scorecardresearch
Premium

અમેરિકાના તુલસી ગબાર્ડે કહ્યું – ઈસ્લામિક આતંકવાદી હુમલાની સામે અમે ભારત સાથે સાથે ઉભા છીએ

Pahalgam Attack : યુએસના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગેબાર્ડે એક પોસ્ટમાં લખ્યું છે કે અમે પહેલગામમાં 26 હિન્દુઓને નિશાન બનાવીને કરવામાં આવેલા ભીષણ ઇસ્લામિક આતંકવાદી હુમલાને પગલે અમે ભારત સાથે એકજુટથી સાથે ઉભા છીએ

PM Modi, Tulsi Gabbard
પીએમ મોદી અને તુલસી ગબાર્ડ વચ્ચે મુલાકાત – (ફાઇલ ફોટો – X @narendramodi )

Tulsi Gabbard: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઇને અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર તુલસી ગબાર્ડે મોટું નિવેદન આપ્યું છે. ગબાર્ડે કહ્યું હતું કે ભીષણ ઈસ્લામિક આતંકવાદી હુમલાની સામે અમે ભારત સાથે એકજૂટતા સાથે ઉભા છીએ.

યુએસના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગેબાર્ડે એક પોસ્ટમાં લખ્યું છે કે અમે પહેલગામમાં 26 હિન્દુઓને નિશાન બનાવીને કરવામાં આવેલા ભીષણ ઇસ્લામિક આતંકવાદી હુમલાને પગલે અમે ભારત સાથે એકજુટથી સાથે ઉભા છીએ. મારી પ્રાર્થના અને ઊંડી સંવેદનાઓ તે લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે.

તુલસી ગબાર્ડે આગળ લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના તમામ લોકોની સાથે છીએ. અમે તમારી સાથે ઉભા છીએ અને આ જઘન્ય હુમલા માટે જવાબદાર લોકોને પકડવામાં તમારું સમર્થન કરીએ છીએ.

કોણ છે તુલસી ગબાર્ડ?

1981માં અમેરિકન સમોઆમાં તુલસીનો જન્મ માઇક ગેબાર્ડ અને કેરોલ ગેબાર્ડના ઘરે થયો હતો. તે ગેબાર્ડ દંપતિઓના પાંચ બાળકોમાંથી એક છે.

1983માં જ્યારે તુલસી ગબાર્ડ બે વર્ષનો હતી, ત્યારે તેનો પરિવાર અમેરિકાના હવાઈ રાજ્યમાં સ્થાયી થયો હતો. હવાઈમાં સ્થળાંતર કર્યા પછી તેની માતા કૈરલે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો જ્યારે તેના પિતા રોમન કેથોલિક ખ્રિસ્તી હતા. હિંદુ ધર્મના પ્રભાવને કારણે કૈરલે પોતાના બાળકોને હિન્દુ નામ આપ્યા હતા. તુલસી ગબાર્ડ પોતાને હિન્દુ ગણાવે છે, પરંતુ તે ભારતીય મૂળના નથી.

આ પણ વાંચો – પાકિસ્તાનીઓને શોધી-શોધીને બહાર કાઢો, અમિત શાહે બધા રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી

તુલસીના પિતા રિપબ્લિકન પાર્ટી (2004-2007) અને ત્યારબાદ ડેમોક્રેટિક પાર્ટી સાથે 2007થી જોડાયેલા છે. વર્ષ 2013માં તુલસી પ્રથમ વખત હવાઈ રાજ્યમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2021 સુધી આ પદ પર રહ્યા હતા.

તુલસી ગબાર્ડ રાજકારણ ઉપરાંત આર્મી નેશનલ ગાર્ડ સાથે બે દાયકાથી વધુ સમયથી જોડાયેલા છે અને આ દરમિયાન તેમણે ઇરાક અને કુવૈત જેવા દેશોમાં કામ કર્યું છે. તેમણે 2016ની ચૂંટણી પહેલા બર્ની સેન્ડર્સ માટે પ્રચાર કર્યો હતો અને જો બિડેનને ટેકો આપતા પહેલા તેમણે ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે 2020માં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી હતી.

પહેલગામ આતંકી હુમલામાં 26 લોકોના મોત

જમ્મુ-કાશ્મીર આતંકવાદી હુમલાથી આખો દેશ હચમચી ગયો હતો. પહેલગામમાં મંગળવારે મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલા બાદ હાહાકાર મચી ગયો હતો. 2019માં પુલવામામાં થયેલા હુમલા બાદ ઘાટીમાં આ સૌથી મોટો હુમલો છે. ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ પહેલગામ શહેરથી લગભગ છ કિલોમીટર દૂર બૈસરન ખીણમાં પ્રવેશ્યા હતા અને આસપાસ ફરતા પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો.

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર આ આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. જ્યારે ઘણા ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલાની જાણકારી મળતા જ પીએમ મોદી પોતાના સાઉદી પ્રવાસથી અધવચ્ચે જ રવાના થઇને દિલ્હી પરત ફર્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. અને બંને દેશો એકબીજા સામે કાર્યવાહી કરવામાં લાગેલા છે. ભારતે સિંધુ કરાર રદ કર્યો છે તો પાકિસ્તાને શિમલા કરાર રદ કર્યો છે.

Web Title: Tulsi gabbard support to india after pahalgam attack ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×