scorecardresearch
Premium

કાશ્મીરમાં હવે સાંજે પણ ખુલ્લા રહે છે સિનેમા હોલ, 31 માર્ચ 2026 સુધી ખમત થઇ જશે વામપંથી ઉગ્રવાદ : અમિત શાહ

Home Minister Amit Shah Speech: શુક્રવારે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારની નીતિ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ રહી છે. કલમ 370ને ખતમ કરીને મોદી સરકારે બંધારણના નિર્માતાઓનું ‘એક સંવિધાન, એક ધ્વજ’ નું સપનું પૂરું કર્યું છે

Amit Shah, અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (તસવીર – બીજેપી ટ્વિટર)

Home Minister Amit Shah Speech: શુક્રવારે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારની નીતિ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ રહી છે. તેમણે કહ્યું કે કલમ 370ને ખતમ કરીને મોદી સરકારે બંધારણના નિર્માતાઓનું ‘એક સંવિધાન, એક ધ્વજ’ નું સપનું પૂરું કર્યું છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં સિનેમા હોલ હવે સાંજે પણ ખુલ્લા રહે છે, જી-20 બેઠક યોજાઇ હતી, મહોરમનું જુલુસ પણ નીકળ્યું હતું.

અમિત શાહે પોતાના ભાષણમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ, પૂર્વોત્તરમાં ઉગ્રવાદ અને વામપંથી ઉગ્રવાદ એ ત્રણ નાસૂર હતા જે દેશના વિકાસમાં અવરોધ ઉભો કરી રહ્યા હતા. આ કારણોથી 92,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે મોદી સરકાર દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં થનાર મોતમાં 70 ટકાનો ઘટાડો થયો છે.

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે વર્ષ 2019-24 દરમિયાન જમ્મુ કાશ્મીરમાં 40 હજાર સરકારી નોકરીઓ આપવામાં આવી છે. આકર્ષક ઔદ્યોગિક નીતિને પગલે જમ્મુ-કાશ્મીરમાં 12,000 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું અને 1.1 લાખ કરોડ રૂપિયાના એમઓયુ થયા હતા. તેમણે કહ્યું કે મોદી સરકારે ઉરી અને પુલવામા હુમલાની 10 દિવસની અંદર સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકથી જડબાતોડ જવાબ આપ્યો હતો. અમિત શાહે એવો પણ દાવો કર્યો હતો કે વામપંથી ઉગ્રવાદ 31 માર્ચ, 2026 સુધીમાં સમાપ્ત થઈ જશે.

અમિત શાહના ભાષણના મોટી વાતો

  • ગૃહમંત્રીએ કહ્યું કે આપણા બંધારણમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્યોની છે. સરહદની સુરક્ષા અને આંતરિક સુરક્ષા ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. આ એક યોગ્ય નિર્ણય છે. તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી.
  • તેમણે કહ્યું કે જ્યારે કાયદો અને વ્યવસ્થા રાજ્યોની જવાબદારી છે, ત્યારે 76 વર્ષ પછી એવી પરિસ્થિતિ છે કે ઘણા પ્રકારના ગુનાઓ રાજ્યની સીમાઓ સુધી મર્યાદિત નથી, તે આંતર-રાજ્ય પણ છે અને બહુ-રાજ્ય પણ છે. જેમ કે નાર્કોટિક્સ, સાયબર ક્રાઇમ, ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગેંગ, હવાલા. આ બધા ગુનાઓ ફક્ત એક જ રાજ્યમાં થતા નથી. દેશમાં પણ અનેક ગુનાઓ દેશમાં બહારથી ભારતમાં આચરવામાં આવે છે. માટે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયમાં ફેરફાર કરવા જરૂરી બની જાય છે.
  • ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે પાડોશી દેશના આતંકવાદીઓ દરરોજ કાશ્મીરમાં ઘૂસતા હતા, તેઓ ત્યાં બોમ્બ બ્લાસ્ટ અને હત્યાઓ કરતા હતા. એવો કોઈ તહેવાર ન હતો કે જે કોઈ ચિંતા કર્યા વિના ઉજવવામાં આવે. કેન્દ્ર સરકારોનું વલણ લચીલું હતું. તેઓ મૌન રહેતા હતા અને બોલવામાં ડરતા હતા. તેઓને પોતાની વોટબેન્કની ચિંતા હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ અમે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી હતી.

Web Title: Union home minister shri amit shah speech in rajya sabha says kashmir cinema halls open in evening ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×