Who Was Har Bilas Sarda: અજમેર શરીફ દરગાહમાં હિન્દુ પક્ષ તરફથી સંકટમોચન શિવ મંદિરનો દાવો કરવામાં આવ્યો છે. અજમેરની સિવિલ કોર્ટે આ સંબંધમાં અરજીને સ્વીકારી લીધી છે. આ અરજી હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કરી છે. આ મામલે સિવિલ કોર્ટે અલ્પસંખ્યક મંત્રાલય, દરગાહ કમિટી અજમેર અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ (ASI)ને નોટિસ મોકલી છે. ખરેખરમાં હિન્દુ પક્ષે જે અરજી દાખલ કરી છે તેમાં દીવાન બહાદુર હરવિલાસ શારદાની પુસ્તક ‘અજમેર: ઐતિહાસિક વર્ણનાત્મક’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં દરગાહની અંદર શિવ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પુસ્તક તેમણે 1911 માં લખી હતી. આવો જાણીએ કોણ હતા હરવિલાસ શારદા અને તેમની પુસ્તકમાં એવું તો શું છે જેના પર ઘમાસાણ થયું છે.
કોણ હતા હરવિલાસ શારદા?
અજમેરમાં 3 જૂન 1867ના રોજ જન્મેલા હરવિલાસ શાદરા શિક્ષક, ધારાસભ્ય અને પૂર્વ જજ હતા. હરવિલાસ શારદાનો જન્મ એક માહેશ્વરી પરિવારમાં થયો હતો. આગ્રા કોલેજથી 1888માં બેચલર ઓફ આર્સની ડિગ્રી હાંસલ કરનારા હરવિલાસે ઈંગ્લિશ ઓનર્સનો અભ્યાસ કર્યો હતો. શારદાએ 1889માં અજમેરની સરકારી કોલેજમાં એક શિક્ષક તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેઓ ઓક્સફોર્ડ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરવા માંગતા હતા. પરંતુ પિતાની તબિયત ખરાબ થવાના કારણે એવું કરી શક્યા નહીં. શારદાએ ઘણી યાત્રાઓ કરી. ઇલાહાબાદમાં તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઘણા સેશન અટેન્ડ કર્યા હતા. જેમાં નાગપુર, બોમ્બે, બનારસ, કોલકાતા અને લાહોરમાં થયેલા સત્રો સામેલ છે.
વિદેશ વિભાગમાં કર્યું કામ
શારદાએ 1892 માં અજમેર-મેરવાડા પ્રાંતના કાયદા વિભાગમાં કામ કર્યું હતું. બાદમાં તેમને વિદેશ વિભાગમાં ટ્રાંસફર કરી દેવામાં આવ્યા. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અજમેર-મેરવાડા પ્રચાર બોર્ડના માનદ સચિવની પણ જવાબદારી સંભાળી. વર્ષ 1923માં સરકારી સેવાથી રિટાયર થયા બાદ 1925 માં તે જોધપુર કોર્ટના વરિષ્ઠ જજ નિયુક્ત થયા. જાન્યુઆરી 1924 માં શારદા કન્દ્રીય વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
આ પણ વાંચો : અજમેર દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો? કોર્ટે તમામ પક્ષોને નોટીસ મોકલી
શારદા પૂર્વ ધારાસભ્ય હતા
પછી 1926 અને 1930 માં તેઓ ફરીથી વિધાનસભામાં ચૂંટાયા હતા. શારદા બાળપણથી જ દયાનંદ સરસ્વતીના અનુયાયી અને આર્ય સમાજના સભ્ય હતા. તેમણે ઘણા પુસ્તકો લખ્યાસછે. જેમાં હિન્દુ સર્વોચ્ચતા, અજમેરઃ ઐતિહાસિક અને વર્ણનાત્મક, મહારાણા કુંભા, મહારાણા સાંગા અને રણથંભોરના મહારાજા હમ્મીરનો સમાવેશ થાય છે. અંગ્રેજોના સમયમાં તેમને રાય સાહેબ અને દિવાન બહાદુર જેવા સન્માનો આપવામાં આવ્યા હતા. 20 જાન્યુઆરી 1955ના રોજ 87 વર્ષની વયે તેમનું અવસાન થયું.
શારદાના પુસ્તકમાં શું?
હવે પ્રશ્ન એ થાય છે કે શારદાના પુસ્તકમાં શું છે? ખરેખરમાં શારદાએ તેમના પુસ્તક અજમેરઃ હિસ્ટોરિકલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવમાં, હાલની ઇમારતમાં 75 ફૂટ ઊંચા દરવાજાના નિર્માણમાં મંદિરના નિશાનો દર્શાવ્યા છે. તેમણે અહીં એક ભોંયરાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં શિવલિંગ હોવાનું જણાવાયું હતું. જ્યાં બ્રાહ્મણ પરિવાર પૂજા કરતો હતો.