scorecardresearch
Premium

Udaipur Clash: મેવાડ રાજપરિવારની માથાકુટનું કારણ શું છે? જાણો ઉદેયપુર સિટી પેલેસને લઈ કેમ થયો હંગામો

Udaipur Clash: રાજસ્થાનમાં મેવાડ રાજપરિવારને લઈ વિવાદ ખુલીને સામે આવી ગયો છે. સોમવારે બીજેપી ધારાસભ્ય વિશ્વરાજ સિંહ અને તેમના સમર્થકોને સિટી પેલેસમાં એન્ટ્રી આપવામાં આવી નહીં.

Udaipur Clash reason, Udaipur royal family, clash in Udaipur City Palace,
વિશ્વરાજ સિંહને સોમવારે સવારે ચિત્તોડગઢ કિલ્લામાં પૂર્વ રાજપરિવારના મુખિયા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. (તસવીર: vishvarajsinghmewar/Instagram)

Udaipur Clash: રાજસ્થાનમાં મેવાડ રાજપરિવારને લઈ વિવાદ ખુલીને સામે આવી ગયો છે. સોમવારે બીજેપી ધારાસભ્ય વિશ્વરાજ સિંહ અને તેમના સમર્થકોને સિટી પેલેસમાં એન્ટ્રી આપવામાં આવી નહીં. ઉદેયપુર-નાથદ્વારાથી ધારાસભ્ય અને પૂર્વ મેવાડ રાજપરિવારના સભ્ય વિશ્વરાજ સિંહ મેવાડનો રાજતિલક થયો. જેના કારણે વિશ્વવિખ્યાત આતિહાસિક ચિત્તોડગઢ દુર્ગ સ્થિત ફતહ પ્રકાશ મહેલમાં તેમના રાજતિલકની વિધિ કરાઈ હતી. સિટી પેલેસના મેનેજમેન્ટ તેમના પિતરાઈ ભાઈ અને કાકા શ્રીજી અરવિંદ સિંહ મેવાડ કરે છે. વિશ્વરાજ સિંહને સોમવારે સવારે ચિત્તોડગઢ કિલ્લામાં પૂર્વ રાજપરિવારના મુખિયા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

શું છે આખો મામલો?

મેવાડમાં વિશ્વરાજના પિતા મહેન્દ્ર સિંહનું આ મહિને અવસાન થયું હતું. જેના પછી વિશ્વરાજને વિશ્વરાજને ગાદી પર બેસાડવાનો દસ્તૂર (વિધિ) કાર્યક્રમ ચિત્તોડગઢ કિલાના ફતહપ્રકાશ મહેલમાં આયોજીત કરાયો હતો અને તેમા ઘણા રાજપરિવારોના પ્રમુખ સામેલ થયા હતા. મહેન્દ્ર સિંહ ને તેમનાથી અલગ થયેલા તેમના નાના ભાઈ અરવિંદ સિંહ મેવાડ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અરવિંદ સિંહ દસ્તૂર કાર્યક્રમ અંતર્ગત વિશ્વરાજના એકલિંગ નાથ મંદિર અને ઉદેયપુરમા સિટી પેલેસમાં જવાને લઈ સાર્વજનિક નોટિસ જાહેર કરી છે. અરવિંદ સિંહનું કહેવું છે કે, મેવાડ રાજપરિવાર ટ્રસ્ટ દ્વારા ચાલે છે. તેનું સંચાલન તેમના પિતાની દેખરેખમાં હતું. હવે અરવિંદ સિંહે કહ્યું કે, આવામાં રાજગાદી પર હવે તેમનો અથવા તેમના પુત્રનો અધિકાર છે.

મેવાડ રાજપરિવારનો વિવાદ કેવી રીતે શરૂ થયો?

મેવાડ રાજપરિવારનો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વિશ્વરાજ સિંહે પોતાના રાજ્યાભિષેક સમારોહ બાદ અનુષ્ઠાન અંતર્ગત પારિવારિક દેવતા એકલિંગનાથ મંદિર અને ઉદેયપુર સ્થિત સિટી પેલેસ તરફ વધ્યા. અહીં પહેલાથી જ તેમના પિતરાઈ ભાઈ અને કાકા શ્રીજી અરવિંદ સિંહ મેવાડ હાજર હતા અને વિશ્વરાજ સિંહને રોકી દીધા. સિટી પેલેસમાં પ્રવેશ કરવાને લઈ રોકવાથી બંને પક્ષો વચ્ચે ઝડપ શરૂ થઈ ગઈ હતી. વિશ્વરાજ સિંહના સમર્થકોએ પેલેસના ગેટ પર હુમલાની કોશિસિ કરી પથ્થરમારો કર્યો હતો. જેના પછી ઘટનાસ્થળે મોટી માત્રામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જિલ્લા અધિકારી અરવિંદ પોસવાલ પોતે અને એસપી યોગેશ ગોયલે બંને પક્ષો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ માનવા માટે તૈયાર નથી.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે બેલેટ પેપર દ્વારા ચૂંટણીની માંગ કરતી અરજી ફગાવી

જાણો કેવી રીતે થયો વિવાદ?

મેવાડમાં 1955માં ભગતસિંહ મહારાણા બન્યા. આ દરમિયાન સંપત્તિને લઈ વિવાદ શરૂ થઈ ગયો. ભગતસિંહે મેવાડમાં પોતાની સંપત્તિઓને વેચવાનું શરૂ કરી દીધુ. કેટલીક સંપત્તિઓને તેમણે લીઝ પર પણ આપી દીધી. આજ વાત તેમના પુત્ર મહેન્દ્ર સિંહને પસંદ ન આવી. આ વાતથી નારાજ થઈ મહેન્દ્ર સિંહે પોતાના પિતા વિરૂદ્ધ કેસ ફાઈલ કરી દીધો. તેમણે અરજીમાં પૈતૃક સંપત્તિઓમાં હિન્દુ ઉત્તરાધિકાર કાયદા અંતર્ગત વહેંચવાની માંગ કરી. જેના પછી ભગવંતસિંહે 15 મે 1984 એ પોતાની વસીયતમાં નાના દીકરા અરવિંદ સિંહને સંપત્તિઓના એક્જ્યુક્યૂટર બનાવી દીધા. ભગવંત સિંહે મહેન્દ્ર સિંહને ટ્રસ્ટ અને સંપત્તિથી કાઢી મૂક્યા. મહેન્દ્ર સિંહ મેવાડ 16મી શતાબ્દીના રાજપૂત રાજા મહારાણા પ્રતાપના વંશજ હતા. જેમણે 1597માં પોતાની નિધન સુધી મેવાડ પર શાસન કર્યું હતું. મહેન્દ્ર સિંહ 1989માં ભાજપની ટિકિટ પર ચિત્તોડગઢ સીટથી લોકસભા માટે ચૂંટણી લડ્યા હતા.

Web Title: What is the reason for the mewar royal family quarrel stir over udaipur city palace rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×