scorecardresearch
Premium

અવકાશમાં જવા તૈયાર પ્રથમ ભારતીય પ્રવાસી ગોપી થોટાકુરા કોણ છે? જાણો – ક્યાંથી અભ્યાસ

first Indian space traveler Gopi Thotakura : પ્રથમ ભારતીય ગોપી થોટાકુરા, જે અવકાશ પ્રવાસી તરીકે જઈ રહ્યા, તો જોઈએ તે કોણ છે, ક્યાંથી અભ્યાસ કર્યો, તેમનું મૂળ વતન કયું બધુ જ

Who is Gopi Thotakura
અવકાશ પ્રવાસે જનાર પ્રથમ ભારતીય ગોપી થોટાકુરા કોણ છે

Who is Gopi Thotakura | ગોપી થોટાકુરા કોણ છે : અવકાશમાં ફરવા જવુ પ્રવાસ એટલે અવકાશ પ્રવાસન (અવકાશયાત્રી)! જે એક સમયે સપનાની વાતો જેવું લાગતું હતું તે હવે સાચું થવા જઈ રહ્યું છે. હા, જેફ બેઝોસના સ્પેસ સ્ટાર્ટઅપ બ્લુ ઓરિજિને તાજેતરમાં જ તેના NS-25 મિશનમાં 6 લોકોના ક્રૂનો ખુલાસો કર્યો હતો. આ ક્રૂમાં યુએસ પ્રમુખ જોન એફ. કેનેડી દ્વારા 1961માં એરોસ્પેસ રિસર્ચ પાયલોટ સ્કૂલ (ARPS) માટે જ્હોન એફ. કેનેડી દ્વારા પસંદ કરાયેલ પ્રથમ અશ્વેત અવકાશયાત્રી એડ ડ્વાઈટ પણ છે. જો કે આ પછી તે ક્યારેય અંતરિક્ષમાં ગયા નથી. પરંતુ N-25 મિશનમાં ભારતમાં જે એક નામની ચર્ચા થઈ રહી છે તે છે ગોપીચંદ થોટાકુરા. ઈતિહાસમાં અવકાશ પ્રવાસી (સ્પેસ ટૂરિસ્ટ) બની જનાર ગોપી થોટાકુરા પ્રથમ ભારતીય છે.

તમને જણાવી દઈએ કે, થોટાકુરા સિવાય સિનિયર ટ્રાવેલ ડોક્યુમેન્ટરી પ્રોડ્યુસર સંતોષ જ્યોર્જ કુલાનગરાએ પણ વર્જિન ગેલેક્ટીક સ્પેસ પ્લેનમાં જવા માટે પૈસા ચૂકવ્યા હતા. તેણે બહુવિધ ટ્રેનિંગ સત્રો અને ફ્લાઈટ્સ સાથે પણ વ્યાપક તૈયારી કરી. પરંતુ હવે લાગે છે કે, તેમના પહેલા ગોપી થોટાકુરાને અવકાશમાં જવાનો મોકો મળી ગયો છે.

પરંતુ અમે તમને જણાવી દઈએ કે, કુલાનગરા કે થોટાકુરા સ્પેસમાં જનારા પહેલા ભારતીય નથી. રાકેશ શર્મા 1984માં સોવિયેત સોયુઝ ટી-11 રોકેટમાં અવકાશમાં જનારા પ્રથમ ભારતીય હતા. શર્માએ સોવિયત યુનિયનના સેલ્યુટ-7 સ્પેસ સ્ટેશનમાં 7 દિવસથી વધુ સમય પસાર કર્યો હતો. પરંતુ, ગોપી થોટ્ટાકુરા પ્રથમ સ્પેસ પ્રવાસી બની રહ્યા છે.

ગોપી થોટ્ટાકુરા કોણ છે?

ગોપીચંદ થોટાકુરા એક બિઝનેસમેન છે, જેમના વિશે બ્લુ સ્પેસે લખ્યું છે, ‘પાયલટ અને એવિએટર, જેમણે ડ્રાઇવિંગ શીખતા પહેલા ઉડવાનું શીખ્યું.’ આ સિવાય ગોપી પ્રિઝર્વ લાઇફ કોર્પના સહ-સ્થાપક પણ છે. તે જ્યોર્જિયા સ્થિત વેલનેસ અને એપ્લાઇડ હેલ્થ સેન્ટર કંપની છે.

બેઝોસની સ્પેસ કંપનીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, ‘કોમર્શિયલ રીતે ફ્લાઈટ જેટ ઉડાવવા ઉપરાંત, ગોપી બુશ, એરોબેટિક અને સી પ્લેન પણ ઉડાવે છે. આ સિવાય ગ્લાઈડર અને હોટ એર બલૂન પણ ઉડાડે છે. અને તેઓ આંતરરાષ્ટ્રીય મેડિકલ જેટ પાઈલટ પણ છે. તે આખી જિંદગી ટ્રાવેલર રહ્યા છે અને તાજેતરમાં જ તેમણે Mt. Kilimanjaro ની એડવેન્ચર ટ્રીપ પર ગયા હતા.

થોટાકુરાની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, તેમણે બેંગલુરુની એક ખાનગી શાળા સરલા બિરલા એકેડમીમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે ફ્લોરિડાની ડાયટોના બીચ, એમ્બ્રી-રિડલ એરોનોટિકલ યુનિવર્સિટીમાંથી એરોનોટિકલ સાયન્સની સ્નાતકની ડિગ્રી મેળવી. એનડીટીવી અનુસાર, તેમનો જન્મ વિજયવાડામાં થયો હતો.

ગોપી થટુકોરા કયા મિશન પર જઈ રહ્યા છે?

2022 માં NS-22 પછી સંપૂર્ણપણે રિયુઝેબલ ન્યૂ શેપર્ડ રોકેટ માટે ક્રૂ સાથેની આ પ્રથમ ફ્લાઇટ હશે. તમને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર 2022માં માનવરહિત મિશન દરમિયાન એન્જિન ફેઈલ થવાના કારણે થયેલા ક્રેશ થયા બાદ રોકેટ ફ્લીટને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું અને ડિસેમ્બર 2023 માં પાછું ઉડવાનું શરૂ કર્યું હતું. થોટાકુરા અને એડ ડ્વાઈટ ઉપરાંત, આ મિશનમાં અન્ય ચાર અવકાશયાત્રીઓ મેસન એન્જલ, સિલ્વેન ચિરોન, કેનેથ એલ. હેયસ અને કેરોલ સ્કોલર સામેલ હશે.

NS-25 બ્લુ ઓરિજિનની ચાલક દળવાળી સાતમી સબઓર્બિટલ સ્પેસ ફ્લાઇટ હશે. સબ-ઓર્બિટલ સ્પેસ ફ્લાઇટ દરમિયાન, અવકાશયાન બાહ્ય અવકાશમાં પહોંચશે, પરંતુ કૃત્રિમ ઉપગ્રહ બનવાને બદલે અથવા પૃથ્વીથી બચવા માટે પૂરતો વેગ પ્રાપ્ત કરવાને બદલે, તે પૃથ્વીના વાયુમંડળમાં ફરી પ્રવેશતા પહેલા એક ભ્રમણકક્ષા પૂર્ણ કરશે. બ્લુ ઓરિજિને હજુ સુધી મિશનની તારીખની પુષ્ટિ કરી નથી.

ન્યૂ શેપર્ડ શું છે?

તમને જણાવી દઈએ કે, ન્યૂ શેપર્ડ લોન્ચ સિસ્ટમનું નામ અંતરિક્ષમાં જનારા પ્રથમ ભારતીય એલન શેપર્ડના નામ પરથી રાખવામાં આવ્યું છે. પુનઃઉપયોગ કરી શકાય તેવુ સબર્બિટલ રોકેટ સિસ્ટમમાં કંપનીનુ બ્લુ એન્જિન 3 (BE3) એન્જિન લાગેલુ છે, જે રોકેટના રિયુઝેબલ સેક્શનને ઉતારવા માટે બૂસ્ટરને માત્ર આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને ઘટાડી શકે છે.

આ પણ વાંચો – ભારતના પ્રથમ અબજોપતિ કોણ હતા? જેમની ખાણમાંથી નીકળ્યો હતો કોહીનૂર, સંપત્તિ જાણી ચોંકી જશો

છ અવકાશયાત્રીઓ ન્યુ શેપર્ડના દબાણયુક્ત ક્રૂ કેપ્સ્યુલમાં બેસશે જ્યાં, ‘દરેક અવકાશયાત્રીને પોતાની વિન્ડો સીટ મળશે.’

છ અવકાશયાત્રીઓ ન્યુ શેપર્ડના દબાણયુક્ત ક્રૂ કેપ્સ્યુલમાં બેસશે જ્યાં “દરેક અવકાશયાત્રીની પોતાની વિન્ડો સીટ હશે.” મિશન પર કોઈ પાઈલટ હશે નહીં કારણ કે વાહન સંપૂર્ણપણે ઓટોનોમસ (સ્વાયત્ત) છે.

Web Title: Who is gopi thotakura the first indian traveler to go into space km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×