scorecardresearch
Premium

ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ફાટવાથી ભારે તબાહી, 57 મજૂરો દટાયા, 32 ને બચાવ્યા, રેસક્યુ ઓપરેશન ચાલું

uttarakhand avalanche : હાલ પર્વતીય રાજ્યો હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ ચાલુ છે. આ શ્રેણીમાં ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ફાટવાને કારણે વધુ તબાહીના સમાચાર છે.

uttarakhand avalanche in Chamoli
ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલન – photo – jansatta

uttarakhand avalanche : ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ફાટવાથી ભારે તબાહી સર્જાઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે માના ગામમાં 57 મજૂરો દટાયેલા છે, જેમાંથી 32 ને બચાવી લીધા છે. અન્યોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. હાલ પર્વતીય રાજ્યો હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ ચાલુ છે. આ શ્રેણીમાં ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ફાટવાને કારણે વધુ તબાહીના સમાચાર છે.

મોટી વાત એ છે કે માના ગામમાં શરૂઆતમાં 57 મજૂરો બરફની નીચે દટાયા હતા, પરંતુ રેસ્ક્યુ ઝડપથી થયું અને 32ને બચાવી લેવાયા છે. અન્ય મજૂરોની શોધ હજુ ચાલુ છે.

અકસ્માત સ્થળ પર ચાર એમ્બ્યુલન્સ મોકલવામાં આવી

BROના કાર્યકારી ઈજનેર સીઆર મીનાએ જણાવ્યું કે 57 કર્મચારીઓ સ્થળ પર છે. ત્રણથી ચાર એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી છે, પરંતુ ભારે હિમવર્ષાના કારણે બચાવ ટીમને ત્યાં સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બચાવી લેવાયેલા કામદારોની હાલત ગંભીર

જે દસ મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ લોકોને માના પાસેના આર્મી કેમ્પમાં મોકલવામાં આવ્યા છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી સીએમ પુષ્કરસિંહ ધામીએ કહ્યં કે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર સેવાનો ઉપયોગ કરી શકાય તેમ નથી. અમે મજૂરોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પીએમ અને ગૃહમંત્રી કાર્યાલય અમારા સંપર્કમાં છે.

  • દેશ વિદેશ સહિત તમામ ક્ષેત્રના તાજા સમાચાર વિશે વાંચવા માટે અહીં ક્લિક કરો

BRO કેમ્પ પાસે ભૂસ્ખલન થયું

પ્રારંભિક અહેવાલો અનુસાર, માનામાં સરહદી વિસ્તારમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના કેમ્પ પાસે ભૂસ્ખલન થયું હતું. આ કારણે ભૂસ્ખલનમાં 57 મજૂરો દટાયા હતા.

Web Title: Uttarakhand chamoli mana village avalanche snowfall workers trapped ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×