ટ્વિટરે તેના નોન-ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સ (non-Twitter Blue subscribers) માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) હટાવી દીધું છે. આનો અર્થ એ છે કે તમારે ટ્વિટર બ્લુ માટે દર મહિને 8 ડોલર ચૂકવવા પડશે અથવા તમારા ટ્વિટર એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે વેરિફિકેશનના અન્ય વિકલ્પ પસંદ કરવો પડશે. ટ્વિટરે તાજેતરમાં ઘોષમા કરી હતી કે, તે 20 માર્ચ, 2023 પછી નોન-ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સને 2FA પ્રક્રિયા તરીકે ટેક્સ્ટ મેસેજ ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં.
ટ્વિટરનું શું કહેવું છે?
ટ્વિટરનું કહેવું છે કે, આ નિર્ણય તેના સુરક્ષા પગલાંને મજબૂત કરવા અને તેના યુઝર્સને સંભવિત સાયબર ક્રાઇમથી બચાવવાના કંપનીના પ્રયાસોનો એક ભાગ છે. નવી પોલિસી મામલે યુઝરના ટ્વીટના પ્રત્યુત્તરમાં એલોન મસ્કએ કહ્યું, “Telcos 2FA (ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન) SMS પંપ કરવા માટે બોટ એકાઉન્ટનો ઉપયોગ કરે છે. તેના કારણે કંપનીને એક વર્ષમાં 6 કરોડ ડોલર એટલે કે લગભગ 490 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું.
તો કેવી રીતે એકાઉન્ટને સુરક્ષિત કરી શકાય?
Twitter એ 2013 માં ટુ- ફેક્ટર ઓથેન્ટિફિકેશન શરૂ કર્યું, જેમાં 2FA ને સક્ષમ કરવાની ત્રણ રીત – ટેક્સ્ટ મેસેજ, સિક્યોરિટી કી અને ઓથેન્ટિફિકેશન એપની ઓફર કરાઇ હતી. હાલમાં ટ્વિટર ટેક્સ્ટ મેસેજ માટે પૈસા વસૂલશે પરંતુ સિક્યોરિટી કી અને ઓથેન્ટિકેશન એપ માટે તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખવું ફ્રી છે.
ઓથેન્ટિફિકેશન એપ્લિકેશન્સ: તમે સમય આધારિત વન-ટાઇમ પાસવર્ડ (OTP) જનરેટ કરવા માટે Google Authenticator અથવા Authy જેવી થર્ડ-પાર્ટી એપ્લિકેશનોનો ઉપયોગ કરી શકો છો, જે તમારે લોગિન પ્રક્રિયા દરમિયાન દાખલ કરવાની જરૂર છે. તેને શરૂ કરવા માટે, તમે એપ્લિકેશનની પસંદગી કરો જેને તમે ઓથોન્ટિફિકેશનની માટે ઉપયોગ કરવા માંગો છો. સૌપ્રથમ તમે જે એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છો તેમાં એક એકાઉન્ટ બનાવો અને તેનું ડેસ્કટોપ વર્ઝન ખોલો. આ પછી ટ્વિટર ઓપન કરો અને સેટિંગ્સમાં જઈને સપોર્ટ પર ક્લિક કરો. ત્યાં પ્રાઈવસી પર ક્લિક કર્યા બાદ સિક્યોરિટી એન્ડ એકાઉન્ટ એક્સેસ પર જાઓ અને ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનની ટેબ ઓપન કરો. ત્યાં તમે તમારો પાસવર્ડ દાખલ કરો અને આપેલી સૂચનાઓનું પાલન કરો.
સિર્યોરિટી કી: Twitter ફિઝિકલ સિક્યોરિટી કીને જેવી કે YubiKeyને સપોર્ટ કરે છે, જે યુઝર્સને વધારાને સુરક્ષા છત્ર પૂરું પાડે છે. એકવાર કોન્ફ્રિગર થઈ ગયા પછી, જ્યારે તમે તમારા Twitter એકાઉન્ટમાં લોગ ઇન કરો ત્યારે તમારી પાસે તમારી સુરક્ષા કી હાજર હોવી જરૂરી રહેશે. જે તમારા એકાઉન્ટને સુરક્ષિત કરવાની એક શ્રેષ્ઠ રીત છે કારણ કે આ કિસ્સામાં કીનો ઉપયોગ તમારા એકાઉન્ટનું વેરિફિકેશન કરવા માટે થાય છે.