scorecardresearch
Premium

US Fed Rate Cut: યુએસ ફેડ રિઝર્વ બેંકે સતત બીજી વખત વ્યાજદર ઘટાડ્યા, શું RBI રેટ કટ કરશે?

US Federal Reserve Interest Rate Cut: અમેરિકાની ફેડ રિઝર્વ બેંકે ગુરુવારે 0.25 ટકા વ્યાજદર ઘટાડ્યા છે, જે બે મહિનામાં સતત બીજું રેટ કટ છે. ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા બાદ તરત જ ફેડ બેંક રેટ કટ કર્યું છે. હવે ભારતમાં આરબીઆઈ પર વ્યાજદર ઘટાડવાનું દબાણ વધી રહ્યું છે.

US Fed Interest Rate Cute | US Fed Rate Cute | US Federal Reserve | RBI | Reserve Bank Of India
US Fed Interest Rate Cute: યુએસ ફેડ રિઝર્વ બેંક દ્વારા સતત બીજી વખત રેટ કટ કર્યા બાદ ભારતમાં આરબીઆઈ પર વ્યાજદર ઘટાડવાનું દબાણ વધી રહ્યું છે. (Photo: Wikipedia/ Express Photo)

US Fed Rate Cut: યુએસ ફેડ રિઝર્વ બેંક સતત બીજી વખત વ્યાજદર ઘટાડ્યા છે. અમેરિકાની મધ્યસ્થ બેંકે ગુરુવારે બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ0.25 ટકા ઘટાડી 4.50 ટકા કર્યા છે. આ અગાઉ બેંકે સપ્ટેમ્બરમાં વ્યાજદર 0.50 ટકા ઘટાડી 4.75 ટકા કર્યો હતો. સૌથી ખાસ વાત એ છે કે, અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતના બીજા જ દિવસે યુએસ ફેડ રિઝર્વે રેટ કટ કર્યો છે. યુએસ ફેડ રિઝર્વ દ્વારા બે મહિનામાં સતત બીજી વખત રેટ કટ બાદ હવે ભારતીય રિઝર્વ બેંક પર વ્યાજદર ઘટાડવાનું દબાણ વધી રહ્યું છે.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ યુએસ ફેડરલ ઓપન માર્કેટ કમિટિ એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કમિટિનું માનવું છે કે, રોજગાર અને મોંઘવારીના લક્ષ્યાંક હાંસલ કરવાનું જોખમ લગભગ સંતુલનમાં છે. ઇકોનોમિક આઉટલૂક અનિશ્ચિત છે અને કમિટિ પોતાના આર્થિક લક્ષ્યાંકો હાંસલ કરવા અંગે સચેત છે.

કમિટિ એ જોબ માર્કેટને લઇ પોતાની વ્યાખ્યામાં પણ ફેરફાર કર્યો છે. યુએસ ફેડ રિઝર્વે જણાવ્યું કે, ગત વર્ષન શરૂઆતથી શ્રમબજારની સ્થિતિ સામાન્ય રીતે સુધરી છે પણ બેરોજગારી દર વધ્યો છે જો કે હજી પણ નીચો છે. અમેરિકન શેરબજારનો એસએન્ડપી 500 ઈન્ડેક્સ ઉંચા સ્તર પર છે જ્યારે ટ્રેઝરી ગેન ઓછું છે.

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતના બીજા જ દિવસે યુએસ ફેડ રિઝર્વ વ્યાજદર 0.25 ટકા ઘટાડ્યા છે. ટમ્પે વધારે આક્રમક ટેરિફ લાગુ કરવાનો, ઇમિગ્રેશન પર કડક વલણ અને ટેક્સ ઘટાડવાના ચૂંટણી વચન આપ્યા હતા. આ આર્થિક નિર્ણયો મોંઘવારી દર અને લાંબા ગાળાના વ્યાજદર પર દબાણ કરી શકે છે અને યુએસ ફેડ રિઝર્વને આગામી સમયમાં વધુ વ્યાજદર ઘટાડવા પ્રેરિત કરી શકે છે. ફેડ રિઝર્વના અધિકારીઓના નિર્ણય પણ તપાસના દાયરામાં આવી શકે છે.

અમેરિકાનો જીડીપી ગ્રોથ વધ્યો

અમેરિકાની અર્થવ્યવસ્થા ત્રીજા ત્રિમાસિકમાં 2.8 ટકાના દરે વિકાસ પામી છે, જે ગ્રાહક ખર્ચમાં વૃદ્ધિને આભારી હતી. જોબ માર્કેટ નબળું પડવાનો ડર છે, આંકડા હજી પણ મંદીના સંકેત આપે છે.

શું RBI વ્યાજદર ઘટાડશે?

RBI Monetary Policy 2024 Shaktikanta Das
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ગવર્નર શક્તિકાંત દાસ – Express photo

યુએસ ફેડ રિઝર્વ દ્વારા સતત બીજી વખત રેટ કટ કરવાથી હવે ભારતીય રિઝર્વ બેંક પર પણ વ્યાજદર ઘટાડવાનું દબાણ વધી શકે છે. તમને જણાવી દઇયે કે, 9 ઓક્ટોબરે જાહેર કરેલી ધિરાણનીતિમાં આરબીઆઈ એ સતત 10મી વખત તમામ વ્યાજદર સ્થિર રાખ્યા હતા. ભારતમાં હાલ રેપો રેટ 6.5 ટકા, રિઝર્વ રેપો રેટ 3.35 ટકા, CRR 4.50 ટકા છે. રિઝર્વ બેંકની આગામી મોનેટરી પોલિસી 5 થી 7 ફેબ્રુઆરી, 2025 દરમિયાન યોજાશે. રિઝર્વ બેંક આ મોનેટરી પોલિસી મિટિંગમાં વ્યાજદર ઘટાડે લોન ધારકોને મોટી રાહત મળી શકે છે.

Web Title: Us fed rate cut second time in a row will rbi cut interest rates as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×