scorecardresearch
Premium

UP Lok Sabha Election Exit Poll: ઉત્તર પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ-સપા કેટલી બેઠકો જીતી રહી? બસપાને થશે મોટુ નુકશાન

Uttar Pradesh Exit Poll 2024 : ઉત્તર પ્રદેશમાં લોકસભાની સૌથી બેઠકો છે, તો અહીંના પરિણામ પર બધાનીનજર રહે છે. ઉત્તર પ્રદેશના એક્ઝિટ પોલમાં ભાજપ, કોંગ્રેસ-સપા અને બસપાને કેટલી સીટો મળી રહી તેના પર એક નજર કરીએ

Uttar Pradesh Exit Poll Result 2024
ઉત્તર પ્રદેશ એક્ઝિટ પોલ 2024 (ફોટો – એક્સપ્રેસ)

UP Lok Sabha Election Exit Poll: લોકસભા ચૂંટણીના તમામ સાત તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. હવે તમામની નજર 4 જૂન પર ટકેલી છે. 6 એજન્સીઓના એક્ઝિટ પોલ અનુસાર ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટોમાંથી બીજેપીની આગેવાની હેઠળના NDA ને 62 થી 74 સીટો મળતી જોવા મળી રહી છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ઈન્ડિયા એલાયન્સને 9 થી 13 સીટો મળી રહી છે. જ્યારે માયાવતી ફરી એકવાર શૂન્ય થઈ ગયા છે.

રિપબ્લિક ભારત-માતૃસનો એક્ઝિટ પોલ સામે આવ્યો છે. જેમાં એનડીએ ગઠબંધનને 69થી 74 બેઠકો મળી શકે છે. તો, ઇન્ડિયા એલાયન્સને 6 થી 11 સીટો મળતી જોવા મળી રહી છે. રાજ્યમાં એનડીએનો વોટ શેર 50 ટકા, ઈન્ડિયા એલાયન્સનો 39 ટકા અને અન્ય પક્ષોનો વોટ શેર 11 ટકા દર્શાવવામાં આવ્યો છે.

જન કી બાત મુજબ એનડીએને 68 થી 74 સીટો મળી રહી છે, ઈન્ડિયા ગઠબંધનને 6 થી 12 સીટો મળી રહી છે. જો ભારતીય જનતા પાર્ટીની જ વાત કરીએ તો તેને 64-70 સીટો આપવામાં આવી છે. તો, સાથી પક્ષો અપના દળ એસ અને આરએલડીને 2-2 સીટ મળતી જોવા મળી રહી છે, જ્યારે સુભાસપને 1 સીટ મળતી જોવા મળી રહી છે. સમાજવાદી પાર્ટીને 5 થી 11 અને કોંગ્રેસને એક સીટ મળતી જોવા મળી રહી છે.

એક્ઝિટ પોલમાં ઉત્તર પ્રદેશ માં કોને કેટલી સીટ મળી?

ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએને 68-71 બેઠકો અને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને 8-12 બેઠકો મળતી જોવા મળી રહી છે. ઈન્ડિયા ન્યૂઝ ડાયનેમિક્સ અનુસાર એનડીએ ગઠબંધનને 69 અને ઈન્ડિયા એલાયન્સને 11 બેઠકો મળવાની ધારણા છે. Aaj Tak ના Axis My India અનુસાર, NDAને 67-72 સીટો મળતી જોવા મળી રહી છે, જ્યારે SP-Congress India એલાયન્સને 8 થી 12 સીટો મળતી જોવા મળી રહી છે.

ઈન્ડિયા ટીવી અનુસાર NDAને 62-68 સીટો મળી રહી છે. તો, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને 12-18 બેઠકો મળી રહી છે. જો આપણે મુજબ પક્ષની વાત કરીએ તો ભાજપને 58 થી 64 બેઠકો, અપના દળ અને આરએલડીને 2-2 બેઠકો, કોંગ્રેસને 1 થી 2 બેઠકો અને સમાજવાદી પાર્ટીને 11 થી 16 બેઠકો મળવાની સંભાવના છે. ઓપી રાજભરની પાર્ટી SBSP શૂન્ય થઈ ગઈ છે.

માયાવતીની બસપા માટે ઝીરો સીટ

એક્ઝિટ પોલમાં જો કોઈ પાર્ટીને સૌથી વધુ નુકસાન થતું જણાય તો તે બહુજન સમાજ પાર્ટી છે. 2019 ની લોકસભા ચૂંટણીમાં બસપા અને સપાએ સાથે મળીને ચૂંટણી લડી હતી અને તે સમયે તેમને 10 બેઠકો મળી હતી. આ વખતે બસપા એકલા જ મેદાનમાં ઉતરી છે. હવે એક્ઝિટ પોલના પરિણામોમાં બસપા શૂન્ય થઈ ગઈ છે. મહાગઠબંધનમાં ન જોડાવાને કારણે બસપાને ભારે નુકસાન થઈ રહ્યું છે.

Web Title: Uttar pradesh exit poll 2024 lok sabha election exit poll 2024 km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×