scorecardresearch
Premium

રાજ્યસભા ચૂંટણી : યુપીમાં ભાજપના તમામ 8 ઉમેદવારો જીત્યા, અખિલેશ યાદવને સૌથી મોટો ઝટકો

Rajya Sabha Election 2024 : મતદાન દરમિયાન સમાજવાદી પાર્ટીના અનેક ઉમેદવારોએ ક્રોસ વોટિંગ કર્યું હતું, જેના કારણે સંજય શેઠ રાજ્યસભામાં પહોંચ્યા હતા જ્યારે આલોક રંજન હારી ગયા હતા

CM Yogi Adityanath, Yogi Adityanath
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (ફાઇલ ફોટો)

Rajya Sabha Election 2024 : રાજ્યસભાની 15 બેઠકોની ચૂંટણીના પરિણામો હવે જાહેર થઈ ગયા છે, જ્યાં એક તરફ હિમાચલ પ્રદેશમાં ભાજપના ઉમેદવારની જીતથી કોંગ્રેસની સરકાર અલ્પમતમાં હોવાના સંકેત મળ્યા છે, જ્યારે ભાજપે ઉત્તર પ્રદેશમાં પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે સૌથી મોટો ખેલા થયો છે. યુપીમાં ભાજપના તમામ 8 ઉમેદવારોની જીત થઈ છે, જ્યારે સપાના ત્રીજા ઉમેદવારને પોતાની જ કેમ્પના ધારાસભ્યોએ મોટો ઝટકો આપ્યો છે.

સપાના ઉમેદવાર જયા બચ્ચનને સૌથી વધુ મત મળ્યા

યુપીમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપે આઠ બેઠકો જીતી છે, જ્યારે સપાએ બે બેઠકો જીતી છે. સપાના ઉમેદવાર જયા બચ્ચનને સૌથી વધુ મત મળ્યા હતા. ભાજપને ક્રોસ વોટિંગનો સ્પષ્ટ ફાયદો મળ્યો હતો અને તેના આઠમા ઉમેદવાર પણ જીત્યા હતા.

ભાજપે પહેલા યુપીમાં રાજ્યસભા માટે માત્ર 7 ઉમેદવારો જ ઉતાર્યા હતા પરંતુ આરએલડી એનડીમાં આવ્યા બાદ પાર્ટીએ મુલાયમ સિંહ યાદવના નજીકના સંજય શેઠને અચાનક જ પોતાના 8મા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ સપાએ આલોક રંજનને ત્રીજા નંબરે ઉતાર્યા હતા. મતદાન દરમિયાન સમાજવાદી પાર્ટીના અનેક ઉમેદવારોએ ક્રોસ વોટિંગ કર્યું હતું, જેના કારણે સંજય શેઠ રાજ્યસભામાં પહોંચ્યા હતા જ્યારે આલોક રંજન હારી ગયા હતા.

આ પણ વાંચો – રાજ્યસભા ચૂંટણી : જ્યારે બન્નેને મળ્યા 34-34 વોટ તો કેવી રીતે હારી ગયા કોંગ્રેસના અભિષેક સિંઘવી?

અખિલેશ પર ભારે પડી ક્રોસ વોટિંગ

રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન દરમિયાન સપાના ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગના સમાચાર આવ્યા ત્યારે આ ક્રોસ વોટિંગને કારણે ભાજપના સંજય શેઠની જીત થશે તે નક્કી થયું હતું. હવે અંતિમ પરિણામોએ પણ સંજય શેઠની જીત પર મહોર મારી દીધી છે. સપાના કેટલાક વાંધાને કારણે મતગણતરી બંધ કરવામાં આવી હતી, પરંતુ તે બધાને નકારી કાઢવામાં આવ્યા હતા. આ પછી જ્યારે પુનઃગણતરી શરૂ થઈ ત્યારે થોડા જ સમયમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું, જેમાં સપાની હાર જાહેર કરવામાં આવી હતી.

કયા ઉમેદવારને કેટલા મત મળ્યા?

  • જયા બચ્ચનને 41 મત
  • અમરપાલ મૌર્યને 38 મત
  • તેજવીર સિંહને 38 મત
  • નવીન જૈનને 38 મત
  • સાધના સિંહને 38 મત
  • સુધાંશુ ત્રિવેદીને 38 મત
  • સંગીતા બલવંતને 38 મત
  • આરપીએન સિંહને 37 મત
  • રામજી લાલને 37 મત
  • આલોક રંજનને 19 મત

Web Title: Uttar pradesh rajya sabha election updates amid cross voting bjp wins 8 up seats sp gets 2 ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×