scorecardresearch
Premium

Uttarkashi Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, 4 ના મોત, 50 થી વધુ લોકો ગુમ, જુઓ વીડિયો

ઉત્તરાખંડ ઉત્તરકાશી ક્લાઉડબર્સ્ટ સમાચાર : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા. ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે

Cloudburst in Uttarkashi, ઉત્તરકાશી ફ્લડના સમાચાર ગુજરાતીમાં
Uttarakhand Uttarkashi Cloudburst : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી એક મોટી દુર્ઘટના સામે આવી છે (તસવીર – સોશિયલ મીડિયા)

Flash Floods in Uttarkashi: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. મંગળવારે ગંગોત્રી ધામ અને મુખવા નજીક આવેલા ધરાલી ગામમાં વાદળ ફાટવાથી પહાડ પરથી નીચાણવાળા વિસ્તારો તરફ પાણી ખૂબ જ ઝડપથી વહેતું હતું, જેના કારણે ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. પાણી સાથે કાટમાળ પણ આવ્યો છે, જેમાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. આર્મી, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ ઘટનામાં 4 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જ્યારે 50 થી વધુ લોકો ગુમ થવાની માહિતી છે.

વાદળ ફાટતાની સાથે જ પહાડ પરથી પૂર આવ્યું

ઉત્તરકાશીના ધરાલી ગામમાં બપોરે વાદળ ફાટ્યા બાદ પહાડ પરથી પૂર આવ્યું હતું. જેમાં ઘણો કાટમાળ પણ નીચે આવ્યો હતો. જેના કારણે ઘણા લોકો દટાયા હોવાની શક્યતા છે. આ ઘટનાના ઘણા વીડિયો વાયરલ થયા છે. વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે આ પૂર કેટલું ભયંકર હતું. આ દ્રશ્ય જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા હતા. વતી વખતે લોકો ચીસો પાડી રહ્યા હતા.

ઉત્તરકાશીની ઘટના પર પીએમ મોદીએ લખ્યું કે ઉત્તરકાશીના ધરાલીમાં આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે હું પોતાની સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે હું તમામ પીડિતોની કુશળતા માટે પ્રાર્થના કરું છું. મુખ્યમંત્રી પુષ્કર ધામીજી સાથે વાત કરીને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે. રાહત અને બચાવ ટીમો રાજ્ય સરકારની દેખરેખ હેઠળ શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. લોકોને મદદ કરવામાં કોઈ કસર છોડવામાં આવી રહી નથી.

બચાવ કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરત – સીએમ પુષ્કર સિંહ ધામી

વાદળ ફાટ્યા પછી જોરદાર પાણીના પ્રવાહથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, હવે વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટે અકસ્માતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે ધરાલી વિસ્તારમાં વાદળ ફાટવાથી થયેલા ભારે નુકસાનના સમાચાર ખૂબ જ દુઃખદ અને પીડાદાયક છે. SDRF, NDRF, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય સંબંધિત ટીમો રાહત અને બચાવ કામગીરી માટે યુદ્ધના ધોરણે કાર્યરત છે.

આ પણ વાંચો – ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટ્યું, હોટલ-ઘરો તણખલાંની જેમ તણાયા, જુઓ ભયાવહ તસવીરો

વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવાની પણ સલાહ આપી છે. વહીવટીતંત્રે જણાવ્યું હતું કે હર્ષિલ વિસ્તારમાં ખીર ગાડનું જળસ્તર વધવાથી ધરાલીમાં ભારે નુકસાન થયું છે. વહીવટીતંત્રે લોકોને નદીથી દૂર રહેવાની અપીલ કરી છે અને લોકોને સલામત સ્થળોએ જવાની સૂચના આપવામાં આવી છે.

વાદળ ફાટવાની આ ઘટના બાદ ગંગોત્રી ધામનો સંપર્ક જિલ્લા મુખ્યાલયથી સંપૂર્ણપણે કપાઈ ગયો છે. ધરાલીમાં જળસ્તર વધવાને કારણે બજાર અને ઘરોને ઘણું નુકસાન થયું છે.

Web Title: Uttarkashi dharali village cloudburst updates uttarakhand cloudburst brings devastating floods many feared trapped ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×