scorecardresearch
Premium

મેલેરિયા થશે કંટ્રોલ! આ એપની મદદથી બીમારી ફેલાવનાર મચ્છરોની ઓળખ થશે, શું આવશે નવી ક્રાન્તિ?

malaria : આ એપ દ્વારા કોઇ પણ સ્માર્ટફોન કેમેરાના લેન્સ દ્વારા મેલેરિયા ફેલાવનાર મચ્છરોની વિવિધ પ્રજાતિઓને ઓળખી શકે છે

VectorCam App Malaria, VectorCam App, Malaria
VectorCam નામની એપ્લિકેશન મચ્છરના ફોટા પરથી તેની પ્રજાતિઓ શોધી કાઢે છે (પ્રતિકાત્મક તસવીર)

malaria mosquitoes: મેલેરિયાને ફેલાતો અટકાવવા માટે મચ્છરોની ઓળખ કરવી જરૂરી છે. યુગાન્ડા જેવા દેશોમાં આરોગ્ય કર્મચારીઓને દૂર-દૂરના સ્થળોએ મચ્છરો એકત્રિત કરવા જવું પડે છે, જેથી લેબમાં તેમની પ્રજાતિની ઓળખ થઈ શકે. ત્યારબાદ ડેટા સ્થાનિક આરોગ્ય અધિકારીઓ સાથે શેર કરવામાં આવે છે. પરંતુ હવે મચ્છરોની પ્રજાતિની ઓળખ કરવી અત્યંત સરળ બની ગઈ છે. VectorCam નામની એપ્લિકેશન મચ્છરના ફોટા પરથી તેની પ્રજાતિઓ શોધી કાઢે છે.

અમેરિકાની હોપકિન્સ યુનિવર્સિટીના બાયોએન્જિનિયર્સની ટીમે VectorCam એપ વિકસાવી છે. આ એપ દ્વારા કોઇ પણ સ્માર્ટફોન કેમેરાના લેન્સ દ્વારા મેલેરિયા ફેલાવનાર મચ્છરોની વિવિધ પ્રજાતિઓને ઓળખી શકે છે. મેલેરિયા ફેલાવતા મચ્છર એનોફિલ્સ પ્રજાતિના છે.

મચ્છરોની ઓળખ કરનાર VectorCam નું ટેસ્ટિંગ ચાલુ છે

આ એપના ડેવલપર્સને ગેટ્સ ફાઉન્ડેશન, મેકરર યુનિવર્સિટી અને યુગાન્ડા સરકાર તરફથી ફંડિંગ મળ્યું હતું. માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે એક બ્લોગ પોસ્ટમાં VectorCam ને જ્ઞાનવર્ધક ઇનોવેશન ગણાવી હતી અને કહ્યું હતું કે આ એપ્લિકેશન યુગાન્ડાના કેટલાક ભાગોમાં મેલેરિયા વહન કરતા મચ્છરોને ખતમ કરવામાં પહેલેથી જ ઉપયોગી સાબિત થઈ રહી છે. આ એપનું હાલ યુગાન્ડામાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો – ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય બીમારીઓ ટાળવા એક્સપર્ટએ આપી આટલી હેલ્થ ટિપ્સ

બિલ ગેટ્સે કહ્યું કે ઘણી જગ્યાએ, મચ્છરોની નજર રાખવા માટે હજી પણ કાગળ ફોર્મ ભરવા પડે છે, જે પછી તેમને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે અને પછી કમ્પ્યુટર સિસ્ટમમાં મેન્યુઅલી દાખલ કરવાની જરૂર પડે છે. આ ડેટા ડિસીઝન મેકર્સ એટલે કે અધિકારીઓ સુધી પહોંચે ત્યાં સુધીમાં તો તે કેટલાંક અઠવાડિયાં કે મહિનાઓ જૂનો થઈ જાય છે. VectorCam સાથે ડેટાને ડિજિટાઇઝ્ડ અને એકસાથે એકત્રિત કરવામાં આવે છે, જે આરોગ્ય અધિકારીઓને અપ ટૂ ડેટ ઇન્ફોર્મેશન મળી શકે.

પાંખના અવાજથી મચ્છરની ઓળખ

મચ્છરોના ફોટા સ્કેન કરીને આ એપ મચ્છરના જેન્ડર જેવી માહિતી આપે છે. આ ઉપરાંત આ એપમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે મચ્છરે હાલમાં જ લોહી પીધું છે કે ઈંડા પણ વિકસિત કર્યા છે. બ્લોગ પોસ્ટ અનુસાર વેક્ટરકેમ સંભવિત રીતે મચ્છરની પ્રજાતિઓને પણ ઓળખી શકે છે જે ડેન્ગ્યુ અને ઝિકા જેવી અન્ય વેક્ટર-જન્ય રોગો ફેલાવે છે.

આ ઉપરાંત બિલ ગેટ્સે મચ્છરો પર નજર રાખતી અન્ય એક એપ હમબગનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ એપ મચ્છરની પ્રજાતિઓને તેમની પાંખનો અવાજ સાંભળીને શોધી કાઢે છે, જે સ્માર્ટફોનના બિલ્ટ-ઇન માઇક્રોફોન દ્વારા કેપ્ચર કરવામાં આવે છે. ગેટ્સે કહ્યું કે હમબુંગ હજી પ્રારંભિક તબક્કામાં છે પરંતુ જો તે પોતાનું કામ કરી શકે તો તેનાથી વધુ ઓટોમેટેડ અને રેગ્યુલર મોનિટરિંગ થઇ શકે છે.

Web Title: Vectorcam app can identify malaria carrying mosquitoes ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×