scorecardresearch
Premium

એન્ડ્રોઇડ, આઇફોનમાં વોટ્સએપના ડિસઅપીયરિંગ મેસેજ ફીચરને એક્ટિવ – ડિએક્ટિવેટ કરવાની રીત

whatsapp disappearing messages feature tips : વોટ્સએપ યુઝર્સ (whatsapp users) અથવા ગ્રૂપ એડમિન (whatsapp group admin rules) પસંદ કરેલા રીસીવર અથવા ગ્રૂપ માટે આ ડિસઅપીયરિંગ મેસેજ ફીચર (disappearing messages feature)ને સરળતાથી એક્ટિવેટ અથવા ડિએક્ટિવેટ કરી શકે છે.

એન્ડ્રોઇડ, આઇફોનમાં વોટ્સએપના ડિસઅપીયરિંગ મેસેજ ફીચરને એક્ટિવ – ડિએક્ટિવેટ કરવાની રીત

વોટ્સએપે (WhatsApp) તેના યુઝર્સને ડિસઅપીયરિંગ મેસેજ ફીચર (disappearing messages feature) માટે 90-દિવસનો ઓપ્શન પણ આપ્યો છે. શરૂઆતમાં આ ફિચર માત્ર 7 દિવસના ઓપ્શન સાથે શરૂ કરવામાં આવ્યો હતો. એકવાર ડિસઅપીયરિંગ મેસેજ ફિચર એક્ટિવેટ થઇ ગયા બાદ પછી વન-ટુ-વન ચેટ અથવા ગ્રૂપ ચેટ પસંદ કરેલી સમય મર્યાદા પછી આપમેળે અદૃશ્ય થઈ જાય છે. વોટ્સએપ યુઝર્સ (whatsapp users) અથવા ગ્રૂપ એડમિન (whatsapp group admin rules) પસંદ કરેલા રીસીવર અથવા ગ્રૂપ માટે આ ફીચરને સરળતાથી એક્ટિવેટ અથવા ડિએક્ટિવેટ કરી શકે છે.

આઇફોન અને એન્ડ્રોઇડ સ્માર્ટફોનના વોટ્સએપ યુઝર્સ માટે ડિસઅપીયરિંગ મેસેજનું ફીચર ઉપલબ્ધ છે. આવો જાણીએ આ ફીચર (whatsapp features list)ને એક્ટિવેટ કરવાની રીત…

એન્ડ્રોઇડ સ્માર્ટફોન (Android whatsapp app) પર આ ફીચરને એક્ટિવેટ કરવાની રીત
  • સૌથી પહેલા તમારા મોબાઇલમાં વોટ્સએપની એપ્લિકેશન ખોલીને તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં પસંદ કરેલા રીસીવરોની ચેટ ખોલો કે જેમની માટે તમે ડિસઅપીયરિંગ મેસેજ ફીચર (disappearing messages feature) ને એક્ટિવેટ કરવા માંગો છો.
  • હવે પસંદ કરેલ ચેટના વિન્ડોની ડાબી બાજુએ દેખાતા 3 ડોટ પર ક્લિક કરો
  • ક્લિક કર્યા પછી, તમને ઘણા વિકલ્પોમાં એક ડિસઅપીયરિંગ મેસેજીસ પણ દેખાશે, તેના પર ટેપ કરો.
  • ટેપ કર્યા પછી, તમારી સામે બીજી વિન્ડો ખુલશે. તમને 24 કલાક, 7 દિવસ અને 90 દિવસ બાદ મેસેજ ડિસઅપીયર થવા માટેના ત્રણ વિકલ્પો પસંદ કરવાની તક મળશે. આ સિવાય ચોથો વિકલ્પ આ ફીચરને બંધ કરવાનો પણ હશે.
  • તમારી જરૂરિયાત મુજબ, તમે આમાંથી એક વિકલ્પ પસંદ કરીને ડિસઅપીયરિંગ મેસેજ ફીચરને એક્ટિવેટ કરી શકો છો.
  • જો તમે પહેલાથી જ આ ફીચરને એક્ટિવેટ કરી દીધું છે, તો તમે ઓફ ઓપ્શન પસંદ કરીને પણ આ ફીચરને ડિએક્ટિવેટ કરી શકો છો.
iPhoneમાં આ ફીચરને કેવી રીતે એક્ટિવેટ કરશો?
  • સૌથી પહેલા આઇફોન યુઝર્સ (iPhone users) તેના મોબાઇલમાં વોટ્સએપ એપ્લિકેશન ઓપન કરીને તે રીસીવર અથવા ગ્રૂપની ચેટ ઓપન કરી કે જેના પર તમે ડિસપીયરિંગ મેસેજ ફીચરને એક્ટિવ કરવા માંગો છો. જો કે, ગ્રૂપ ચેટના કિસ્સામાં, તમે ફક્ત તે જ ગ્રૂપને પસંદ કરો જેના તમે એડમિન છો.
  • હવે તે વ્યક્તિની પ્રોફાઇલ પર ટેપ કરો
  • ત્યારબાદ અહીંથી Disappearing Message ઓપ્શનને ઓન કરો
  • તમારી મરજી મુજબ સમયમર્યાદા પસંદ કરો
  • હવે ડિસઅપીયરિંગ મેસેજ ફીચરને પસંદગીના રીસીવરો માટે એક્ટિવ કરી શકો છે. જો પહેલાથી જ એક્ટિવેટ છે તો તમે ડિએકટિવ પણ કરી શકો છો
  • WhatsApp આઇફોન સ્માર્ટફોન યુઝર્સ માટે વધારાના ફીચર પણ પ્રદાન કરે છે. જો તમે , iOS યુઝર્સ ઇચ્છો તો બધા નવા ચેટ્સ માટે ડિસઅપીયરિંગ મેસેજ ફીચરને એક્ટિવ રાખી શકે છે.

Web Title: Whatsapp disappearing messages feature whatsapp users

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×