Mumbai BMW Hit and Run Case: મુંબઇ બીએમડબ્લ્યુ હિટ એન્ડ રન કેસ ચર્ચાનો વિષય બન્યો છે. ભારતના આર્થિક પાટનગર મુંબઇના વર્લી વિસ્તારમાં એક પૂરઝડપે આવતી BMW કારે બાઇક સવાર મહિલાને કચડી નાખી છે. કાર ચલાવનાર વ્યક્તિ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસ પૂછપરછ બાદ જાણવા મળ્યું કે, જે BMW કાર થી અકસ્માત થયો છે તે રાજેશ શાહ નામના વ્યક્તિની છે. રાજેશ શાહ બીજું કોઈ નહીં પરંતુ શિવસેનાના શિંદે જૂથના નેતા છે. પોલીસે રાજેશ શાહ સહિત બે લોકોની ધરપકડ કરી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના મુખ્યમંત્રી રાજેશ શાહના પુત્ર માહિર શાહ અકસ્માત સમયે કાર ચલાવી રહ્યા હતા. રાજેશ શાહની પોલીસે ધરપકડ કરી છે, પરંતુ અત્યાર સુધી મિહિર શાહ ફરાર છે, જેને મુંબઈ પોલીસ શોધી રહી છે. રાજેશ શાહની સાથે મિહિરના મિત્ર રાજઋષિ બિદાવરની ધરપકડ કરવામાં આવી છે.

મુંબઇ BMW અકસ્માત કેસ પર સંજય રાઉતનું મોટું નિવેદન
મુંબઇ BMW હિટ એન્ડ રન કેસમાં નેતાનું જોડાણ બહાર આવતા મામલો રાજકીય રીતે પણ ગરમાયો છે. કોંગ્રેસ-શિવસેનાએ સરકાર પર હુમલો કર્યો કે સંજય રાઉતે કહ્યું કે આજે તેને કચડીને ભાગી ગયો, બાદમાં મુખ્યમંત્રી શિંદે પણ ભાગી જશે. સંજય રાઉતે કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. મેં આજે સવારે પોલીસ કમિશનર સાથે વાત કરી હતી. તે (આરોપી) કયા પક્ષનો છે તેનાથી કોઈ ફરક પડતો નથી. કાર્યવાહી કરવામાં આવશે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. કાયદા સમક્ષ બધા સમાન છે.
મિહિર શાહ કોણ છે?
આ કેસમાં 24 વર્ષીય મિહિર શાહ મુખ્ય આરોપી છે. એવા અહેવાલો છે કે અકસ્માત સમયે મિહિર શાહ બીએમડબ્લ્યુ કાર ચલાવી રહ્યો હતો અને તેની સાથે તેનો ડ્રાઇવર રાજઋષિ બિદાવર પણ હતો, જે હાલ પોલીસ કસ્ટડીમાં છે. મિહિરે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે અને તે પછી તેણે આગળ અભ્યાસ કર્યો નથી. તે તેના પિતાને મહારાષ્ટ્રમાં તેના કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ બિઝનેસમાં મદદ કરે છે.
કાર લાવારિસ હાલતમાં મળી
બીએમડબ્લ્યુ મુંબઇ ના બાંદ્રા પૂર્વ વિસ્તારના કાલા નગરમાં ત્યજી દેવાયેલી મળી આવી હતી. મિહિર પોતાની કાર બાંદ્રામાં મૂકી અને ત્યારબાદ ત્યાંથી ઓટો રિક્ષામાં બેસી ફરાર થઇ ગયો હતો. તેનો સાથી રાજઋષિ પણ બોરીવલીમાં ઓટો રિક્ષામાં બેસી ભાગી ગયો હતો. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આરોપીઓએ ગઈકાલે રાત્રે જુહુના એક બારમાં દારૂ પીધો હતો. ઘરે પરત ફરતી વખતે તે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને સ્પીડમાં આવી રહેલી બીએમડબલ્યુ એ સ્કૂટરને ટક્કર મારી હતી, જેના પર પ્રદીપ અને કાવેરી ઘરે પરત ફરી રહ્યા હતા.
આ પણ વાંચો | મુંબઇમાં BMW એ બાઇકને મારી ટક્કર, મહિલાને બોઈનેટ પર 100 મીટર ખેંચી મોતને ઘાટ ઉતારી
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અખબારને જણાવ્યું હતું કે મિહિર દેશ છોડીને ભાગી શકે છે તેથી તેની સામે લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપીઓને શોધવા માટે 6 ટીમો તૈનાત કરવામાં આવી છે.