મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા પ્રત્યાર્પણ સંધિ હેઠળ અમેરિકાથી ભારત લવાયો છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ગુરુવારે બપોરે એને અમેરિકાથી દિલ્હી લવાયો છે. ઘણા વર્ષોના સંઘર્ષ બાદ તહવ્વુર રાણા પ્રત્યાર્પણ સંધિથી ભારતને મળ્યો છે. મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ રાણાની સંડોવણી આ હુમલા પુરતી જ સીમિત નથી. તે પાકિસ્તાની સેનાનો જુનો ખેલાડી છે અને પાકિસ્તાની આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલો છે.
તહવ્વુર રાણા સૈનિક સ્કૂલમાં ભણ્યો
વોન્ટેડ આતંકી તહવ્વુર રાણી મૂળ પાકિસ્તાનનો છે અને તેનો જન્મ 12 જાન્યુઆરી 1961, પાકિસ્તાનના ચિચવતનીમાં થયો હતો. તે સૈનિક સ્કૂલમાંથી ભણ્યો છે. કેડેટ કોલેજ ઓફ હસન અબ્દુલમાંથી અભ્યાસ કર્યો હતો. આ એજ સ્કૂલ છે જ્યાં તેની મુલાકાત ડેવિડ કોલમેન સાથે થઇ હતી અને મુંબઈ હુમલાનો માસ્ટરપ્લાન બનાવ્યો હતો.
પાકિસ્તાન છોડી કેનેડા આવી વસ્યો
તહવ્વુર પાકિસ્તાન રહેતો હતો તેના નિકાહ પણ ત્યાં જ થયા હતા. તેની પત્ની એક ડોક્ટર હતી. તેનું પ્રારંભિક જીવન જોતાં કોઇને પણ એવું લાગતું ન હતું કે તે આતંકી પ્રવૃત્તિ સાથે સંડોવાયેલો છે. 1997 માં તે પાકિસ્તાન છોડી કેનેડા આવી ગયો હતો અને કેનેડિયન બની જીવતો હતો.
ઇમિગ્રેશન અને ટ્રાવેલ એજન્સી
કેનેડા આવી ગયા પછી એના જીવન કોઇ ખાસ બાબતો સામે આવી નથી. તે શું નોકરી કરતો હતો કે અન્ય શું કામ કરતો હતો એ સહિત બાબતો અંગે ખાસ કંઇ વિગતો પ્રાપ્ત નથી. પરંતુ તે અમેરિકાના શિકાગોમાં એક ઇમિગ્રેશન અને ટ્રાવેલ એજન્સી ચલાવતો હોવાનું સામે આવ્યું હતું.
હેડલી અને રાણા દોસ્તી
મુંબઈ હુમલાના અન્ય એક આરોપી હેડલી સાથે રાણાની ગાઢ દોસ્તી હોવાનો પણ પર્દાફાશ થયો છે. આ એ જ હેડલી છે જે રાણાને પાકિસ્તાનની સૈનિક સ્કૂલમાં મળ્યો હતો. શિકાગોમાં એજન્સી ચલાવતા રાણાને અહીં હેડલી ફરી મળ્યો અને પછી મુંબઈ હુમલાનો પ્લાન ઘડાયો. વર્ષ 2006 થી 2008 દરમિયાન હેડલી ભારતની મુલાકાતે આવ્યો હતો.
મુંબઈમાં ઓફિસ શરુ કરી
મુંબઈ હુમલા પૂર્વે મુંબઈની રેકી કરવા માટે હેડલી અને રાણાએ માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો હતો. રાણાની શિકાગો સ્થિત ચાલતી ઇમિગ્રેશન અને ટ્રાવેલ એજન્સીની મુંબઈ ખાતે ઓફિસ શરુ કરી દીધી. જેથી કોઇને શક ન જાય કે હેડલી અહીં વારંવાર કેમ આવે છે. છેવટે મુંબઈ હુમલાને અંજામ આપ્યો કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લેવાયો.
આ પણ વાંચો: તહવ્વુર રાણા પ્રત્યાર્પણ ઘટનાક્રમ જાણો
વર્ષ 2009 માં ધરપકડ કરાઇ
મુંબઈ હુમલા બાદ વર્ષ 2009 માં શિકાગો એરપોર્ટ પરથી અમેરિકી તપાસ એજન્સી FBI એ બંનેની ધરપકડ કરી હતી. જોકે આ ધરપકડ મુંબઈ હુમલાના સંદર્ભે ન હતી. પરંતુ બંને ડેનમાર્કમાં કટ્ટરપંથી હુમલાનું ષડયંત્ર કરી રહ્યા એ મામલે ધરપકડ કરવામાં આવી હતી. બંનેની પુછપરછ દરમિયાન મુંબઈ હુમલામાં સંડોવણી સામે આવી હતી.