Operation Sindoor News: પહેલગામ હુમલાનો બદલો લેવાયો છે. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતની ત્રણેય સેનાઓએ પાકિસ્તાનમાં આવેલા 9 ઠેકાણાંને ધ્વસ્ત કરી દીધા છે. આ ઓપરેશનમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદને મોટો ફટકો પડ્યો છે. મરકઝ સુભાન અલ્લાહ (બહાવલપુર)માં મિસાઈલ હુમલાથી જૈશને સૌથી વધુ નુકસાન થયું છે. આ હુમલા બાદ મસૂદ અઝહરની ઊંઘ હરામ કરી દીધી છે. ભારતે એવું પગલું ભર્યું છે જે તેણે ન વિચાર્યું હોય.
મસૂદ અઝહર કોણ છે ?
ઓપરેશન સિંદૂરમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાંને એટલા માટે નિશાન બનાવવામાં આવ્યા છે કારણ કે મસૂદ અઝહરે ભારતને ઘણા ઘા આપ્યા છે. પુલવામા આતંકી હુમલો હોય, સંસદ હુમલો હોય કે કંદહાર હાઈજેક હોય, આ એક આતંકીએ અનેક નિર્દોષોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હવે કાર્યવાહી કરીને ભારતે દરેક આતંકવાદી હુમલાના હિસાબની બરાબરી કરી લીધી છે.
મસૂદ અઝહરનો જન્મ 10 જુલાઈ, 1968ના રોજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થયો હતો. તેનું પૂરું નામ મૌલાના મસૂદ અઝહર છે. તે જૈશ-એ-મોહમ્મદનો સંસ્થાપક હોવાનું કહેવાય છે, તેનું નેટવર્ક એટલું મજબૂત છે કે તેણે ભારત ઉપરાંત અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ આતંકવાદી હુમલા કર્યા છે. પાકિસ્તાન હંમેશા મસૂદ અઝહરની રક્ષા કરતું આવ્યું છે, આ પહેલા તેને વિશ્વાસ પણ નહોતો થતો કે આતંકી તેના દેશમાં છુપાયો છે.
જ્યારે ભારતે ધરપકડ કરી
મસૂદ અઝહરને 1994માં નકલી પોર્ટુગીઝ પાસપોર્ટનો ઉપયોગ કરીને પકડાયા બાદ ભારતે તેની ધરપકડ કરી હતી. પરંતુ 1999માં કંદહાર હાઇજેકના કારણે તત્કાલિન અટલ સરકારે અઝહરને છોડવો પડ્યો હતો, ત્યારથી લઇને અત્યાર સુધી તેણે ભારત વિરુદ્ધ ઘણા આતંકવાદી હુમલા કર્યા છે.
ઓપરેશન સિંદૂર
હવે મસૂદ અઝહરને તેના ગુનાઓની ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. ઓપરેશન સિંદૂરને લઈને ભારતીય સેનાએ કહ્યું છે કે, પાકિસ્તાન અને પીઓકેમાં મરકઝ સુભાન અલ્લાહ- બહાવલપુર, મરકઝ તૈયબા- મુરીદકે, સરજલ/તેહરા કલાન, મહમૂદ ઝોયા ફેસિલિટી- સિયાલકોટ, મરકઝ અહલે હદીથ બરનાલા – ભિમ્બર, મરકઝ અબ્બાસ- કોટલી, મસ્કર રાહીલ શાહિદ-કોટલી, શવઈ નાલા કેમ અને મુઝફ્ફરાબાદના મરકઝ સૈયદના બિલાલને નિશાન બનાવવામાં આવ્યા છે.
જાણકારોનું કહેવું છે કે, મુરીદકે અને બહાવલપુર એવા કેટલાક વિસ્તારો છે જે ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે, ત્યાં પાક આર્મીની પણ સુરક્ષા હોય છે. આ બધા વચ્ચે ઓપરેશન સિંદૂરમાં આ આતંકીઓના ઠેકાણાંને નિશાન બનાવવા ત્રણેય સેનાઓની મોટી સફળતા છે. હાલ તો પાકિસ્તાને પણ ભારતની કાર્યવાહી સ્વીકારી લીધી છે, પરંતુ તેમાં માત્ર 26 લોકોના મોત થયા છે, વાસ્તવિક આંકડો ઘણો મોટો હોઈ શકે છે.