scorecardresearch
Premium

UAE Golden Visa: ભારતીય માટે યુએઇ ગોલ્ડન વીઝા પ્રથમ પસંદગી બનશે

UAE Golden Visa At Rs 23 Lakh For Indian : યુએઇ ગોલ્ડન વીઝા ભારતીયોને આશરે 23 લાખ રૂપિયા ચૂકવી દુબઇમાં આજીવન રહેવાની સુવર્ણ તક આપે છે. અત્યંત ધનવાન ભારતીય નાગિરકો હવે સુસંગત નિમનકારી નીતિ સાથે આરામજનક જીવનશૈલી હોય તેવા દેશોમાં સ્થાપી થવાનું પસંદ કરી રહ્યા છે.

UAE Golden Visa Benefits In Gujarati | UAE Golden Visa | UAE Golden Visa Rules | UAE Golden Visa For Indian
UAE New Golden Visa for Indians : ભારતીયો માટે નવા યુએઇ ગોલ્ડન વીઝા. (Photo: Social Media)

UAE Golden Visa At Rs 23 Lakh For Indian : દુબઇ ભારતની નજીક આવેલો એક એવો દેશ છે જ્યાં સ્થાયી થવા હવે પડાપડી થવાની છે. દુબઈને વાણિજ્યિક રાજધાની તરીકે જોવામાં આવે છે – એક એવી જગ્યા જ્યાં વૈશ્વિક નાણાકીય સુવિધા, ઉચ્ચ-ગુણવત્તાવાળા માળખાગત સુવિધાઓ, ભારતની નજીક અને પ્રભાવશાળી નેટવર્ક્સ કાર્યક્ષમતા અને આરામજનક જીવનશૈલી સાથે આપે છે. હવે UAE ગોલ્ડન વીઝા દ્વારા દુબઇમાં આજીવન સ્થાયી થવું વધુ સરળ બન્યું છે. આ ગોલ્ડન વીઝા પરવડે એટલા બજેટમાં દુબઇના રહેવાસી બનવાની સુવર્ણ તક આપે છે.

What Is UAE Golden Visa? : યુએઇ ગોલ્ડન વીઝા શું છે?

સંયુક્ત આરબ અમીરાત દ્વારા તાજેતરમાં નોમિનેશન આધારિત ગોલ્ડન વિઝા રજૂ કરવામાં આવ્યા છે, જે દુબઇમાં આજીવન સ્થાયી થવા માંગતા ભારતીયો માટે એક સુર્વણ તક છે. 1,00,000 AED (સંયુક્ત આરબ અમીરાત દિરહામ) આશરે 23 લાખ રૂપિયાનો વનટાઇમ ચાર્જ ચૂકવી ભારતીય નાગરિકો આજીવન રહેવાસી બની શકે છે. ગોલ્ડન વીઝા મેળવવા માટે હવે મોંઘી રિયલ એસ્ટેટ ખરીદવાની અથવા વ્યવસાયિક સાહસોમાં મૂડી રોકવાની પણ જરૂર પડતી નથી.

આ પરિવર્તન પ્રક્રિયાગત લાગે છે, પરંતુ તેનો વ્યૂહાત્મક હેતુ સ્પષ્ટ છે. યુએઈ પોતાને ફક્ત મૂડી પ્રવાહ માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે મોબાઇલ ટેલેન્ટ માટે એક કેન્દ્ર તરીકે ફરીથી સ્થાન આપી રહ્યું છે. તે એક એવી ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે જે સંપત્તિની સાથે ક્ષમતા અને વિશ્વસનીયતાને આકર્ષે છે.

દુબઈ ગોલ્ડન વિઝા ભારતીયોને કેમ આકર્ષિક કરે છે?

યુઇએ ગોલ્ડન વીઝા ભારતીય ચલણમાં આશરે 23 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે, જે ભારતના વિકસતા ઉચ્ચ મધ્યમ વર્ગને પરવડે એટલી રકમ છે. ભારતના ઉચ્ચ મધ્યમ વર્ગમાં પગારદાર નોકરિયાત અને ઉદ્યોગસાહસિકોથી લઈને ડિજિટલ ઇકોસિસ્ટમ સ્થાપકોનો સમાવેશ થાય છે. ગોલ્ડન વીઝાની કિંમત ભારતના રસ્તાઓ દોડતી મોટાભાગની મીડિયમ રેન્જની SUV અને લક્ઝરી કાર કરતા પર સસ્તી છે. આટલી કિંતમાં મુંબઈ જેવા શહેરોમાં એક સામાન્ય એપાર્ટમેન્ટ ફ્લેટમાં કાયમી કાર પાર્કિંગ પણ મળતું નથી.

આ કિંમતે યુએઇ ગોલ્ડન વીઝા ભારતીય સ્ટાર્ટઅપ સ્થાપકો અને ટેકનોલોજી વ્યાવસાયિકોના વધતા જૂથ માટે ખાસ આકર્ષક સાબિત થઇ શકે છે, ખાસ કરીને જેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેન, વેબ3 અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા ઉભરતા સેક્ટરમાં કામ કરે છે. હકીકતમાં, ભારતમાં આવા મુખ્ય સેક્ટરોની આસપાસ નિયમનકારી સ્પષ્ટતા અથવા સંસ્થાકીય સમજણનો અભાવ પહેલાથી જ યુવા પ્રતિભાના પ્રારંભિક વર્ગને એવા ભૌગોલિક સ્થળોએ સ્થળાંતર કરવા માટે પ્રેરિત કરી રહ્યો છે જે ચોક્કસ કાયદા, મૂડી પહોંચ અને સહાયક ઇકોસિસ્ટમનું મિશ્રણ પ્રદાન કરે છે.

આંકડાઓ પણ આ વાતને સમર્થન આપે છે. હેનલી પ્રાઇવેટ વેલ્થ માઇગ્રેશન રિપોર્ટ મુજબ વર્ષ 2023માં 5100 અને 2024માં અંદાજ 4,300 થી વધુ ભારતીય ધનાઢ્યો વિદેશમાં સ્થળાંતર કરે તેવી શક્યતા છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરાયેલા ડેટા દર્શાવે છે કે વર્ષ 2011 થી 16 લાખથી વધુ ભારતીયોએ ઔપચારિક રીતે તેમની નાગરિકતાનો ત્યાગ કર્યો છે, જેમાં ગયા વર્ષે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. EY સાથે સહયોગમાં કોટક પ્રાઇવેટના સમાંતર તારણો દર્શાવે છે કે ભારતના લગભગ 25 ટકા અતિ ઉચ્ચ ધનવાન વ્યક્તિઓ (ultra high net worth individuals) વિદેશમાં સ્થાયી થવાનું સક્રિયપણે મૂલ્યાંકન કરી રહ્યા છે.

વિદેશમાં સ્થાપી થવાનું પસંદ કરનારા મોટાભાગના ભારતીયો એવા છે જેમણે જોખમ લેવા, ઇનોવેશન અને ખાનગી ક્ષેત્રના રોકાણ દ્વારા ભારતના આર્થિક વિકાસને વેગ આપ્યો છે. હવે તેમને દેશની બહાર વધુ સાતત્ય અને ગૌરવનો અનુભવ થાય છે, આ બાબત સૂચવે છે કે એવા પ્રોત્સાહનોમાં ઘટાડો થયો છે જે એક સમયે અહીં રહેવાનું સાર્થક બનાવતા હતા.

મહત્વાકાંક્ષા તરીકે યુએઈ ગોલ્ડન વિઝા

યુએઈનો દ્રષ્ટિકોણ એક ઉપયોગી વિરોધાભાસ આપે છે. ઇરાદાપૂર્વકની નીતિ ઘડતર દ્વારા, તેણે એક એવું વાતાવરણ બનાવ્યું છે જ્યાં શાસન અનુમાનિત છે, નિયમનકારી ઘર્ષણ ઓછું છે, અને વ્યક્તિગત પહેલ સંસ્થાકીય સુસંગતતા સાથે પૂર્ણ થાય છે. આમ કરીને, તેણે વૈશ્વિક વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકો માટે એક આકર્ષક સ્થાન બનાવ્યું છે જે એવી સિસ્ટમમાં કામ કરવા માંગે છે જે મહત્વાકાંક્ષાને ટેકો આપે છે. આ રાષ્ટ્રો માટે એક સંકેત છે કે કાર્યક્ષમતા અને ગૌરવ પ્રદાન કરતી સિસ્ટમો મોબાઇલ માનવ મૂડી માટેની સ્પર્ધામાં વધુને વધુ જીત મેળવશે.

ભારતે આ ઘટનાક્રમને એક વ્યૂહાત્મક વળાંક તરીકે જોવો જોઈએ. વિદેશમાં કાયમી રહેવાના તેના નાગરિકોના નિર્ણયને સામાન્ય વાત ગણી નકારી કાઢવી જોઈએ નહીં, કે તેમને દેશભક્તિ વગરના માનવા જોઈએ નહીં. આ બાબતનો અભ્યાસ કરવો જોઈએ, સમજવો જોઈએ અને સમાધાન લાવવું જોઈએ. જો ભારત પોતાના માટે ગૌરવપૂર્ણ, કાર્યક્ષમ અને સક્ષમ જીવન પ્રદાન કરવાની ક્ષમતાને તાત્કાલિક મજબૂત નહીં કરે, તો વિદેશ પલાયન તીવ્ર ગતિથી વધશે.

(આ આર્ટીકલના લેખક શ્રીનાથ શ્રીધરન છે, તેઓ કોર્પોરેટ સલાહકાર અને કોર્પોરેટ બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર છે. તેઓ Family and Dhanda ના લેખક પણ છે.)

Web Title: Uae golden visa at rs 23 lakh for indian to settle in dubai all you need to know here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×