scorecardresearch
Premium

Veer Bal Diwas 2024 : વીર બાળ દિવસ 26 ડિસેમ્બરે કેમ મનાવાય છે, જાણો શહાદતનો ઇતિહાસ

Veer Bal Diwas 2024 : દર વર્ષે 26 ડિસેમ્બર વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે

Veer Bal Diwas, Veer Bal Diwas 2024
Veer Bal Diwas 2024 : દર વર્ષે 26 ડિસેમ્બર વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે (તસવીર – બીજેપી ઇન્ડિયા ટ્વિટર)

Veer Bal Diwas 2024 : દર વર્ષે 26 ડિસેમ્બર વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહ જી ના બે નાના સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું.

26 ડિસેમ્બરે વીર બાળ દિવસ કેમ ઉજવવામાં આવે છે

વીર બાળ દિવસ દર વર્ષે 26 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. શીખ ઈતિહાસ સાથે સંબંધિત આ એક મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસને વીર બાલ દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ દસમા શીખ ગુરુ ગોવિંદ સિંહ જી ના નાના સાહિબજાદા જોરાવર સિંહ અને પાંચ વર્ષના તેમના નાના ભાઈ બાબા ફતેહ સિંહની બહાદુરીના સન્માનના માનમાં ઉજવાય છે.

26 ડિસેમ્બર 1705ના રોજ જ્યારે બાબા જોરાવર સિંહ (9 વર્ષ) અને બાબા ફતેહ સિંહે (7 વર્ષ) મુગલો સામે ઝુકવાનો ઇનકાર કર્યો અને પોતાનો ધર્મ બદલ્યો ન હતો. જેથી મુગલ સેનાપતિ વઝીર ખાને બન્નેને જીવતા ચણી લીધા હતા. ધર્મની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.

વીર બાળ દિવસ ઇતિહાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022થી ભારતમાં 26 ડિસેમ્બરના રોજ ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. શીખ ધર્મના છેલ્લા અને દશમાં ગુરુ ગુરુ ગોવિંદ સિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

નાના સાહિબજાદાઓની બહાદુરી અને હિંમતને યાદ કરીને બાળકો અને યુવાનોને શીખવવામાં આવે છે કે નૈતિકતા અને સત્ય માટે ઊભા રહેવું એ જીવનનું સૌથી મોટું મૂલ્ય છે.

બાળ પુરુસ્કાર એવોર્ડ આપવામાં આવશે

આ વખતે પીએમ મોદી બાળ પુરુસ્કાર એવોર્ડ 26મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસને બદલે 26મી ડિસેમ્બરે વીર બાળ દિવસના અવસરે આપવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં એક કાર્યક્રમમાં બાળકોને પુરસ્કારોનું વિતરણ કરશે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત મંડપમમાં બાળકોને મળશે. આ પુરસ્કાર એવા બાળકોને આપવામાં આવશે જેમણે અસાધારણ હિંમત, સેવા અથવા બલિદાનનું પ્રદર્શન કર્યું છે. આ પહેલ નવી પેઢીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રેરિત કરશે.

Web Title: Veer bal diwas 2024 date history significance and celebration ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×