scorecardresearch
Premium

વિશાળકાય બટાકા : સાઈઝ જોઈ ખેડૂતો પણ આશ્ચર્યચકિત, ખેતરમાં લોકોની લાગી લાંબી લાઈન

ફરૂખાબાદમાં મોટુ બે કિલો વજનનું બચાટુ જોઈ આજુબાજુના ગામડાઓમાંથી પણ લોકોના ટોળે ટોળા બટાકુ જોવા ઉમટી પડ્યા હતા. ખેડૂતે કહ્યું, અમે વર્ષોથી ખેતી કરીએ છીએ, અમે જીવનમાં પહેલીવાર જોયું

Bigest potatoes Farrukhabad
ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં બે કિલો વજન જેટલું બટાકા મળી આવ્યા (ફોટો – @S_CRana_ji)

બટાકાને શાકભાજીમાં રાજા કહેવામાં આવે છે, પરંતુ એક ખેડૂતના ખેતરમાં બટેકાની મોટી સાઈઝ જોઈ અન્ય ખેડૂતો પણ હેરાન થઈ ગયા. યુપીના ફરુખાબાદમાં એક ખેડૂતના ખેતરમાં બટાટા કાઢવાનું કામ ચાલી રહ્યું છે. આ સમયે બે કિલોની સાઈઝનું એક બટાકુ નીકળ્યું છે. આ બટાકાનો દેખાવ જોઈને ખેડૂત પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આટલી મોટી સાઈઝમાં બટાકા જોયા બાદ આજુબાજુના ગામડાઓમાંથી પણ લોકોના ટોળે ટોળા બટાકુ જોવા ઉમટી પડ્યા હતા. ખેડૂત કહે છે કે, અમારા ઘરમાં ઘણી પેઢીઓથી બટાકાની ખેતી કરવામાં આવે છે, પરંતુ આટલુ મોટુ બટાકુ અમે જીવનમાં પહેલીવાર જોયું છે.

બટાકાનું વજન 2 કિલો આસપાસ હોવાનો દાવો

ફરુખાબાદ જિલ્લો બટાકાની ખેતી માટે જાણીતો છે. બટાકાનું સૌથી મોટું બજાર પણ આ જિલ્લામાં છે અને એશિયાનું સૌથી મોટું બટાકાનું બજાર હોવાનું કહેવાય છે. અહીંથી ઘણા ક્વિન્ટલ બટાકાની નિકાસ માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ, વિદેશોમાં પણ થાય છે. હાલમાં ખેતરોમાં બટાકા ખોદવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં બે કિલોની સાઈઝનું બટાકા મળી આવ્યા છે. આ જોઈને ખુદ ખેડૂત પણ આશ્ચર્યચકિત થઈ ગયો.

અન્ય ખેડૂતો બટાકા જોવા પહોંચ્યા હતા

ખેડૂત મેહરાજ હુસૈન તેના ખેતરમાં બટાકા ઉગાડે છે. આ વખતે તેમણે બટાકાના ઉત્પાદન માટે ખ્યાતી જાતના બિયારણનો ઉપયોગ કર્યો હતો. જ્યારે તેઓએ ખોદવાનું શરૂ કર્યું, ત્યારે કેટલાક બટાકા અડધા કિલો અને કેટલાક 700 ગ્રામ વજનના પણ મળી આવ્યા. પરંતુ એક બટેકાનું વજન 2 કિલો જેટલુ નીકળ્યું. આ બટાકાની માહિતી મળતાં આસપાસના ખેડૂતો પણ એકઠા થઈ ગયા હતા.

ખેડૂતો પણ બટાકા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે

મેહરાજ હુસૈને જણાવ્યું કે, તેઓ પરંપરાગત રીતે બટાકાની ખેતી કરે છે. બટાકાના પાકમાં રસાયણો ઉપરાંત ખાતરનો પણ ઉપયોગ થાય છે. ખેડૂતે કહ્યું કે, તેના ખેતરમાં બટાકાની ઉપજ હંમેશા સારી રહે છે, પરંતુ તેના ખેતરમાં આટલા વજનના બટાકાનું ઉત્પાદન અગાઉ ક્યારેય થયું નથી.

આ પણ વાંચો –

તેમણે કહ્યું કે, પ્રતિ વિઘા 30 થી 35 ક્વિન્ટલ ઉપજ છે. એક વીઘા બટાકા તૈયાર કરવા માટે 12 હજાર રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે. મેહરાજના ખેતરમાં આટલા વજનના બટાટા ઉગાડ્યા બાદ અન્ય ખેડૂતો તેમની પાસેથી ખેતીની પદ્ધતિઓ વિશે માહિતી માંગી રહ્યા છે.

Web Title: Two kilo potatoes in the farm of farmer mehraj hussain farrukhabad up km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×