scorecardresearch
Premium

કોહલીની ટેસ્ટ ક્રિકેટમાં નિવૃત્તિ પર મોહમ્મદ કૈફે કહ્યું – તે રમવાનું ચાલું રાખવા માંગતો હતો પણ પડદા પાછળ…

Virat Kohli Test Retirement : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ હાલમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. કેટલાક નિષ્ણાંતોએ વિરાટ કોહલીના અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણય પાછળના કારણો અંગે અનુમાન લગાવ્યું છે

Virat Kohli, વિરાટ કોહલી
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ હાલમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે (એએનઆઈ ફાઇલ ફોટો)

Virat Kohli Test Retirement : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ હાલમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જોકે આખરી કેટલીક સિરિઝમાં તેનું ફોર્મ કંગાળ રહ્યું હતું પણ આ ફોર્મેટમાંથી રોહિત શર્માની નિવૃત્તિ બાદથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કોહલી આવતા મહિને જ જૂનમાં ઈંગ્લેન્ડ સામે રમશે.

કેટલાક નિષ્ણાંતોએ વિરાટ કોહલીના અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણય પાછળના કારણો અંગે અનુમાન લગાવ્યું છે. આ સાથે જ પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે ભવિષ્યવાણી કરી છે કે વિરાટ કોહલી કદાચ રમવાનું ચાલુ રાખવા માંગતો હતો.

બીસીસીઆઈએ છેલ્લા 5-6 વર્ષના ફોર્મમાં હવાલો આપ્યો

મોહમ્મદ કૈફે એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું કે મને લાગે છે કે તે આ ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખવા માંગતો હતો. બીસીસીઆઈ સાથે કેટલીક આંતરિક ચર્ચાઓ થઈ હશે. પસંદગીકારોએ છેલ્લા 5-6 વર્ષમાં તેના ફોર્મમાં હવાલો આપ્યો હતો અને કહ્યું હશે કે ટીમમાં તેનું સ્થાન હવે રહ્યું નથી. શું થયું તે આપણે ક્યારેય નહીં જાણી શકીએ, પડદા પાછળ ખરેખર શું થયું તેનું અનુમાન લગાવવું ખૂબ જ મુશ્કેલ છે.

કોહલીએ જેવું વિચાર્યું તેવું બીસીસીઆઈનું સમર્થન ના મળ્યું

મોહમ્મદ કૈફે કહ્યું કે રણજી ટ્રોફીમાં રમવા માટે તેણે છેલ્લી ઘડીએ જે નિર્ણય લીધો હતો, તે જોતાં મને ચોક્કસ લાગે છે કે, તે આગામી ટેસ્ટમાં પુનરાગમન કરવા ઈચ્છતો હતો. છેલ્લા કેટલાક સપ્તાહમાં જે બન્યું છે તે જોતા લાગે છે કે તેને બીસીસીઆઇ અને પસંદગીકારો પાસેથી જે સપોર્ટની અપેક્ષા હતી તે મળ્યો નથી.

આ પણ વાંચો – 80 કરોડનો બંગલો, 10 કરોડની ઘડિયાળો, લક્ઝરી કારનો કાફલો, વિરાટ કોહલીનો છે રાજાઓ જેવો ઠાઠ

વિરાટ કોહલીની ધીરજ ઓછી થઇ ગઇ હતી – મોહમ્મદ કૈફ

બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25માં તે રન બનાવવાની ઉતાવળમાં જોવા મળ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં તમારે કલાકો સુધી મેદાન પર રહેવાનું હોય છે અને સખત મહેનત કરવાની હોય છે, જે તેણે અગાઉ પણ કર્યું છે, પણ ડ્રાઈવ કરવાના પ્રયાસમાં બોલ સતત ધાર લેતો રહે છે અને તેનાથી દૂર જતો રહે છે, મને લાગતું હતુ કે, તેની ધીરજ થોડી ઓછી છે.

તેણે કહ્યું કે કદાચ તે વિચારી રહ્યો હતો કે તે તેની કારકિર્દીના છેલ્લા તબક્કામાં છે, તો એક શાનદાર સદી ફટકારવાનો શું અર્થ છે, પહેલા તે એક અલગ સ્તરની ધીરજ બતાવતો હતો, તે બોલ છોડી દેતો, પોતાનો સમય લેતો હતો, બોલરોને થકવી દેતો હતો અને પછી તેમને પસ્ત કરતો હતો. પરંતુ મેં તેને ઓસ્ટ્રેલિયામાં આવું કરતા જોયો નથી.

Web Title: Virat kohli test retirement mohammad kaif statement ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×