scorecardresearch
Premium

Vav By Poll and Jharkhand Election : વાવ પેટા ચૂંટણીમાં મતદાન સમાપ્ત, ઝારખંડમાં સરેરાશ 66 ટકા વોટિંગ

Vav By Poll and Jharkhand Election : ઝારખંડની 81 વિધાનસભા બેઠકોમાંથી આજે પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાન યોજાયું. ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ મતદાન પૂર્ણ

Vav By Poll and Jharkhand Election Live
વાવ પેટા ચૂંટણી, ઝારખંડ વિધાનસભા ચૂંટણી મતદાન – Express photo

Vav By Poll and Jharkhand Election : ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન ખતમ થઇ ગયું છે. ઝારખંડની 81 વિધાનસભા બેઠકોમાંથી આજે પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાન થયું છે. આ તમામ 43 સીટો પર એનડીએ અને ઈન્ડિયા એલાયન્સ વચ્ચે જોરદાર ટક્કર છે. ઝારખંડમાં લગભગ 66 ટકાની આસપાસ વોટિંગ થયું છે. ફાઇનલ આંકડા સામે આવ્યા નથી. મત ગણતરી 23 નવેમ્બરે થશે.

જ્યારે ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ મતદાન ખતમ થયું છે. વાવ બેઠક પર 74 ટકાની આસપાસ વોટિંગ થયું છે. આ વખતે વાવ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયા જંગ છે. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત, ભાજપના સ્વરૂપજી ઠાકોર અને પૂર્વ ભાજપ નેતા માવજી પટેલે વચ્ચે જંગ છે.

10 રાજ્યોમાં 32 પેટાચૂંટણી માટે પણ મતદાન

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 43 બેઠકો ઉપરાંત દેશના 10 રાજ્યોની 32 બેઠકો પર પેટાચૂંટણીમાં પણ મતદાન સમાપ્ત થયું છે. 32 બેઠકોમાંથી એક લોકસભા અને 31 વિધાનસભા બેઠકો સામેલ છે. કેરળની વાયનાડ લોકસભા બેઠક ઉપરાંત, તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આસામ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોની વિધાનસભા બેઠકો છે.

Live Updates
20:59 (IST) 13 Nov 2024
Jharkhand Election Live: ઝારખંડમાં લગભગ 66 ટકાની આસપાસ વોટિંગ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન ખતમ થઇ ગયું છે. ઝારખંડમાં પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાન થયું છે. આ તમામ 43 સીટો પર એનડીએ અને ઈન્ડિયા એલાયન્સ વચ્ચે જોરદાર ટક્કર છે. ઝારખંડમાં લગભગ 66 ટકાની આસપાસ વોટિંગ થયું છે. ફાઇનલ આંકડા સામે આવ્યા નથી. મત ગણતરી 23 નવેમ્બરે થશે.

જ્યારે ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ મતદાન ખતમ થયું છે. વાવ બેઠક પર 74 ટકાની આસપાસ વોટિંગ થયું છે.

18:04 (IST) 13 Nov 2024
Jharkhand Election Live: ઝારખંડમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 64.86% મતદાન

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સાંજે વાગ્યા સુધીમાં 64.86% મતદાન નોંધાયું છે. જ્યારે વાવની પેટા ચૂંટણીમાં 65 ટકા મતદાન નોંધાયું છે.

17:10 (IST) 13 Nov 2024
Jharkhand Election Live: પીએમ મોદીએ કહ્યું – મુખ્યમંત્રી અહીંથી ચૂંટણી લડે છે પરંતુ અહીંના લોકોને કામ માટે અન્ય રાજ્યોમાં જવું પડે છે

ગોડ્ડા (ઝારખંડ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પહેલા કોંગ્રેસ પછી આરજેડી અને જેએમએમ જેવા પક્ષોએ આ પ્રદેશ પર લાંબા સમય સુધી શાસન કર્યું છે. પરંતુ તેઓએ સંથાલ પરગણાને માત્ર સ્થળાંતર, ગરીબી અને બેરોજગારી આપી છે. મુખ્યમંત્રી પોતે આ ક્ષેત્રમાંથી ચૂંટણી લડે છે પરંતુ અહીંના લોકોને કામ માટે અન્ય રાજ્યોમાં જવું પડે છે.

16:26 (IST) 13 Nov 2024
Jharkhand Election Live: એમએસ ધોનીએ મતદાન કર્યું

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ રાંચીના એક મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું.

14:34 (IST) 13 Nov 2024
Jharkhand Election Live: ઝારખંડમાં પહેલા તબક્કામાં 1 વાગ્યા સુધીમાં 46.25% મતદાન

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 1 વાગ્યા સુધીમાં 46.25% મતદાન નોંધાયું છે.

14:31 (IST) 13 Nov 2024
Vav By Poll Live: વાવ બેઠક ઉપર બપોરે એક વાગ્યા સુધીમાં ​​​​​ 39.12 % મતદાન

વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન થઇ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યાના છ કલાક સુધીમાં 39.12 %વોટિંગ થયું છે.

13:08 (IST) 13 Nov 2024
Jharkhand Election Live: રાંચીમાં પત્ની કલ્પના સાથે સીએમ હેમંત સોરેને મતદાન કર્યું

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને તેમની પત્ની કલ્પના સોરેન સાથે રાંચીની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં પોતાનો મત આપ્યો.

12:09 (IST) 13 Nov 2024
Jharkhand Election Live: ઝારખંડમાં સવારે 11 વાગ્યા સુધીમાં 29% મતદાન

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 15 જિલ્લાની 43 બેઠકો પર મંગળવારે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. સવારે 11 વાગ્યા સુધી 29.31% મતદાન થયું હતું. અત્યાર સુધીમાં ખુંટી જિલ્લામાં સૌથી વધુ 34% અને રામગઢ જિલ્લામાં સૌથી ઓછું 24.17% મતદાન થયું છે.

12:09 (IST) 13 Nov 2024
Vav By Poll Live: સવારે 11 વાગ્યા સુધી વાવ બેઠક પર 24.39 ટકા મતદાન

વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન થઇ રહ્યું છે. વહેલી સવારે સાત વાગ્યાથી 11 વાગ્યા સુધી ચાર કલાકમાં 24.39% વોટિંગ થયું છે.

10:22 (IST) 13 Nov 2024
Gujarat Winter Weather Update : વાવ પેટા ચૂંટણીમાં સવારે 7:00 થી 9:00 સુધીમાં 14.25 % મતદાન

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે મળતી માહિતી અનુસાર, સવારે 7:00 થી 9:00 સુધીમાં 14.25 % મતદાન થયું છે.

09:49 (IST) 13 Nov 2024
Vav By Poll and Jharkhand Election Live: ભાખી ગામમાં બગડેલું ઈવીએમ બદલાતા મતદાન ફરી શરુ થયું

વાવ પેટા ચૂંટણીના મતદાન દરમિયાન ભાખરી ગામમાં સવારે 140 કરતા વધારે મતો પડ્યા બાદ ઈવીએમ બગડ્યું હતું. જેને બદલવામાં આવ્યા બાદ ફરીથી રાબેતા મુજબ મતદાન શરુ થયું છે.

09:44 (IST) 13 Nov 2024
Vav By Poll and Jharkhand Election Live: ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે મતદાન કર્યું

વાવ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીના મતદાન દરમિયાન ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પોતાના વતન ભાભરના બિયોક ગામે મતાધિકારનો ઉપયોગ કર્યો.

09:38 (IST) 13 Nov 2024
Vav By Poll and Jharkhand Election Live: ગુજરાતના વાવના ભાખરી ગામે EVM ખોટવાયું

વાવ પેટા ચૂંટણીના મતદાન દરમિયાન વાવના ભાખરી ગામે EVM ખોટવાયું હોવાની ઘટના સામે આવી છે. જેને લઇને વહેલી સવાવ પેટા ચૂંટણીના મતદાન દરમિયાન વાવના ભાખરી ગામે EVM ખોટવાયું હોવાની ઘટના સામે આવી છે. જેને લઇને વહેલી સવારથી મતદારો રાહ જોઇને બેઠા છે.વારથી મતદારો રાહ જોઇને બેઠા છે.

08:46 (IST) 13 Nov 2024
Vav By Poll and Jharkhand Election Live: ઝારખંડના રાજ્યપાલ સંતોષ ગંગવારે પોતાનો મત આપ્યો

પોતાનો મત આપ્યા પછી, ઝારખંડના રાજ્યપાલ સંતોષ ગંગવારે કહ્યું, “મતદાન એ દેશના સૌથી મોટા લોકતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે, હું દરેકને તેમના મતનો ઉપયોગ કરવા વિનંતી કરું છું. હું દરેકને વિનંતી કરું છું કે ‘પહેલા મતદાન કરો, પછી નાસ્તો કરો’.

08:45 (IST) 13 Nov 2024
Vav By Poll and Jharkhand Election Live: ભાજપના ઉમેદવાર સીપી સિંહે પોતાનો મત આપ્યો

રાંચી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સી.પી. સિંહે મતદાન કર્યું હતું. સીપી સિંહે કહ્યું, “મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ અધિકારની સાથે ફરજ પણ છે. દરેક વ્યક્તિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.”

07:40 (IST) 13 Nov 2024
Vav By Poll and Jharkhand Election Live: ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું મતદાન શરું

ઝારખંડની 81 વિધાનસભા બેઠકોમાંથી આજે પ્રથમ તબક્કામાં 43 બેઠકો પર મતદાન છે. આ તમામ 43 સીટો પર એનડીએ અને ઈન્ડિયા એલાયન્સ વચ્ચે જોરદાર ટક્કર છે. આ 43 બેઠકો માટે આજે સવાર 7 વાગ્યાથી જ મતદાન શરુ થયું છે.

07:39 (IST) 13 Nov 2024
Vav By Poll and Jharkhand Election Live: ગુજરાતમાં વાવ પેટા ચૂંટણી માટે મતદાન શરું

ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ મતદાન છે. આ વખતે વાવ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયા જંગ છે. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત અને ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે પૂર્વ ભાજપ નેતા માવજી પટેલે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

Web Title: Vav by poll and jharkhand assembly election 2024 live voting news updates in gujarati ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×