરીક્ષણ કરાયેલા નમૂનાઓ પરથી જાણવા મળ્યું હતું કે, ખાદ્ય ચીજોમાં કૃત્રિમ કલરિંગ એજન્ટો જેવા કે ટાર્ટ્રાઝિન, સનસેટ યલો, રોડામાઇન બી અને બ્રિલિયન્ટ બ્લુનો સમાવેશ થાય છે.

ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એજન્ટો કેન્સરનું કારણ બની શકે છે અથવા ડાયાબિટીસ, કિડની ફેલ્યોર અને અન્ય ગૂંચવણો તરફ દોરી શકે છે.

વાસ્તવમાં, રોડામાઇન B – જેનો ઉપયોગ લાલ રંગ આપવા માટે થાય છે – સામાન્ય રીતે કપડાં જેવી ઘણી સામગ્રીમાં રંગ ઉમેરવા માટે કૃત્રિમ રંગ તરીકે વપરાય છે. રંગના સંપર્કમાં આવવાથી આંખને નુકસાન થઈ શકે છે અને શ્વસન માર્ગમાં બળતરા થઈ શકે છે.

FBO સામે કાનૂની કાર્યવાહી

અસુરક્ષિત ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા FBOs સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે, ખાદ્ય સુરક્ષા વિભાગે બે પ્રકારના નમૂના એકત્ર કરવા પડે છે – એક સર્વેક્ષણ નમૂના અને કાનૂની નમૂના. તે પ્રથમ FBOs પાસેથી સર્વેક્ષણ નમૂના એકત્રિત કરે છે અને તેનું પરીક્ષણ કરે છે. જો આ નમૂના અસુરક્ષિત જણાય છે, તો વધુ ચાર નમૂનાઓ (જેને કાયદાકીય નમૂનાઓ કહેવાય છે) સંબંધિત FBO પાસેથી એકત્ર કરવામાં આવે છે, અને પછી વધુ પરીક્ષણ માટે સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFTRI)ને મોકલવામાં આવે છે.

આ પણ વાંચો – પીએમ મોદી રશિયાની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન સામે ઉઠાવી શકે છે આ મુદ્દા, આ એજન્ડા ઉપર પણ થશે ચર્ચા

જો CFTRI રિપોર્ટમાં પણ સેમ્પલ માનવ વપરાશ માટે અયોગ્ય જણાય છે, તો FBO વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવે છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઑફ ફર્સ્ટ ક્લાસ (JMFC) ની કોર્ટમાં FBO નો કેસ ચલાવવામાં આવે છે. જો FBO દોષિત સાબિત થાય છે, તો તેને 10 લાખ રૂપિયા સુધીનો દંડ અને સાત વર્ષ સુધીની જેલ થઈ શકે છે. ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કર્ણાટકમાં અસુરક્ષિત ખાદ્ય પદાર્થોના વેચાણ માટે અત્યાર સુધીમાં 284 FOB સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Web Title: Why action being taken against panipuri and gobi manchurian sellers artificial food color is cancer risk km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×