scorecardresearch
Premium

Disaster Safety Tips: સુનામી અને ભૂકંપ આવે ત્યારે જીવ કેવી રીતે બચાવવો? આ સેફ્ટી ટીપ્સ બાળકોને પણ શીખવો

ભૂકંપ સુરક્ષા ઉપાય અને સાવચેતીઓ: રશિયામાં ભૂકંપ બાદ જાપાનમાં સુનામી આવી છે. ભૂકંપ અને સુનામી વિશે અગાઉથી ચેતવણી આપી શકાતી નથી. આવી સ્થિતિમાં ભૂકંપ કે સુનામી આવે જીવ બચાવવા અમુક ટીપ્સ અપનાવી પોતાનો અને અન્ય લોકોના જીવ બચાવી શકાય છે.

Tsunami And Earthquake Safety Tips | Tsunami Safety Tips | Earthquake Safety Tips
Tsunami And Earthquake Safety Tips: સુનામી અને ભૂંકપ માટે જીવન રક્ષક બચાવ ઉપાય. (Photo: Freepik)

Tsunami Survival Guide: રશિયાના કામચટકામાં સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ સાથે જ જાપાન અને અમેરિકાની એજન્સીઓએ સુનામીની ચેતવણી જારી કરી છે. રશિયા સાથે સાથે અમેરિકાના કેલિફોર્નિયા અને જાપાનના દરિયા કિનારે સુનામીની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ભારતમાં આ અંગે કોઈ ચિંતા નથી.

પરંતુ તેમ છતાં, તમારે જાણવું જોઈએ કે જો ભૂકંપ અથવા સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવે છે અથવા જો આ આપત્તિ આવે છે, તો પછી તમારે જીવ બચાવવા માટે શું કરવું જોઈએ? અહીં અમે તમને એવા જ 5 ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમારે તરત જ અપનાવી લેવા જોઈએ. આ બચાવ ઉપાય તમને તમારો અને અન્ય લોકોના જીવ બચાવવામાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ આ બચાવ ઉપાય વિશે.

સાયરન વાગવાની રાહ જોવી નહીં

જ્યારે પણ તમને સુનામી કે ભૂકંપનો આંચકો અનુભવાય ત્યારે તરત જ સુરક્ષિત સ્થળોએ જતા રહેવું. કોઈ સત્તાવાર જાહેરાત અથવા આદેશની રાહ જોશો નહીં. દરિયાકાંઠાનો વિસ્તાર થોડી મિનિટોમાં તબાહ થઈ શકે છે, તેથી સાયરન વગાડવાનો અથવા ખાલી કરાવવાનો આદેશ આપવાનો પણ સમય મળતો નથી.

સુનામી આવે ત્યારે ઉંચા સ્થળે જતા રહો

ભૂકંપના તીવ્ર આંચકા બાદ દરિયા કિનારે સુનામી આવવાનું જોખમ રહે છે. આથી ભૂકંપના આંચકાઓ બંધ થતાંની સાથે જ તરત જ તમારા પરિવારના સભ્યોને દરિયા કિનારાથી દૂર સલામત ઉચ્ચ સ્થળે લઈ જાઓ.

ધરતીકંપ આવે તો તમારો જીવ કેવી રીતે બચાવશો?

જો તમને ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાતા હોય તો તરત જ જમીન પર ઉંધા સૂઈ જવું જોઈએ. ટેબલ, પલંગ અથવા કોઇ વસ્તુની નીચે છુપાવવાનો પ્રયત્ન કરો અને તેને કડક પકડી રાખો. તમારા માથા ઉપર ઓશીકું મૂકો. બારીઓ અને દરવાજાથી દૂર રહો. તમારા પર પડી શકે તેવી કોઈપણ વસ્તુથી દૂર રહો.

સુનામી કે ભૂકંપના કાટમાળ નીચે દટાઈ જાય તો શું કરવું?

જો તમે ભૂકંપ કે સુનામીના કાટમાળ નીચે દટાઈ જાઓ છો, તો પછી તમારે વધારે હલનચલન ન કરવું જોઈએ. મોંઢા પર ધૂળ વધુ ન લાગે તે માટે કપડા વડે ઢાંકી દો. પાઇપ અથવા દિવાલ અથવા તમે જે પણ જગ્યાએ છો તેને સતત ખખડાવો કરો જેથી બહારની કોઈ વ્યક્તિ તમારી મદદ કરી શકે. શક્ય હોય તો મોટેથી બૂમો પાડો.

ડિસ્ક્લેમરઃ આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કૃપા કરીને કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે નિષ્ણાતની સલાહ લો.

Web Title: Tsunami and earthquake dos and donts in gujarati disaster safety tips as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×